કેટરિના-કરીના વચ્ચે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મુદ્દે ગળાકાપ સ્પર્ધા

 

 

-પેઇન્ટ એન્ડોર્સમેન્ટનો કરાર કોને મળશે ?

 

 

-પ્રિયંકા ચોપરા આઉટ

 

 

મુંબઇ તા.૩

 

ગઇ કાલ સુધી એવી વાત હતી કે પોતાની હીરોઇન ફિલ્મમાં ડાયરેક્ટરના કહેવાથી કરીનાએ કેટરિનાની ઠેકડી ઊડાવી હતી. પરંતુ હવે એમ લાગે છે કે બંને વચ્ચે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના મુદ્દે ગળાકાપ સ્પર્ધા થશે.

 

અગાઉના અહેવાલો મુજબ પ્રિયંકા ચોપરા એક બ્રાન્ડનું એેન્ડોર્સમેન્ટ કરવાની હતી. પરંતુ હવે એને બદલે એ બ્રાન્ડના પ્રવક્તા કરીના અને કેટરિના સાથે ચર્ચા કરી રહ્યા છે.

 

બર્ગર પેઇન્ટ્‌સના ચીફ અભિજિત રૉયે કહ્યું કે અમે કરીના અને કેટરિના બંને સાથે વાત કરી રહ્યા છીએ. હજુ કશું ફાઇનલ થયું નથી. બોલિવૂડમાં થતી વાતો મુજબ ફક્ત ટેલિવિઝન એડ માટેનું આ એન્ડોર્સમેન્ટ રૂા.૩૫ કરોડનું છે. કેટરિના અને કરીના બંનેમાંથી કોણ આ એન્ડોર્સમેન્ટ મેળવે છે એ જોવાનું રહે છે.