Last Update : 04-August-2012, Saturday

 

વૈશ્વિક આર્થિક કટોકટીમાં તાત્કાલિક સુધારો દેખાતો નથી
રાજકીય જોડાણની સમસ્યા એટલે મહારાષ્ટ્ર

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- સામાન્ય ચૂંટણીઓને ૧૮ મહિનાની વાર ઃ ટ્રેન્ડ નક્કી થઇ શકે એમ નથી ઃ અણ્ણા હજારેની ટીમને નબળો પ્રતિસાદ ઃ ચૂંટણી સિઝન આવી રહી છે, ગુજરાત- હિમાચલ- ત્રિપુરા ઘ્યાન ખેંચશે

 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી મોટાભાગનાની અપેક્ષા પ્રમાણે હતી. ૭૦ ટકા વોટ પ્રણવ મુખરજીની તરફેણમાં હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં જે કટોકટી ઊભી થઈ છે તે કંઈ બહુ ગંભીર નથી. તેને રાજકીય જોડાણોમાં ઊભી થતી સમસ્યાઓ સાથે સરખાવી શકાય. બીજી તરફ રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારની પસંદગી અને તેની ચૂંટણી સુધીની પ્રક્રિયામાં કોંગ્રેસે ક્રેડીટ મેળવી છે. મને લાગે છે કે પ્રાદેશિક પક્ષોએ તેમના વિકલ્પો શોધીને એવી રીતે વર્તવું જોઈએ કે જેથી ભવિષ્યમાં તેમની વિશ્વસનીયતાને કોઈ અસર ના પહોંચે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન રાષ્ટ્રપતિને મળવા ગયા તે પ્રશંસનીય વાત છે અને મારી નજરે તે તેમનું અનુભવી રાજકારણી તરીકેનું પગલું છે.
ભાજપ પ્રથમ ડામાડોળ થઈ ગયું હતું અને પછી ધીરે-ધીરે સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી. ભાજપ એટલું શીખી ગયું છે કે પોતાના સાથી પક્ષો જે કહેશે તે માનશે એવું નથી. જોડાણવાવા પક્ષોની સ્થિતિ કુલ સંખ્યા પર આધારીત હોય છે. તેમજ સામાન્ય ચૂંટણીઓ આડે હજુ આપણી પાસે ૧૮ મહિનાઓ છે. આગામી મહિનાઓમાં હજુ ઘણી ચડ-ઉતર આવશે. છેલ્લી દશ વિધાનસભાની ચૂંટણીઓ જીતનાર તમામ લોકો પર નજર કરવા જેવી છે શું આ લોકો આગામી લોકસભાની ચૂંટણી જીતી શકે એમ છે ? જો તેમણે સારી કામગીરી કરી હોય તો આ પ્રશ્નનો જવાબ ‘હા’માં આપી શકાય. આર્થિક ગ્રોથ અને રોજગારી માટે કોઈ કરિશ્માની આશા રાખવામાં આવે છે. ૧૮ મહિનામાં શું થશે તે અંગેનું ભાવિ ભાખી શકાય એમ નથી. તમામ કટોકટી ભર્યા મુદ્દે યુ.ટર્ન આવે એવી સૌને આશા છે.
રાષ્ટ્રપતિ પદે વરાયેલા પ્રણવ મુખરજીએ ઘણું કહ્યું છે, પરંતુ એક મુદ્દો જે મને સ્પર્શી ગયો છે તે રાજકીય પક્ષો વચ્ચેની હુંસાત્તુશીનો છે. જે લોકો રાજકારણમાં છે તે તેમની આ વાત સાથે ૯૯ ટકા સંમત થશે. નામાંકિત ટીવી ચેનલો પર વ્યક્તિઓ પ્રતિસ્પર્ધી માટે જે આકરી અને ઉતરતી કક્ષાનો ભાષા પ્રયોગ કરે છે તે દુઃખદ કહી શકાય. ચૂંટણીમાં હાર-જીત એ તો સક્રિય રાજકારણીનો એક ભાગ છે. વઘુ પડતો દેખાવ કામમાં આવતો નથી. તેનું ઉદાહરણ એ ટીમ અણ્ણા છે. તેમણે ખરા સમયે પ્રજાનો અને રાજકીય પક્ષોનો ટેકો ગુમાવ્યો હતો કેમ કે તે તેમની ભાષા પર કાબુ રાખી શકતા નહોતા. કમનસીબી તો એ છે કે ટીમ અણ્ણા વિશ્વાસ ગુમાવી ચૂકી છે, જે લોકો તેમની વાત માનવા તૈયાર નથી તેમની સામે તેઓ તેજાબી ભાષાનો પ્રયોગ કરે છે. કેટલાક લોકોના સાથે આયોજન બઘ્ધ ભૂખ હડતાળ પાડવામાં આવે છે કેટલાક ટીવી નેટવર્ક તેના કવરેજ આપ્યા કરે છે પરંતુ ટીમ અણ્ણાને ખૂબ ઓછો ટેકો મળી રહ્યો છે તેમના સભ્યો જે ભાષા વાપરે છે તેની પણ ટીકા થાય છે.
મેં અગાઉ લખ્યું હતું કે ૨૦૧૪ના ચૂંટણી જંગમાં ચોક્કસ ટ્રેન્ડ અંગે કંઈ કહી શકાય એમ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે રાજ્યોમાં લઘુમતીની સંખ્યા મોટા પ્રમાણમાં છે તેમણે ક્યાં તો પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો કે ગેરહાજર રહ્યા હતા. પશ્ચિમ બંગાળ, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ વગેરેમાં ટીએમસી, જેડી(યુ), એસપી, બીએસપી, ટીઆરએસ, વાએસઆર કોંગ્રેસ, ટીડીપી (ગેરહાજર) અને ડાબેરીઓએ વોટ આપ્યા હતા. આ રાજ્યોમાં લઘુમતીઓની સંખ્યા વિશેષ છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં શિવસેનાએ યુપીએ-ટુ ના ઉમેદવારને વોટ આપ્યા હતા આ બઘું શું સૂચવે છે ?! જોકે આ સ્થિતિના કારણે કોઈ નવા જોડાણનો સંકેત આપી શકાય એમ નથી પરંતુ તેનાથી કોંગ્રેસને તક મળે છે અને ભાજપને ચેતવણી મળે છે. આ બધી ઘટના એવું પણ સૂચવે છે કે પ્રાદેશિક પક્ષોમાં બીજા આંતરિક જુથો ઉભા થશે. રાજકારણ એ કોઈ અંગત ગમા-અણગમા સાથે જોડાયેલું નથી પણ મતદાર મેળવવા કરાતી બાંધ છોડ સાથે જોડાયેલું છે જે રાજકીય પક્ષો અને તેમના નેતાઓનું દિર્ધાયુષ નક્કી કરે છે.
અગાઉ મેં લખેલા સાથે સૌ સંમત થશે કે આપણે વૈશ્વિક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે આપણને હવે નેગેટીવ વિચારસરણી પોષાય તેમ નથી. એક તરફ આપણી પાસે વહિવટ માટેની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી એટલે મુંઝવણો વધે છે. વડા પ્રધાનની ઓફીસ એમ સૂચવે છે કે ચોમાસું ૯૬ ટકાના બદલે ૯૨ ટકા રહેશે. મને લાગે છે કે પ્રદેશ અનુસાર કેટલો પાક થશે વગેરે અંગે પણ સ્પષ્ટતા થવી જોઈએ. આપણા માટે આ કંઈ મોટી વાત નથી અનાજની જાત વૈશ્વિક દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ તે પણ સમજવું જોઈએ. અર્લ-નીનોની અસર દરેક દેશમાં વર્તાશે પશ્ચિમના દેશોમાં ૨૦-૪૦ ટકા ખાદ્ય અનાજના ક્ષેત્રે રહેશે એવું સૂચવતા રીપોર્ટ હું જોઈ રહ્યો છું. વૈશ્વિક સ્તરના હવામાન રીપોર્ટ અને અનાજની જાતના રીપોર્ટ તૈયાર કરવા જોઈએ. જ્યાં સુધી દિલ્હીને લાગે વળગે છે ત્યાં સુધી સીએનએન / બીબીસી પર આવતા કલાકના, દૈનિક અને અઠવાડીક આગાહીઓ ખોટી પડે છે કેમ કે દિલ્હીમાં વરસાદ લૂપા-છુપીનો ખેલ રમી રહ્યો છે. આપણે આશા રાખીએ કે આગામી અઠવાડીયું હવામાનની આગાહી વઘુ સારી માહિતીવાળી મળે અને નબળા વરસાદની અસરો અંગે પણ માહિતી મળે...
હું કોઈ ચડ-ઉતરવાળા સિન્ડ્રોમમાં નથી માનતો યુરોપમાં તાત્કાલીક કોઈ સુધારો થાય એમ લાગતું નથી દર અઠવાડીયે ગ્રીસ, સ્પેન, ઈટલી કે પોર્ટુગલમાં અવઢવ જેવી સ્થિતિ ચાલુ રહે છે. યુકે અને યુરોપનો સંયુક્ત જીડીપી અમેરિકા કરતા વઘુ નથી. જેમાં સુધારો થતા એકાદ દાયકો લાગશે. આપણે ૧૦૦ નિષ્ણાતો પાસે ઓપીનીયન લઈ એ તો ૧૦૦ જુદા-જુદા એસેસમેન્ટ મળે એમ છે. તાત્કાલીક સુધારણા માટે કોઈ ચમત્કાર હોતા નથી. જો યુરોપ મંદુ પડે છે તો બધાને અસર પડે છે. જ્યારે ચીનનો જીડીપી ૧૨ થી ૭.૫ ટકા પર પહોંચે અને ભારતનો જીડીપી ૯ થી ૬ ટકા પર પહોંચે ત્યારે તે આપણને તેમજ બાકીના બધા દેશોને અસર કરે તે સ્વભાવિક છે. આમ આપણે વૈશ્વિક આર્થિકતંત્રમાં મંદી જોઈ રહ્યા છીએ. જાપાને તાજેતરમાં જંગી ખાદ્ય જાહેર કરી છે કેમ કે તેની નિકાસ ડામાડોળ બની ગઈ હતી. વૈશ્વિક આર્થિક મંદીની ઝપટમાંથી બહુ ઓછા દેશો બચી શક્યા છે.
નવા રાષ્ટ્રપતિના શપથ લેવાઈ ગયા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ કોઈ મોટા મુદ્દો બનવાની નથી પરંતુ બધાનું ઘ્યાન મહારાષ્ટ્ર પર કેન્દ્રિત થયું છે પરંતુ સાચો મુદ્દો શું છે તે ક્યારે સપાટી પર નહીં આવે. કોંગ્રેસ અને એનસીપી યુઘ્ધ વિરામ જાહેર કરશે કેમ કે વિવાદમાં સેન્સ વિહોણો છે. મેં ગયા અઠવાડીયે લખ્યું હતું કે જો પશ્ચિમ બંગાળમાં ટીએમસી (મમતા બેનરજી) અને મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ જો વિવાદનું બટન દબાવશે તો તેનો લાભ અનુક્રમે ડાબેરી પક્ષો અને એનસીપીને મળશે. રાજકીય સમાધાનને કોંગ્રેસ મોવડીઓ આવકારશે. બને પક્ષ એકબીજા પર વિશ્વાસ વધશે ત્યારે મતદારોને ઘ્યાનમાં રાખીને પણ સમાધાન શોધાશે.
આપણી સમક્ષ ચૂંટણીની સિઝન આવી રહી છે જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરાનો જંગ સૌને આકર્ષશે. આ દરેક ચૂંટણીઓ મહત્વની છે. મનને લાગી રહ્યું છે કે માર્જીનમાં ઓછી બેઠકો સાથે પણ ભાજપ જીતશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ આગળ છે. ત્રિપુરા વિશે મારી પાસે ઘણી ઓછી વિગતો છે પરંતુ જ્યારે ટીએમસી દ્વારા બંગાળમાં પરિવર્તન આવ્યું છે એમ કોંગ્રેસ ત્રિપુરાના ડાબેરીઓ સામે જોખમ ઉભું કરી શકે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 

 

 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved