Last Update : 04-August-2012, Saturday

 

નવા રાષ્ટ્રપતિ જોગ પ્રજાનો સંદેશો

વિચાર વિહાર - યાસીન દલાલ
- આ દેશના સામાન્ય નાગરિકના ભાગ્યમાં એક વસ્તુ હંમેશા માટે જડાઇ ગયેલી છે, અને તે છે હાડમારી અને વિડંબણા

 

આખરે શ્રી પ્રણવ મુખરજી દેશના ૧૩માં રાષ્ટ્રપતિ પદે આરુઢ થઇ ગયા છે. વિધિસર રીતે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી એમને શાહી બગીમાં લઇ જવાયા. રાષ્ટ્રપતિ ભવનમાં કુલ ૩૪૬ ઓરડા છે. છ હજાર એકરમાં આ ભવન પથરાયેલું છે. મૂળ તો અંગ્રેજ વાઇસરોય માટે આ ભવન બનેલું. અપેક્ષા તો એવી હતી કે ભારત જેવા ગરીબ દેશ માટે આ ભપકાદાર ભવન રાષ્ટ્રપતિ છોડી દેશે અને કોઇ સાદા મકાનમાં રહેવા જશે, પણ પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ અત્યંત સાદા હોવા છતાં એમણે પણ સાદા મકાનમાં રહેવા જવાની હંિમત ન કરી. રાધાકૃષ્ણન જેવા વિદ્વાન પુરૂષે પણ વૈભવ ભોગવ્યો. ઝાકીર હુસેન જેવા કેળવણીકાર પણ વૈભવના મોહમાંથી મુક્ત ન થયા. છેલ્લે એ.પી.જે. અબ્દુલ કલામ પાસેથી અપેક્ષા હતી કે તેઓ સાદાઇનો દાખલો બેસાડશે પણ એમ પણ ન થયું. હવે પ્રણવ બાબુ પાસેથી એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. બીજી જાણવા જેવી વાત એ છે કે રાષ્ટ્રપતિની તહેનાતમાં ૬૦૦ નોકરોની ફોજ હાજર હોય છે એમાં પણએકસો નોકર તો એમની અંગત ચાકરી કરે છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ વિશાળ બગીચામાં સેંકડો માળીઓ નોકરી કરે છે. આ આપણા દેશમાં પ્રવર્તતા ભારોભાર વિરોધાભાસનું પ્રતીક છે. હવે આમાં અન્ના હઝારે જેવા સીધા સાદા માણસો ઉપવાસ ઉપર ઉતરે એનો અર્થ શો? હદ તો એ થઇ કે ઇન્ડિયા ગેઇટની સામે જ રાષ્ટ્રપતિ ભવન આવેલું છે અને ઇન્ડિયા ગેઇટ ઉપર છેલ્લા ઘણા સમયથી બત્તીઓ જ નહોતી. એક ટી.વી. ચેનલે હોબાળો કર્યો ત્યારે આ વાતની ખબર પડી. કારણ શું હતું એ જાણો છો કારણ એ હતું કે ત્યાંની બધી જ બત્તીઓના બલ્બ તથા ટયૂબ અને વાયરો ચોરાઇ ગયેલા હતા. પાટનગર જેવામાં ઇન્ડિયા ગેઇટના આ હાલ હોય ત્યાં બીજે શું હશે? રાષ્ટ્રપતિ ભવનમાં વૈભવનું પ્રદર્શન થાય અને ઇન્ડિયા ગેઇટ જેવા સામાન્ય માણસના વિસ્તારમાં અંધારું હોય. ભારતના રાષ્ટ્રપતિ ૬ કરોડની લિમોસીન કારમાં ફરે છે જે બુલેટપ્રુફ છે.
આ દેશના સામાન્ય નાગરિકના ભાગ્યમાં એક વસ્તુ હંમેશા માટે જડાઇ ગયેલી છે, અને તે છે હાડમારી અને વિડંબણા. અંગ્રેજો ગયા, એને છ દાયકા થઇ ગયા પણ દેશની જનતાને હજી એ વાતની પ્રતીતિ થતી નથી કે આ આપણું પોતાનું રાજ છે, આપણું શાસન છે. બલ્કે દરરોજ સવારથી સાંજ સુધી એને જે અનુભવો થાય છે એના પરથી તો એમ જ લાગે કે કોઇ ક્રૂર અને નંિભર વિદેશી શાસનમાં આપણે જીવી રહ્યા છીએ. તમારે રેશન કાર્ડ કઢાવવું હોય ક ડ્રાઇવંિગ લાઇસન્સ મેળવવું હોય કે એસ.ટી.નો પાસ કઢાવવો હોય તમને બધી જ જગ્યાએ કોઇ શકમંદ આરોપી રૂપે જ જોવામાં આવશે અને જાતજાતના ફોર્મ તમારે ભરવાં પડશે, જાતજાતના દાખલા કઢાવવા પડશે. ઇલેક્ટ્રિકનું બિલ લાવો, મકાનના દસ્તાવેજ લાવો, ડોકટરનું સર્ટીફિકેટ લાવો. આવકનો દાખલો રજૂ કરો, મામલતદારની સહી લઇ આવો અને આ બધામાં ક્યાંક નાનકડી કસૂર થઇ ગઇ કે તમને લાઇનમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. દલીલ કરવા ગયા તો સામેથી તોછડાઇ અને અપમાન મળશે તે વધારામાં. આ અનુભવ હોસ્પિટલમાં પણ થશે અને પોલીસ સ્ટેશનમાં પણ થશે અને ફરિયાદ નિવારણ કચેરીમા પણ થશે!
આપણે દેશમાં એક જંગી જાહેર વહીવટ વ્યવસ્થા ઉભી કરી. એનો મૂળભૂત હેતુ સામાન્ય નાગરિકને સુખ, સગવડ પૂરી પાડવાનો હતો, પણ એ હેતુ તો બિલકુલ જ ભૂલાઇ ગયો. ઊલટું, નકામી જગ્યાઓ ઊભી કરીને નજીકના સગા-વ્હાલાંને એ જગ્યાઓ પર ગોઠવી દેવાના એક મોટા ષડયંત્રમાં એ ફેરવાઇ ગયું. આપણા દેશમા બે કરોડ જેટલા સરકારી, અર્ધસરકારી કર્મચારીઓની એક મોટી ફોજ છ દાયકામાં ઊભી થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાની વસતી જેટલું મોટું આ તંત્ર હોવા છતાં, સામાન્ય માણસની તકલીફ ઘટવાને બદલે વધતી જ જાય છે! કડવી લાગે છતાં સાચી વાત એ છે કે આવડા મોટા તંત્રે જ સામાન્ય માણસની સગવડો અને એની યાતના વધારી છે.
તમે થોડા દિવસ લંડન ફરવા જાવ, તમારે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરવા માટેનો માસિક પાસ કઢાવવો છે. આવો પાસ મેળવવા માટે તમારે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જવાની જરૂર નથી! રસ્તા પરની પાનની દુકાનોએથી પણ આવો પાસ તમને મળી શકે! એ પાસ ખરીદીને તમારે માત્ર તમારો ફોટોગ્રાફ એમાં લગાડી દેવાનો. બીજી કોઇ કડાકૂટ નહીં. લાઇનમાં ઊભા રહેવાનું નહીં. પાસ ઉપર સંબંધિત અધિકારીની સહી પણ કરેલી જ હોય અને આ પાસ ઉપર તમે બસ અથવા રેલવે ટ્રેન ગમે તેમાં પ્રવેશ કરી શકો છો. બંને માટે અલગ પાસની જરૂર નથી. બે જાહેર સંસ્થાઓ વચ્ચે કેવું અદ્‌ભૂત સંકલન! આપણે ત્યાં એથી બિલકુલ ઊંધી સ્થિતિ છે. કોઇનું ખૂન થઇ જાય, ત્યારે રસ્તા પર પડેલી લાશ કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, એ નક્કી કરવામાં દિવસો નીકળી જાય છે અને દરમિયાન લાશ સડતી રહે છે. રસ્તા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડો ખોદે અને કામ પુરું થયે બંધ કરી દે ત્યાં બીજે જ દિવસે ટેલિફોનવાળા વચ્ચેથી થાંભલા હટાવે જ નહીં. પરિણામે રસ્તો તો સાંકડો ને સાંકડો જ રહેવાનો!
હવે આપણે ત્યાં મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન અગાઉના મોગલ બાદશાહોની જેમ દરબાર ભરે છે અને લોકોની ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરે છે. વાસ્તવમાં આ પણ એક નર્યો પ્રચાર અને દંભ છે. ભાગ્યે જ કોઇ ફરિયાદનો સ્થળ પર નિકાલ આવે છે. અધિકારીઓ તો પેલી અરજીના અનુસંધાને તદ્દન ખોટા અને વિકૃત વાંધાઓ કાઢીને એને ખોરંભે જ પાડવાનું કામ કરે છે અને આવા ઉચ્ચ કક્ષાના શાસકોના દરબારમાં કેવા કેસ આવે છે? કોઇને વર્ષોથી પેન્શન મળતું નથી, કોઇનાં સગાંનું મૃત્યુ થયું પણ એનું વળતર ચૂકવાતું નથી, કોઇને નજીવા કારણસર રેશનકાર્ડ મળતું નથી, વગેરે આટલા ક્ષુલ્લક અને મામૂલી કિસ્સા મુખ્યપ્રધાનના દરબારમાં લઇ જવા પડતા હોય,તો એ પ્રજાની યાતના અને વિટંબણા કેવી હશે એની કલ્પના જ કરવી રહી. જાત જાતના કાગળો અને પ્રમાણપત્રોની તુમારશાહીમાં સામાન્ય માણસ અટવાતો રહે છે. વાતવાતમાં તમને કહેવામાં આવે છે, ગેઝેટેડ ઓફિસરનું પ્રમાણપત્ર લાવો, ફલાણી બાબતનો દાખલો લાવો, ફલાણા કાગળમાં સિક્કો કેમ નથી લગાવ્યો? આ સહી ખોટી જગ્યાએ કેમ કરી છે. ફલાણા સાહેબની મંજૂરી કેમ નથી લીધી? ઉંમરનો દાખલો કેમ નથી? આવકનો આધાર કેમ નથી? ક્યારેક તો જે દાખલા કે પ્રમાણપત્રનો કોઇ ઉલ્લેખ ક્યાંય ન હોય અને એની કોઇ જરૂર ન હોય, છતાં માત્ર તરંગ અનુ તુક્કા ખાતર એજ માંગવામાં આવે છે.
ઘણી સંસ્થાઓમાં પાટિયા જોવા મળશે. મે આઇ હેલ્પ યૂ? તમને મદદ કરી શકું? પણ એ પાટિયાંની નીચે કોઇ બેઠું જ ન હોય! એસ.ટી. સ્ટેન્ડ ઉપર એક બારી હોય, જ્યાં ‘ઇન્કવાયરી’ લખ્યું હોય પણઅંદર કોઇ કર્મચારી હાજર ન હોય. યુનિવર્સિટીઓ, જનસંપર્ક અને મેનેજમેન્ટના અભ્યાસક્રમ ચલાવે, પણ એમનું જ મેનેજમેન્ટ ઢંગધડા વિનાનું હોય અને જનસંપર્ક અધિકારી તો હોય જ નહીં! આપણે બધી જાતની શરમ અને સંકોચ પણ હવે છોડી દીધા છે. ‘શું થાય?’ એ તો એમ જ ચાલ્યા કરે, એમ કહીને મન મનાવી લઇશું, પણ વહીવટ સુધારવાની નાનકડી અને સાચા દિલથી કોશિશ નહીં કરીએ. કોઇ કચેરીમાં જાવ અને લાંબી લાઇન લાગેલી હોય. એક જ બારી હોય અને એક જ માણસ બેઠો હોય, લાઇનમાં દોઢસો માણસ ઊભા હોય પણ કોઇને વિચાર નહીં આવે કે આટલી ભીડ છે માટે આજે બે બારી ખોલી નાખીએ અને બે માણસ વધારાના બેસાડી દઇએ. કોઇ કારણ વિના દોઢસો માણસના બે કલાક નકામા બગડયા, એમાં આપણે શું? એવું વિચિત્ર અને કઢંગુ મનોવલણ જોવા મળશે. ટેલિફોનનું બિલ ભરવામાં માણસના બે કલાક બગડે એ સ્થિતિ કોઇપણ સભ્ય દેશ ચલાવી શકે ખરો?
આપણું તંત્ર અને અધિકારીઓ સામાન્ય પ્રજાના દુઃખદર્દ પ્રત્યે આટલી હદે ક્રૂર, ઘાતકી અને નિર્ભર કેમ છે? અમલદારોને સામાન્ય નાગરિક પ્રત્યે હમદર્દી જોઇએ, એને બદલે એ નિષ્ઠુર બનીને ક્યારેક એના પ્રત્યે દ્વેષથી જુએ છે. ખુશવંત સંિઘના પુત્ર રાહુલ સંિઘ એકવાર પોતાના નેશનલ સેવંિગ સર્ટીફિકેટ વટાવવા ગયા. પોસ્ટ ઓફિસના અધિકારીએ વારંવાર એમની સહી જોઇ, પછી મૂળ સર્ટિફિકેટ સાથે સ્લીપ ઉપરની સહી જોઇ.
બસ, એક હથિયાર હાથમાં આવી ગયું. એમણે કહ્યું, ‘તમારી બંને સહીમાં થોડો ફેર છે. તમને પૈસા ન મળી શકે.’ રાહુલે એમની સાથે ખૂબ દલીલો કરી, કહ્યું કે લાવો ફરીથી મારી સહી કરી આપું. મૂળમાં છે એવી જ કરી આપું. પણ પેલા અધિકારી મક્કમ હતા.તો પછી હવે ઉપાય શો? પેલાએ કહ્યું, ‘તમે આ સર્ટિફિકેટ લઇને પાછા ચંદિગઢ જાવ અને પ્રમાણિત કરાવી લાવો.’ આટલું સાંભળ્યા પછી રાહુલ સંિઘનો પિત્તો ગયો. એમણે પોતાની અસલી ઓળખાણ આપી. અરજદાર આટલા મોટા પત્રકાર છે એ જાણીને જ પેલા અધિકારી બદલાઇ ગયા અને તરત એમને પૈસા મળી ગયા. મતલબ, તમે રાહુલ સંિઘ હો તો તમારું કામ આસાનીથી થઇ જાય, પણ સામાન્ય નાગરિક બનીને જશો તો હેરાન થઇ જશો.
પેલા અધિકારી લાંચિયા નહોતા અને એમને પૈસા જોઇતા નહોતા. પણ એ પોતાના હોદ્દાનો વટ બતાવવા માંગતા હતા. અરજદાર ભાઇસાબ કહે, આજીજી કરે, એની થોડી ખુશામત કરે અને બે હાથ જોડે તો એનો વિકૃત અહમ થોડો સંતોષાય. આપણા વહિવટીતંત્રની આ એક મનોવૃત્તિ છે. પોતાના હાથમાં બધી સત્તા રાખવી અને પોતે કોઇ ઉપકાર કરતા હોય, એવા ભાવ સાથે કામ કરી દેવામાં એમને આનંદ આવે છે. સત્તાને વિકેન્દ્રીત કરવી, અરજદારને શંકાથી નહીં પણ વિશ્વાસથી જોવો અને પોતાનો તથા એનો સમય બચાવવો એવા વિચાર એને આવશે જ નહીં બલ્કે, અરજદાર એનો અધિકાર બતાવીને દલીલો કરે, એથી એ છેડાશે અને પછી વેર વાળવા માટે ફાઇલ ઉપર એવી વિચિત્ર નોંધ મૂકી દેશે કે પેલો મહિનાઓ સુધી સરકારી કચેરીઓના ઠેબા ખાશે અને થાકી જશે. આપણા તંત્રમાં એવા અસંખ્ય અધિકારીઓ છે, જે માત્ર કિન્નાખોરીથી કોઇને હેરાન કરવાના બદઇરાદે કાગળ ઉપર નિયમો ટાંકે, નિયમોનું વિકૃત અર્થઘટન કરે, ઉપરી અધિકારીને ગેરમાર્ગે દોરે, અને છતાં એમને સજા થવાનું તો દૂર રહ્યું, ઊલટા એ પોતાની કાર્યક્ષમતાના બણગાં ફૂકે છે.
આપણા જાહેર અને સરકારી વહીવટમાં કામનો ઉકેલ કરનારા કરતાં કામને ખોરંભે ચઢાવનારા અને પ્રજાને પીડવામાં હોંશિયારી, કાબેલિયત માનનારા કર્મચારીઓ ઘણા છે. આવા દેશમાં વહીવટમાં કાર્યક્ષમતા ક્યાંથી આવે? નવા રાષ્ટ્રપતિ આ અંગે કાંઇ કરી શકશે?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 

 

 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved