Last Update : 04-August-2012, Saturday

 
અંતિમ સંસ્કાર ધર્મ પ્રમાણે કરવા નિર્દેશ
વૃંદાવનની વિધવાઓના મૃતદેહોના અમાનવીય નિકાલથી સુપ્રિમને આઘાત

મૃતદેહોને ટુકડે ટુકડા કરી કોથળામાં બંધ કરી ફેંકી દેવામાં આવે છે

નવી દિલ્હી, તા. ૩
વૃંદાવનની વિધવાઓના મૃતદેહોના ટુકડા કરીને કોથળાઓ ભરીને કરાતા નિકાલ બાબતે સર્વોચ્ચ અદાલતે આઘાત વ્યક્ત કર્યો હતો. અદાલતે મથુરાની સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીને સૂચના આપી હતી કે, વિધવાશ્રમમાં મૃત્યુ પામનાર મહિલાના મૃતદેહોના તેમના ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવે.
સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય મહિલા પંચ અને ઉત્તરપ્રદેશ ખાતેની તેની શાખાની પણ વૃંદાવનની વિધવાઓની દયાજનક હાલત પ્રત્યે બેદરકારી સેવવા બદલ ઝાટકણી કાઢી હતી અને રાજ્ય સરકારને આ વિધવાઓને યોગ્ય ખોરાક અને સ્વચ્છ રહેઠાણની સુવિધા પુરી પાડવા હુકમ કર્યો હતો.
ન્યાયમૂર્તિઓ ડી. કે. જૈન અને મદન બી. લોકુરની બનેલી બેન્ચે મહિલા પંચોને આદેશ આપ્યો હતો કે તેઓ પવિત્ર શહેરમાં દયનીય હાલતમાં વસતી વિધવાઓ માટે જે કર્યું છે અથવા કરવા ધારે છે એ દર્શાવતું સોગંદનામું બે સપ્તાહમાં જમા કરાવે તો બેન્ચે રાજ્ય સરકારને વિધવાઓને તબીબી સારવાર પુરી પાડવાનો હુકમ પણ કર્યો હતો. બેન્ચે વૃંદાવનની મુખ્ય તબીબી અધિકારીને આદેશ આપ્યો હતો કે તેઓ એ બાબતે ચોકસાઈ રાખે કે સપ્તાહમાં બે વખત તબીબોની ટુકડી વિધવાઓની મુલાકાત લે.
રાજ્ય સરકારના વકીલના નિવેદનને ધ્યાનમાં લઈને બેન્ચે રાજ્યના અજમાયશી અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીની બનેલી સમિતિને ચોકસાઈ રાખવાનું જણાવ્યું હતું કે તેઓ વિધવાગૃહોને પીવાના પાણીના પુરવઠા અને યોગ્ય ખોરાક પહોંચાડવામાં આવે.
અગાઉ વૃંદાવનમાં વસતી અને મંદિરોમાં ભીખ માગતી અને અસ્વચ્છ ગૃહોમાં વસવાટ કરતી વિધવાઓની કફોડી હાલત દર્શાવતી યાચિકા બાબતે સર્વોચ્ચ અદાલતે નોટિસ આપી હતી ૯મી મેએ સર્વોચ્ચ અદાલતે વિધવાઓની સામાજિક- આર્થિક પરિસ્થિતિ વિશે માહિતી એકઠી કરવા સાત સભ્યોની સમિતિ નિયુક્ત કરી હતી સમિતિએ અહેવાલ આપ્યો હતો કે વિધવાઓનું સ્વાસ્થ્ય અત્યંત નિર્બળ છે અને તેઓ દયનીય હાલતમાં જીવી રહી છે.
યાચિકા દાખલ કરનાર સામાજિક સંસ્થાઓએ એ બાબત પ્રત્યે પણ અદાલતનું ધ્યાન દોર્યું હતં કે દરરોજ સાતથી આઠ કલાક ભજન ગાવા માટે લઈ જવાતી વિધવાઓને રોજના ફક્ત રૃા. ૧૮ મહેનતાણું આપવામાં આવે છે. સામાજિક સંસ્થાઓએ એ પણ જણાવ્યું હતું કે, ઘણી ખરી વિધવાઓને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવામાં આવી છે.
મહિલા પંચે સર્વોચ્ચ અદાલતને સુપરત કરેલા અહેવાલમાં ભલામણ કરી હતી કે માબાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણના કાયદા, ૨૦૦૭ અનુસાર આવા સંતાનોને જવાબદારી સોંપવામાં આવે અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, મથુરા અને વૃંદાવન ખાતે આશરે પાંચથી દસ હજાર જેટલી વિધવાઓ ભિખારીની જેમ જીવન ગુજારે છે અને જાતીય શોષણનો ભોગ બને છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved