Last Update : 04-August-2012, Saturday

 
 

વિજય કુમાર સિલ્વર મેડલ જીતતા દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું
ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

૨૭ વર્ષીય વિજય કુમાર હિમાચલનો વતની છે ઃ કોમન વેલ્થ ગેમ્સમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી ચૂકયો છે

૨૦૦૭માં વિજય કુમારને અર્જુન એવોર્ડ મળ્યો હતો


લંડન, તા. ૩
વિજય કુમારે આજે અણધારી ખુશી અને ગૌરવ અપાવતા ભારતમાં ફરી અભિનંદનની આપ-લે અને ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. ગગન નારંગે શુટિંગમાં ૧૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો. તે પછી ભારતને શૂટિંગમાં ડબલ ટ્રેપ ઇવેન્ટમાં રોંજન સોઢી મેડલ અપાવશે તેવી ખાતરી અને આખરી આશા હતી. સોઢીએ તેના ઇવેન્ટમાં નિરાશ કર્યા હતા. પણ આજે વિજય કુમારે જયારે આખરી છ કવોલીફાય શુટરોમાં પ્રવેશ મેળવ્યો ત્યારે જ અચાનક તે મેડલ જીતી શકે તેવી શકયતાના સમાચાર રમત વર્તુળમાં ફેલાયા હતા. ખરેખર તો ભારતીય કેમ્પમાં કે વિવેચકોએ વિજય કુમારને મેડલના દાવેદાર તરીકે પણ ગણનામાં નહોતો મૂકયો. તેાં પણ વિજય કુમાર આ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલના ઇવેન્ટમાં છેક ૩૧માં ક્રમે રહેતા આ ૨૫ મીટરના ઇવેન્ટમાં પણ તેના દેખાવ પર નજર રાખવાની શરૃના તબક્કે ત્યાં ઉપસ્થિત મિડિયાએ પણ નોંધ લેવાનું ટાળ્યું હતું.
૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકમાં ભારતના શુટિંગ ઇતિહાસમાં અને વ્યકિતગત ઇવેન્ટમાં સૌ પ્રથમ સિલ્વર મેડલ મેળવનાર રાજ્યવર્ધન રાઠોર બન્યો હતો. તેણે ટ્રેપ એન્ડ શૂટમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે ભારતને તેના ઇતિહાસનો બીજો સિલ્વર મેડલ પણ જોગાનુજોગ શુટિંગની રમતમાં જ મળ્યો છે.
૧૯૮૫માં જન્મેલ વિજય કુમાર હિમાચલ પ્રદેશના હમીરપુર જીલ્લાનો વતની છે. હાલ તે ભારતીય સેનામાં સુબેદાર છે. સ્વાભાવિક છે હવે તેેેને પ્રમોશન તો મળશે જ પણ તેમજ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ઇનામોની વર્ષા થશે. અત્યાર સુધી અફસરોને તેમજ રાજકારણીઓને સલામી આપતા આ સુબેદારને આજની સિદ્ધિ બદલ સમગ્ર ભારતે સલામી આપવી પડે તેમ છે.
ભારતીય શૂટિંગ વર્તુળમાં તો છેલ્લા સાતેક વર્ષથી એટલે કે તે ૨૦ વર્ષનો હશે ત્યારથી તેનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે. તેને છેક ૨૦૦૭માં અર્જુન એવોર્ડ એનાતય થયો હતો. ૨૦૦૬ અને ૨૦૧૦ની કોમન વેલ્થમાં મળીને તેણે કલ પાંચ ગોલ્ડ અને એક બ્રોન્ઝ જીત્યા હતા.
તે એર પિસ્તોલનો વ્યકિતગત અને પેર્સનો પણ ઉત્કૃષ્ટ શૂટર છે. આ ઉપરાંત ૨૧ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ, ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ, ૧૦ મીટર એર પિસ્તોલના પણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ઉતરતો હોય છે.
ગત મે મહિનામાં અમેરિકામાં ફોર્ટ બેઇજિંગમાં યોજાયેલી વર્લ્ડ કપ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને વિજય કુમાર આ ઓલિમ્પિક માટે કવોલીફાય થયો હતો.
૨૦૦૯ના બેઇજીંગમાં રમાયેલ વર્લ્ડ કપ શૂટિંગમાં પણ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
વિજય કુમારે સિલ્વર મેડલ જીત્યો હોઇ હવે ગગન નારંગને તેના આખરી રહેલ પ્રોન ઇવેન્ટમાં એકલા જીતવાની પ્રેરણા મળી શકે તેમ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved