Last Update : 04-August-2012, Saturday

 
પેરિસનો દરજી

મધપુડો - હરીશ નાયક

- એ દરજીએ રાજકુમારીનો એવો ફેશનેબલ પોશાક તૈયાર કર્યો કે રાજકુમારી તેને જ પરણવા તૈયાર થઈ ગઈ
- પણ કુંવરીબા, આપણાથી દરજીને ન જ પરણાય
- કુંવરીબા ! આપણે તો રાજકુટુંબનો જ રાજકુંવર જોઈએ

પેરિસનો એ દરજી. ભારે આનંદી મોજીલો અને ખુશખુશાલ. કબીરજી જેમ વણકર હતા,કાપડ વણતાં, ભજનો વણતાં, તેમજ દરજીભાઈ સંચા સાથે હાથ-પગ ચલાવે ત્યારે મનગમતાં ગીતોય લલકારતા.
તેમના દરજી કામની ભારે વાહવાહી. નાનાથી માંડીને મોટા રાજનેતાઓ કપડાં સિવડાવવા આવે. બધાને ખુશ કરી દે તે. કદી મોડું કરે નહિ, મોડું થાય તો સામે બેસાડી મીઠા-મઘૂરાં ગીતો સાથે તરતો તરત પોશાક સીવી દે. સાથે જ શુભેચ્છા પાઠવે ઃ ‘‘આ પોષાકમાં તમે દેવ જેવા લાગો છો. જાવ, ફત્તેહ કરો.’’
નવરાશ તેને હતી જ નહિ. છતાં નવરાશ કાઢી તે પોતાની સાયકલ પર સહેલગાહે નીકળી પડે.
તે ભલો, તેની સાયકલ ભલી, તેનાં ગીતો ભલા. જળાશય હોય કે જંગલ, પહાડી હોય કે પરગણું, તેને મન બઘું સરખું.
એક દિવસ તે એવી રીતે ગાતો ગાતો જતો હતો. વચમાં વચમાં તેને થોભી જવું પડ્યું. તેના પોતાના સૂરમાં કોઈ બીજા સૂર ભળી જાય છે કે શું ? એકલાનાં ગીતો આ બેકલાં ેકમ બની જાય છે ?
બને જ ને ! કોઈક રૂપસુંદરી પોતાની ઘોડાની બગીમાં ગીતોની રમઝટ રેલાવતી હતી. ઘોડોય મસ્તીમાં હતો, તેય બેફામ બની હતી. લગામ વધારે ખેંચાઈ ગઈ હશે ! પૈંડું જરા હાલી ગયું. ગીત ‘ઓ...’ શબ્દ સાથે અટકી પડ્યું. સુંદરી પડી ગઈ.
પોતાનું ગીત, પોતાની સાયકલ અટકાવી દરજી પહોંચી ગયો. સાર સંભાળથી સ્વસ્થ બનાવી સુંદરીને ફરીથી તેની બગીમાં ગોઠવી આપી.
કોઈ વાત સૂઝી નહિ. સુંદરી જવા લાગી.
દરજીથી પૂછાઈ ગયું ઃ ‘‘આપનું નામ ?’’
જતી રૂપસુંદરીએ, લહેરાતી ગીતાવલીમાં જવાબ આપ્યો ઃ ‘‘બાવીસ.’’
દરજીએ કહી દીઘું ઃ ‘‘મારૂં નામ પચીસ.’’
‘‘યાદ રાખશો ?’’ કહેવાની જરૂર હતી જ નહિ. યાદ રહી જાય તેવી જ ઘટના હતી.
રાજકુમારી મહેલે પહોંચી ગઈ. ગાતી ગણગણતી રહી. માતા પિતા દરબારીઓ સાહેલીઓ બધાં પૂછતાં રહ્યા ‘‘કોઈ ખુશી સમાચાર બાવીસ ?’’
જવાબમાં રાજકુમારીએ ગીત વહેતું મૂક્યું ઃ ‘‘મારાથી પડાઈ જશે ખુશીની ચીસ, આજે મને મારગમાં મળી ગયો પચીસ.’’
કુટુંબ કબીલા અને દરબારીઓ ય ગાવા લાગ્યા ઃ ‘‘બાવીસને મળી ગયો પચીસ, હવે મિસિસ બનશે મિસ.’’
આ બધી રાજકુટુંબોની રામાયણ. એમ તો રાજકુમારી સોળ/અઢાર વર્ષની થાય તે પહેલાં જ મૂરતિયાં શોધાઈ જાય. પણ એ મૂરતિયો કોઈક રાજકુટુંબનો જ હોવો જોઈએ. હવે આજાુબાજાુ તમામ જગાએ તપાસ કરતાં બે જ મૂરતિયા મળતા હતા. એક હતો પંચ્યાસી વર્ષનો, બીજો હતો બાર વર્ષનો. બેમાંથી જ પસંદગી કરવાની હતી. રાજકુમારીને તે મંજૂર ન હતું. તેમાં જ તે થઈ ગઈ બાવીસ વર્ષ જેટલી મોટી. હવે તો એનું નામ જ પડી ગયું બાવીસ.
હવે પચીસ નામનો જે મૂરતિયો મળી ગયો હતો, એ ક્યાંનો હતો, શું હતો, તે પાછો ક્યારે મળશે ? એ વિષે તો કોઈ જ જાણતું ન હતું. ખુદ બાવીસ પણ નહિ.
એવામાં વળી રાજકુટુંબીનો શિકારનો કાર્યક્રમ નક્કી થયો. બે-ત્રણ ડઝન ઘોડાઓ બતાવો તમારું જોંહર.
એક ઘોડો હાથમાં રહેતો ન હતો. કંઈકને ફેંકી દીધા. પેલા દરજીભાઈની નજર પડી. દોડ્યા. સવાર થઈ ગયા. પણ ઘોડો કાબૂમાં રહે ? તે તો એ દોડે જાય.... દોડે જાય....!
રાજવીઓ પાછળ પડ્યા. બાવીસને ખબર પડી ગઈ કે એ તો પચીસ હતો. તેણેય ઘોડો દોડાવ્યો !
દેખાયું એક હરણ. શિકારીઓ અને કૂતરાઓ પાછળ પડ્યા. હરણે બધાંનો દોડાવી દોડાવીને દમ કાઢી નાખ્યો. હાથમાં ન જ આવ્યું.
ક્યાંથી આવે ?
પેલા દરજીભાઈએ તેને બચાવી લીઘું હતું.
એક મઢૂલીમાં લઈ તેને ઠીકઠાક કરતા હતા. તેને ભાવતાં ભોજન ખવડાવતા હતા.
ઘોડાની એંધાણીએ આવી પહોંચી રાજકુમારી. જોયું દ્રશ્ય ઃ ‘‘ઓહ, એમ, તો તમે અમારા હરણનું હરણ કરી ગયા છો શ્રીમાન !’’
‘‘મેં તેને બચાવી લીઘું છે, દરજી એટલે કે પચીસ કહે ઃ ‘‘તમે અને તમારા કૂતરાઓ એને મારી નાખત. મારીને....’’
‘‘એની ત્વચાનો,’’ રાજકુમારી કહે ઃ ‘‘કોટ કેવો સરસ બનત ?’’
‘‘કોટ હું તમને બનાવી આપીશ,’’ દરજી કહે ઃ ‘‘એ માટે હસતા જીવોના જીવ લેવાની જરૂર નથી.’’
‘‘ચાલો’’ રાજકુમારીએ કહ્યું ઃ ‘‘બનાવી આપો.’’
પચીસને રાજકુટુંબમાં સ્થાન મળી ગયું. બધાં તેને માન સન્માન આપવા લાગ્યા.
રાજકુમારી માટે લગ્નનો પોશાક રાજવી દરજીબાઈએ બનાવ્યો હતો. રાજકુટુંબના બધાંના પોષાક એ ઘરડી બાઈ જ બનાવતી.
રાજકુમારીએ પચ્ચીસને પૂછ્‌યું ઃ ‘‘કેવો છે પોશાક ?’’
પચીસ કહે ઃ ‘‘આ બાંય સહેજ નાની મોટી છે. આ કોલરને નવી ફેશન આપવાની જરૂર છે. આ ટાંકાઓ સાદા છે, તૂટી જશે. અહીં બેવડી સિલાઈ જોઈએ, દોરીઓ રંગરંગીન હોવી જોઇએ.’’
પેલી રાજઘરાનાની દરજીબાઈ ગુસ્સે થઈને જતી રહી ઃ ‘‘તો બનાવ્યા કરો પોષાક એની જ પાસે.’’
રાજકુમારીએ પણ કહી દીઘું ઃ ‘‘તો તમે જ બનાવી દો મારો પોષાક, શ્રીમાન પચીસ.’’
બનાવ્યો જ. આહા ! કેવો સરસ, કેવો બંધ બેસતો, કેવો અનુરૂપ, કેવો વરણાગીઓ, કેવો શોભંતો, કેવો નવી જાતનો, કેવો પ્રભાવશાળી !
રાજકુમારીએ ફુલાઈ જઈને કહ્યું ઃ ‘‘આટલો સરસ પોષાક ? તમે તો કમાલ કરી, કેવી રીતે ?’’
‘‘કેવી રીતે શું ?’’ પચીસ કહેઃ ‘‘કેમ કે હું દરજી છું. આઈ એમ એ ટેલર.’’
ટે-લ-ર...?
જાણે પથરો ફેંકાયો. ખડક પડ્યો માથે. હાહાકાર મચી ગયો.
‘‘ટેલર ? આર યુ એ ટેલર ?’’
‘‘યસ, આઈ એમ એ ટેલર.’’
આખા રાજકુટુંબમાં વાત ફેલાઈ ગઈ કે ‘‘હી ઇઝ એ ટેલર, હી ઇઝ એ ટેલર, હી ઇઝ એ ટેલર.’’ એટલે કે એ કોઈ રાજકુમાર નથી. એટલે કે એ કોઈ રાજકુટુંબમાંથી આવતો નથી. એટલે કે એ કોઈ રાજવી છે જ નહિ !
ટેલર ! ટેલર !! ટેલર !!!
રાજા રાણી ગુસ્સે થઈ ગયા પૂછ્‌યું ઃ
‘‘આર યુ એ ટેલર ?’’
‘‘યસ,’’ પચીસ કહે. તે ગાવા લાગ્યો ઃ ‘‘આઈ એમ એ ટેલર. હું રૂપ આપું, હું શોભા આપું, હું શણગાર આપું, હું વટ આપું, હું વિશેષતા આપું, હું મોભો આપું, હું વૈભવ આપું, હું અનોખાઈ આપું...’’
‘‘બટ યુ આર એ ટેલર.’’
‘‘યસ. આઈ એમ જસ્ટ એ ટેલર.’’
‘‘ગેટ આઉટ,’’ રાજાએ કહી દીઘું ઃ ‘‘એક દરજી થઈને રાજ દરબારમાં પ્રવેશવાની તેં હંિમત કેવી રીતે કરી ? ગેટ આઉટ.’’
તે કહી શકત. તે ઘણું કહી શકત. તે કહી શકત કે ઃ ‘‘તમારી દીકરી-બાવીસ-ના આમંત્રણથી હું અહીં આવ્યો છું. તે કહી શકત.’’
‘‘તે બાવીસ છે, હું પચીસ છું, એટલે હું આવી શક્યો છું.’’
પણ તે દરજી હતો. સ્વમાની. લોકો તેને ત્યાં આવતા હતા તે ‘વેલ-કમ’ કરતો હતો. તેણે કોઈને ‘ગેટ-આઉટ’ કર્યા ન હતા. તે ‘ગેટ-આઉટ’ સાંભળવા તૈયાર ન હતો.
તેણે ગીત લલકાર્યું ઃ
આઈ એમ એ ટેલર, યસ,
આઈ એમ જસ્ટ એ ટેલર
અને નીકળી ગયો. પહોંચી ગયો રેલવે સ્ટેશને. ટિકીટ બારી પર પૈસા મૂકી દીધા.
ટિકિટ માસ્તરે પૂછ્‌યું ઃ ‘‘ક્યાંની ટિકિટ આપું ?’’
‘‘ગમે ત્યાંની, ‘‘દરજીને કહી દીઘું ઃ જ્યાં ગાડી લઈ જાય ત્યાંની. આઈ એમ જસ્ટ એ ટેલર.’’
આ તરફ પચીસ ગયો. પચીસના પોશાકમાં બાવીસ તો કેવી અદ્‌ભૂત રળિયામણી લાગતી હતી ! કેવી સૂમસામ હતી તે, આ ભવ્યતા તો પચીસે જ આપી હતી ને !
માતા-પિતાએ ફરજ પાડી ઃ ‘‘પરણી જા. હવે પંચ્યાસી સાથે કે બાર સાથે. એ બે જ રાજવી કુટુંબના છે.’’
‘‘નહિ,’’ બાવીસ ચીસ પાડી ઊઠી ઃ ‘‘નહિ જ, તેણે કહી દીઘું ઃ ‘‘બાવીસ જન્મી છે માત્ર પચીસ માટે.’’
‘‘પણ, હી ઇઝ જસ્ટ એ ટેલર.’’
રાજકુમારી કહે ઃ ‘‘એન્ડ આઇ વોન્ટ જસ્ટ એ ટેલર.’’
તેણે ઘોડો પલાણ્યો. દોડાવ્યો.
ગાડી ઉપડી ચૂકી હતી. ઘોડો ખબખબાવ્યો.
ગાડી અને ઘોડો સમાંતરે દોડતા હતા.
ગાડી પાટા પર, ઘોડો બાજાુમાં,
ટ્રેઈનની બારીઓ ખૂલી. બધાં જોવા લાગ્યા. પચીસે પણ જોયું. ગાડીની સાથે જ ઘોડો દોડાવતી રાજકુમારીને કહી દીઘું ઃ ‘‘ગો બેક, આઇ એમ જસ્ટ એ ટેલર.’’
રાજકુમારીએ ઘોડો બારીની સાથોસાથ દોડાવીને કહ્યું ઃ ‘‘આઇ એમ ટ્‌વેન્ટી-ટુ એન્ડ યુ આર ટ્‌વેન્ટી ફાઈવ. આઇ જસ્ટ લવ એ ટેલર, આઇ જસ્ટ વોન્ટ એ ટેલર, ઓર...’’
ઘોડો ટ્રેઈનની આગળ દોડાવીને લઈ ગઈ. પાટા ઉપર ટ્રેઈનનો સામનો કરીને ઊભી રહી ગઈ. ‘‘ચલાવી જાવ મારા પરથી ગાડી. આઇ વોન્ટ એ ટેલર.’’
સિસોટીઓ પર સિસોટીઓ મારતી ગાડી થોભી ગઈ. છૂસ્સસ ! વરાળોનું ઘૂમ્મસ્‌,
ગાડીમાંથી કૂદીને એન્જીનીયર ગાડીવાળા, પેસેન્જરો બધાં જ દોડ્યા.
સહુથી આગળ હતો પચીસ.
તેણે રાજકુમારીને બચાવી લીધી.
દરજીએ ગીત ગાયું ઃ ‘‘આઈ એમ જસ્ટ એ ટેલર.’’
રાજકુમારીએ ગીતમાં સૂર પૂરાવ્યો ‘‘આઈ વોન્ટ જસ્ટ એ ટેલર.’’
એક જ ઘોડા પર બંને જ્યારે રાજમહેલ પધારતા હતા ત્યારે બધાં જ તેમના સત્કારમાં ગીત ગાતા હતાં ઃ
હી ઈઝ એ ટેલર, જસ્ટ એ ટેલર
હી ઈઝ નોટ એ પ્રિન્સ,
હી ઇઝ નોટ એ બેરન,
હી ઇઝ જસ્ટ એ ટેલર
રાજપંડિતો જવાબ આપતા હતા.
બટ, શી ઇઝ ટ્‌વેન્ટી-ટુ
એન્ડ હી ઇઝ ટ્‌વેન્ટી-ફાઇવ
હી મે બી જસ્ટ એ ટેલર
બટ નાવ, હી ઇઝ એ પ્રિન્સ ટેલર.
આખા ફ્રાન્સમાં ગીત વહેતું થઈ ગયું ઃ
એ બાવીસી, તે પચ્ચીસી
ચૂક નથી કોઈ જરા-સી.
જરા-સરખી-સી
તે ભલેને રહ્યો દરજી
પણ એ હવે છે રાજકુમાર-દરજી
(અમેરિકન ટીવીની ટી.સી.એમ. (કલાસિક મૂવી ચેનલ) પર નિહાળેલી વિશ્વ શ્રેષ્ઠ વાર્તા શ્રેણીની એક ફ્રેન્ચ ફિલ્મની સંગીતિકા પરથી)

Share |
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved