Last Update : 04-August-2012, Saturday

 

વર્લ્ડ નંબર વન ચાઇનીઝ ખેલાડી વાંગે સાયનાને ૧૩-૨૧, ૧૩-૨૧થી હરાવી
બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે

બ્રોન્ઝ મેડલ માટે સાયનાનો મુકાબલો વર્લ્ડ રેન્કિગમાં બીજો ક્રમાંક ધરાવતી ચીનની ક્ષીન વાંગ સામે થશે

લંડન,તા.૩
ઓલિમ્પિક બેડમિંટનમાં ભારતની ડ્રીમ ગર્લ સાયના નેહવાલની વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીતવાની આશાનો અંત આવી ગયો છે. લંડનના વેમ્બલી એરિનામાં રમાયેલી સેમિ ફાઇનલમાં ભારતીય ખેલાડી સાયનાનો ચીનની વર્લ્ડ નંબર વન યીહાન વાંગ સામે ૧૩-૨૧, ૧૩-૨૧થી પરાજય થયો હતો. જો કે સાયના ભારતને બ્રોન્ઝ મેડલ અપાવી શકે છે, જે માટે તેણે આવતીકાલે ચીનની જ વર્લ્ડ રેન્કિગમાં બીજો ક્રમાંક ધરાવતી ચીનની ક્ષીન વાંગને હરાવવી પડશે.
વેમ્બલી એરિનામાં સાયનાનો ઉત્સાહ વધારવા માટે મોટા પ્રમાણમાં ભારતીય ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે સાયના જીતી શકી નહતી પણ તેણે લડાયક દેખાવ કરીને ચાહકોનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. પરાજય બાદ સાયનાએ કબુલાત કરી કે, તેની હરિફ ખેલાડી યીહાન તેના કરતાં વધુ ઝડપી હતી અને તેના કારણે તેને પરાજય સહન કરવો પડયો હતો. હૈદરાબાદી ગર્લ સાયના નેહવાલની રમત કંગાળ રહી હતી અને શરૃઆતથી જ ટોપ સીડ ચાઇનીઝ ખેલાડી તેના પર હાવી રહી હતી. સાયના રેલીસમાં વિજય મેળવવામાં નિષ્ણાત છે તેની જાણ હોવાથી યીહાન માત્ર ત્રણ-ચાર શોટમાં જ પોઇન્ટ મેળવવી લેવાનો પ્રયાસ કરતી અને તેમાં તે સફળ થતી હતી.મેચની સૌથી લાંબી રેલી ૩૮ સેકન્ડની હતી, જ્યારે સૌથી ટુંકી રેલી માત્ર ૧૦ સેકન્ડની હતી.
પરાજય બાદ સાયનાએ સ્વિકાર્યુ કે તેની હરિફ તેના કરતાં વધુ ઝડપી હતી અને તે કોર્ટમાં ઝડપથી મુવમેન્ટ કરી શકતી નહતી. જેનો ફાયદો તેની ચાઇનીઝ હરિફે ઉઠાવ્યો હતો. સાયનાનો મુકાબલો હવે ચીનની વર્લ્ડ રેન્કિગમાં બીજો ક્રમાંક ધરાવતી ચીનની ક્ષીન વાંગ સામે થવાનો છે.
બીજી સેમિ ફાઇનલમાં ચીનની જ લી ક્ષુરૃઇએ તેના જ દેશની વાંગને ૨૨-૨૦, ૨૧-૧૮થી હરાવી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved