‘ઓલ્ફ્રેડ હિચકોક શેતાન હતો,મારી કારકિર્દી બરબાદ કરી નાખી’: ટીપ્પી હેડ્રન

 

-મારી સાથે અણઘટતી છૂટ લેતો હતો

 

-હિચકોકની હીરોઇનનો આક્ષેપ

 

લોસ એંજલ્સ તા.૪

 

ઓલ્ફ્રેડ હિચકોક શેતાન હતો. એણે મારી અણઘટતી છૂટ લેવા માંડી હતી. મેં એ ન લેવા દીધી એટલે મારી કારકિર્દી બરબાદ કરી નાખી’ એવો આક્ષેપ હિચકોકની ફિલ્મ ‘ધ બર્ડસ્‌’ની હીરોઇન ટીપ્પી હેડ્રને કર્યો હતો.

 

હાલ ૮૨ વરસની ટીપ્પીના હિચકોક સાથેના વણસેલા સંબંધો હાલ એક ટીવી નાટકનું કથા-વસ્તુ બન્યા છે. એણે કહ્યું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લગતો કાયદો ૧૯૬૩માં હોત તો હું આજે અબજોપતિ હોત. ધ બર્ડસ્‌ ફિલ્મ ૧૯૬૩માં બની હતી.

 

‘મને લાગે છે કે અહીં આપણે એક એવા જિનિયસ પરંતુ શેતાની ભેજાની વાત કરીએ છીએ જે ખતરનાક બની શકતું હતું. જેમણે કદી એના વર્તન બાબત શંકા પણ ન સેવી હોય એવા લોકો પર એ જબરદસ્ત પ્રભાવ પાડી શકતો’ એમ ટીપ્પીએ કહ્યું હતું. બીબીસી અને એચબીઓ મળીને ધ ગર્લ નામે ટીવી નાટક રજૂ કરી રહ્યાં છે જેમાં સિયેના મિલર ટીપ્પી તરીકે અને ટોબી જોન્સ હિચકોક તરીકે કામ કરી રહ્યાં છે.