જાણો અમિતાભ બચ્ચનના પોતાના પુન:જન્મ વિશે

 

ફિલ્મી-રસિયાઓને તો અચુક યાદ હશે પરંતુ જે લોકોને ફિલ્મ-લાઈન પ્રત્યે ઝાઝો ઉત્સાહ કે ઈન્ટરેસ્ટ નથી તે લોકોને પણ એ વાત સારી રીતે યાદ હશે કે ૨૬ જુલાઈ, ૧૯૮૨ના રોજ ફિલ્મ ‘‘કુલી’’ના શુટીંગ દરમ્યાન, સદીના મહાનાયક અને બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેના સાથી કલાકાર- પુનિત ઈસ્સ્તર સાથેના એક એકશન-દ્રશ્યમાં એક ટેબલના ખૂણા સાથે તેનું પેટ ખૂબ ખરાબ રીતે ટકરાઈ ગયું હતું, જેને કારણે તેના ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી ! અમિતાભના શરીરમાં પુષ્કળ લોહી વહી ગયું હતું અને તે ઘણા લાંબા સમય સુધી તે મૃત્યુ સામે ઝઝુમતો રહ્યો હતો. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમના અથાગ પ્રયાસોના કારણે તેને મોતના મ્હોંમા ઘકેલાતા બચાવી લેવાયો હતો. તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ સ્વયં અમિતાભ બચ્ચનની તબિયત જોવા હોસ્પિટલમાં રૂબરૂ પહોંચ્યા હતા. એટલી નાજુક સંજોગો તે દિવસોમાં ઊભા થયા હતા કે સૌ કોઈ અમિતાભ માટે પ્રાર્થના કરતા હતા. એ ઘટના એવી તીવ્ર હતી કે આજેય તેના પ્રસંશકોના રૂંવાડા ઊભા થઈ જાય છે.

 

અમિતાભે ‘કુલી’ની આ દુર્ઘટના વિષે સ્વયં લખવાનું વચન તો આપ્યું જ છે પરંતુ તેણે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે તે પોતાના બ્લોકમાં લખશે કે પછી પોતાના પુસ્તકમાં. ટિ્‌વટર ઉપર અમિતાભે લખ્યું છે કે, ‘‘યહ કાફી અદ્રુત હૈ કી મેરી દુર્ઘટના કા મુદ્દા સામને આયા હૈ. કલ એક અગસ્ત હૈ ઔર અગલે દિન દો અગસ્ત હોગા, જો મેરા દુસરા જન્મ દિવસ હૈ. ઈસ દિન કે બારે મેં ઈતની બાતેં કહી જા ચૂકી હૈ કિ ઈસકે બારે મેં બાત કરના અબ બિલકુલ અનુચિત હૈ. લેકિન મૈંને એક બાર ઉસ ઘટના કે બારે આને વાલે દિનો મેં ખૂલકર જાનકારી દેનેકા વાદા કિયા થા ઔર મૈં દૂંગા. લેકિન મૈં આપકો એલર્ટ કર સકતા હું યે સબ કુછ પઢના યા બતાના સુખદ નહીં હોગા !’’