Last Update : 04-August-2012, Saturday

 

ઉંદરસેના ઝિંદાબાદ

 

ભરચક કરીને એક જંગલ છે. હા, એનું નામ જ ભરચક ! પશુ-પંખી, ઝાડ-પાન, નદી, નાળાથી એ ભરચક હતું. તેથી તો નામ પડ્યું ભરચક ! બધા હળી-મળીને રહે. પોતાના સમૃદ્ધ જંગલને કોઈ નુકસાન ન કરે. કોઈ - કોઇને રંજાડે નહીં.
આ સુખની ઈર્ષા બાજુના જંગલવાળા કરે. તેઓની એક જ વેતરણ કે કેમ કરીને ભરચકને વેરાન કરી નાંખવું. તેના માટેના કાવાદાવા સતત કર્યા કરે. ભરચકની એકતા તોડવા માટે નિતનવા ગતકડાં કરે પણ ફાવે નહીં. એવામાં થોડા આળસુ વાંદરા તેઓની વાતમાં આવી ગયાં. તેઓને ભરચકવનને નુકસાન કરવાના બદલામાં મહેનતાણું મળવા લાગ્યું. આ વાત બીજા વાંદરાઓના ઘ્યાને આવી. તેમણે તો સખત વિરોધ કર્યો. તેઓએ જઈને વનરાજ સંિહને ફરિયાદ કરી પણ સંિહે કંઈ ખાસ મહત્ત્વ ન આપ્યું.
આ બાજુ પેલા વાંદરાઓ તો હુપા-હુપ કરતાં કરતાં ઝાડ ઉપર કૂદતા જાય ને જે હાથમાં આવે તેને તોડી-ફોડી નાંખે. ઝાડ-પાનનો કચ્ચરઘાણ કરી નાખવા લાગ્યા. નાનાં પંખીને શાંતિથી બેસવા ન દે. તેમના માળાને પીંખી નાંખે. પ્રાણીનાં પૂંછડાં ખેંચી આવે. આવા બધા તોફાનથી જંગલમાં હાહાકાર થઈ ગયો. બધા પ્રાણીઓ ભેગાં મળીને વનરાજ સંિહ પાસે ફરિયાદ લઈને ગયાં. શાણા વાંદરાઓ પણ તેમની સાથે હતાં. તેમણે સંિહને કહ્યું પણ ખરું કે, વનરાજ અમારી વાત તમે પહેલાંથી જ ઘ્યાન પર લીધી હોત તો આજે આ દશા ન થાત, વાત આગળ વધી ગઈ છે.
વનરાજને પોતાની ભૂલ સમજાણી. તેમણે તાત્કાલિક બધાં પ્રાણીઓની સભા બોલાવી. પેલા તોફાની વાંદરાઓ ન આવ્યા. તેઓની હંિમત જોઇને સંિહ તો ઘૂવાં-પૂવાં થઈ ગયો. તેણે તો જોરથી ત્રાડ નાંખી. પેલા વાંદરાઓ ત્રાડ સાંભળી તો બી ગયા કે હવે શું થશે ? પાછા સંિહથી ડરે ખરા, હોં !
સંિહે હુકમ કર્યો કે તાત્કાલિક આવો નહંિતર તમારી ખેર નથી કાં તો પછી અમારું વન છોડીને જતા રહો. અહીં રહેવું હોય તો દરેકે આ જંગલના નિયમોનું પાલન તો કરવું જ પડશે. પેલા વાંદરાઓ બીતા-બીતા આવ્યા તો ખરા. સંિહે પૂછ્‌યું ઃ
‘‘અલ્યા ડફોળો, તમે કેમ આપણા ભરચક વનને નુકસાન કરો છો ?’’
એ ટોળાનો સરદાર ઊભો થયો અને બોલ્યો ઃ ‘‘સંિહ...’’
સંિહ તો એકદમ ચમક્યો. આ શું વનરાજ કહેવાને બદલે સંિહ કહે છે ! તેનો પિત્તો ગયો. તેની મૂછ ઊંચી નીચી થવા લાગી. શાણા વાંદરાઓ ભોંઠા પડ્યા. સંિહે ત્રાડ નાંખી,
‘‘અલા એ, તું શું બોલે છે તેનું તને ભાન છે ? હું વનરાજ. મને સંિહ કહેતાં તારી હંિમત કેમ ચાલી ? હું તમારો રાજા છું.’’ પેલો વાંદરો પાછો બોલ્યો,
‘‘અમે આ જંગલને અમારું નથી માનતા. તેથી તું અમારો રાજા નૈ. એ તો ઠીક છે સંિહ તો કહું છું, સંિહડો તો નથી કહેતો.’
વનરાજનું મગજ બરોબર ફાટયું.
‘અલ્યા એ, તમે ખાવ છો, પીવો છો, રહો છો, તો અહીં. તમારું બઘું જ અહીં અને તમો કહો છો તમે આ જંગલને તમારું નથી માનતા ! તમારા બાપ-દાદાઓ તો અહીં જ જીવ્યા, મર્યા ને તમે આવું કહો છો ! તમારા કાન કોઈએ ભંભેર્યા લાગે છે. પણ કાન ખોલીને સાંભળી લો કે અહીં રહેવું હોય તો અહીંના નિયમોનું પાલન કરવું પડશે. નહીંતર પછી જોવા જેવી થશે...’
પેલા વાંદર ટોળાએ પણ હુંકાર કર્યો કે, થાય તે કરી લ્યો જાવ. એમ બોલીને તે તો જતાં રહ્યાં.
બધા તો વિચારમાં પડી ગયાં કે કરવું શું ? પણ વનરાજ ગભરાણા નહીં. તેણે તો પોતાની ઉંદરસેનાને હુકમ કર્યો કે પેલા વાંદરાને પહોંચી વળો. પછી તો કહેવું શું ?
રાત પડે વાંદરાઓ સૂતા હોય ત્યારે વાંદરાઓના ઘરમાં ધૂસી જાય. વાંદરાઓને ફૂંકી ફૂંકી ને કરડવા લાગ્યા. ખાસ કરીને પગના તળિયા કરડી ખાધા. વાંદરાઓને હવે હુપા હુપ કરવામાં તકલીફ પડવા લાગી. ઉંદરોએ ફોલી ખાધેલા પગમાં પાક થઈ ગયો હતો. કોઈ કોઈને તેમાં જીવડા પડ્યા હતાં. ભાગી શકતાં ન હતાં તેથી બાકીના પ્રાણીઓ તેમને હેરાન કરવા લાગ્યા. તેના પૂંછડા ખેંચવા લાગ્યા. બધા પ્રાણીઓ તે વાંદરાઓને વારાફરતી હેરાન કરે તેથી તેઓને ઊંઘવા પણ મળતું ન હતું. તેઓ તો ગાંડા થઈ ગયા. જેઓએ તેમની કાન ભંભેરણી કરી હતી તે અડબાવ વનના રાજા પાસે ગયાં.
અડબાવ વનના પ્રાણીઓ તો સડેલા, ગાંડા વાંદરાઓને જોઈને નાકનું ટીંચકું ચડાવવા લાગ્યા. તેમના રાજાએ પણ તેઓને તોછડાઈથી પૂછ્‌યું,
‘‘અહીં શું લેવાને આવ્યા છો ?’’
‘‘મહારાજ વનરાજ, અમે તો મુસીબતમાં મુકાણાં છીએ. અમારા ભરચક વનમાં રહેવું અમારા માટે મુશ્કેલ થઈ ગયું છે. અમારી જાતના વાંદરાઓ પણ અમારાથી આઘા રહે છે. અમારી સાથે દરેકે સંબંધ તોડી નાખ્યા છે. હવે અમને તમારા વનમાં સમાવી લો.’’
અડબાવ વનવાળાને થયું કે આ બલા તો માથે પડી. પોતાના વનમાં મુશ્કેલીનો પાર નથી ત્યાં આને ક્યાં નાંખવા ?
વાંદરાઓના સરદારે ખૂબ વિનંતી કરીને કહ્યું કે અમને અપનાવી લો. હવે અમે ભરચક વનમાં રહી શકીએ તેમ નથી. ત્યાંની ઉંદરસેના અમને જીવવા દે તેમ નથી.
અડબાવ વનનો રાજા મોં બગાડીને બોલ્યો.
‘‘અમે તમારો વિશ્વાસ કેમ કરીએ ? તમારે ત્યાં જે કહેવત છે કે, બાપના ન થાય તે બાવાના કેમ થાય ?’’ તે જ કહેવત અમારે ત્યાં પણ છે. તમારા જેવા વિશ્વાસઘાતીનો વિશ્વાસ કરીએ એવા મૂરખ અમે નથી.’’
વાંદરાઓનું ટોળું તો ભારે ભોંઠું પડ્યું. તેઓને તો કાપે તો લોહી ન નીકળે હોં ! હવે જાય ક્યાં ? પણ એક વાંદરી સમજુ હતી. તેણે કહ્યું કે ચાલો આપણે આપણા વનરાજાની માફી માંગી લઈએ. બધાં પ્રાણીઓની માફી માંગી લઈએ. આપણા પ્રાણીડાંઓ ઉદાર છે. આપણને માફ કરી દેશે. બધાને આ જ એક રસ્તો દેખાણો. પોતાની ભૂલ પર પસ્તાવો કરતાં પાછા ફર્યાં.
બીજા દિવસે ભરચક વનમાં ભરચક ઉત્સાહનું અને ઉત્સવનું વાતાવરણ હતું. કેમ કે એમના ઘર ભૂલા ભાંડરૂં ઘરે પાછાં આવ્યાં હતાં.
ઉંદરસેના ચૂં...ચૂં...ચૂં... કરતી બધે ફરી વળી.
- વંદના શાંતુઇન્દુ

Share |
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved