બર્મામાં મ્યાનમારમાં થયેલ નરસંહારના વિરોધમાં શુક્રવારે શહેરના હજારો મુસ્લીમોએ સીદી સૈયદની જાળી પાસે જાહેર રસ્તા પર ઉભા રહીને શાંત ધરણા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ નરસંહારમાં અસંખ્ય મુસ્લીમો મોતને ભેટયા છે. અમદાવાદ મુસ્લીમ યુથ ફેડરેશન દ્વારા પોલીસની મંજુરી મેળવીને આટલા વિશાળ ધરણા કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં પણ અનેક રાજ્યોમાં મુસ્લીમો દ્વારા મ્યાનમારના નરસંહારનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)