Last Update : 04-August-2012, Saturday

 
દિલ્હીની વાત
 
નવા પ્રધાનો નિરાશ સ્થિતિ
તાજેતરમાં કેબીનેટમાં થયેલા ફેરફારથી કોઇ પ્રભાવીત થયું નથી એમ કેટલાક કોંગી નેતાઓ સાથેની ચર્ચા પરથી લાગી રહ્યું છે. ગૃહ, નાણા અને ઊર્જા ખાતુ જેમને સોંપાયું છે તેનાથી કોઇ આશા ફળે એમ નથી. યુપીએ સરકારની ઇમેજ જ્યારે કથળી છે ત્યારે આ ફેરફારથી કોઇ અસર થાય એમ નથી. નવા ગૃહપ્રધાન સુશીલકુમાર શીંદે માટે તેઓ માને છે કે NCTC (નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટર) અને AFSPA (આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ) જેવા વિવાદાસ્પદ મુદ્દે તે કોઇ ચમત્કાર કરી શકે એમ નથી. નક્સલવાદની ધમકી પણ પડકાર સમાન બની જશે. નામ નહીં આપવાની શરતે પક્ષના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે શીંદેનો કોઇ પ્રશંસાજનક રેકોર્ડ નથી, તેમને સીધાજ ગૃહપ્રધાન બનાવી દેવા યોગ્ય નથી. તાજેતરની વીજ અછત જોતાં લાગે છે કે શીંદે જ્યાંથી આવ્યા છે તે વીજ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો કોઇ પ્રધાનને સોંપવો જોઇએ તેના બદલે કોર્પોરેટ બાબતોના પ્રધાન વીરપ્પા મોઇલીએ વધારાનો હવાલો સોંપાયો છે. જો કે નાણા મંત્રાલયનો હવાલો પી. ચિદમ્બરમ્ને સોંપાયો છે પરંતુ તે યુપીએ કેન્દ્રની પોલીસીનું અમલીકરણ કરાવી શકે એમ નથી. એફડીઆઇ અને ડાયરેક્ટ ટેક્સ કોડના મામલા ઉપરાંત શું તે આર્થિક પરિવર્તનના પગલાં લઇ શકશે?! શું તે ભારતને આર્થિક ડામાડોળ સ્થિતિમાંથી બહાર કાઢી શકશે?
પૂણેનો હુમલો કે કાવતરું...
સુશીલકુમાર શીંદેની કમનસીબી એ હતી કે ઊર્જા મંત્રાલયમાં તે હતા ત્યારે ગંભીર વીજ કટોકટી ઉભી થઇ હતી અને હવે ગૃહ પ્રધાન બનતાં જ પૂણેના વિસ્ફોટોથી સૌથી ખરાબ શરૃઆત થઇ છે. તેમણે પૂણેની મુલાકાત નથી લીધી તપાસ પણ ઢીલી ચાલે છે. ઘણો સમય બગડયો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અધિકારીઓ એમ વાત કરી રહ્યા છે કે પૂણેની ઘટના કોઇ કાવતરું નથીને? તે ત્રાસવાદી હુમલો હતો કે નહીં? નિષ્ણાતો એવું માને છે કે પૂણે વિસ્ફોટમાં કોઇનું મૃત્યુ થયું નથી પરંતુ તાજેતરની શાંતિ દરમ્યાન તોફાન કરનારાો એવું કહી ગયા છે કે અમે હજુ સક્રીય છીએ.
મોઇલી સામે પડકારો
બીજી તરફ મોઇલી એમ કહે છે કે ઊર્જાક્ષેત્રને હું બરાબર ઠીકઠાક કરી દઇશ. પરંતુ ચિંતાની વાત એ છે કે રાજ્યો તેમને નિયત કરેલા વીજળીના જથ્થા કરતા વધુ વીજળી ખેંચે છે. જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે. ભારતના પાવર સેકટર માટે વિદેશી રોકાણકારોમાં ઇમેજ વધારવાની સાથે રાજ્યોની પાવર કંપનીઓને પણ સમૃદ્ધ બનાવવાની કામગીરી મોઇલી સામે છે.
સોનિયાજીની ડિનર પાર્ટી
ગયા મહિને રાષ્ટ્રપતિપદની ચૂંટણી અગાઉ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ ફાઇવ સ્ટાર અશોકા હોટલમાં ડીનરનું આયોજન કર્યું હતું. હવે તે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ સોમવારે પણ આવું જ હાઇપ્રોફાઇલ લંચનું આયોજન કરી રહ્યા છે પરંતુ રમઝાન માસમાં ઉપવાસ કરતા મુસ્લિમ સાંસદો મૂંઝવણમાં મુકાયા છે. તેમને ડર છે કે જો તે લંચમાં હાજર નહી રહે તો પક્ષના સુપ્રિમો કંઇ બીજું જ સમજશે. યુપીએના ઉમેદવાર હમીદ અંસારી બીજી ટર્મ માટે ઉપરાષ્ટ્રપતિપદે મોટા પાયે આવકાર્ય હોવા છતાં આવા આયોજનો થાય છે.
ભાજપ અણ્ણાથી દૂર
ટીમ અણ્ણા આજે તેના ઉપવાસના નવમા દિવસમાં પ્રવેશ્યા છ તે દરમ્યાન એવા અહેવાલો આવ્યા હતા કે ટીમના નેતાઓની તબિયત લથડી રહી છે તેમજ અણ્ણા હજારે તેમની ભાવિ રાજકીય વ્યૂહરચના જાહેર કરે એવી સંભાવના છે. જો કે આ વખતે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ભાજપ અને આરએસએસ દૂર રહ્યા છે. ભૂતકાળમાં ભાજપે અણ્ણાને માત્ર ટેકો નહોતો આપ્યો પણ ટીમ અણ્ણાને સંસદમાં પણ ટેકો આપ્યો હતો. ભાજપના નેતાઓ અપસેટ થયા હતા કે જ્યારે અણ્ણાના ટેકેદારોએ ભાજપની ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે દેખાવો અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આંદોલનને ટેકો મેળવવા વિચિત્ર રસ્તો અપનાવાયો છે.
- ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved