લંડનમાં પાકિસ્તાની યુવતીને મુસ્લિમ પોશાક ન પહેરવાનું ભારે પડ્યું

 

- દિકરીએ પોસાકનો ઇન્કાર કરતાં માતા પિતાએ હત્યા કરી

 

-માબાપને જનમટીપની સજા

 

 

લંડન તા.૪

 

દીકરી પશ્ચિમી ઢબનું જીવન જીવતી હોવાથી એનું એાનર કિલીંગ કરાવનારા પાકિસ્તાની લંડનની કોર્ટે જનમટીપની સજા કરી હતી. મરનારની સગી નાની બહેને કોર્ટમાં માબાપ વિરુદ્ધ સાક્ષી આપી હતી. નાની બહેને જ્યરીને કહ્યંુ કે મારા પપ્પાએ આપા (મોટી બહેન)ને પ્લાસ્ટિકની થેલીમાં માથું નાખીને ગૂંગળાવીને મારી નાખી હતી. માબાપે ૨૦૦૩માં આ હત્યા કરી હતી.

 

પાકિસ્તાની માતા-પિતા ફરઝાના અહમદ (ઉંમર વરસ ૪૯) અને ઇફિ્‌તખાર (ઉંમર વરસ ૫૨)ને જસ્ટિસ રોડ્રિક્સ ઇવાન્સે આજીવન કેદની સજા ફટકારી હતી. પાકિસ્તાનના ઉત્તમ ગામેથી અહીં આવેલું આ દંપતી સગ્ગા કઝિન્સ છે. જસ્ટિસે કહ્યું હતું કે મિનિમમ ૨૫ વરસ તમારે જેલમાં ગાળવા પડશે.

 

વાયવ્ય ઇંગ્લેંડમાં ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જસ્ટિસ ઇવાન્સે પોતાના ચુકાદામાં કહ્યું, એ બાળા બે જુદી જુદી લાઇફસ્ટાઇલથી મૂંઝાઇ હતી. ઘર-પરિવારમાં જે રહેણીકરણી હતી અને બહાર જે રહેણીકરણી હતી એની દ્વિધામાં આ છોકરી કઇ રહેણીકરણી સ્વીકારવી એ નક્કી કરી શકતી નહોતી. તમે એને અકાળે સ્વધામ પહોંચાડી દીધી.

 

છેલ્લા એક દાયકામાં ઇંગ્લેંડમાં ઓનર કિલીંગના પચીસેક બનાવો બન્યા હતા.