Last Update : 04-August-2012, Saturday

 

રાજ ટ્રાવેલ્સના માલિક ૬૧ લાખની લોન મેળવી ન શકતા આપઘાતની શંકા

મટકા કિંગ ભગતના ભાઈએ ઓફિસની જગ્યા ખાલી કરાવવા કોર્ટમાં ધા નાખી હતી ઃ આર્થિક ભીંસને લીધે ક્યારેક ઘરના નોકરોને પણ પગાર ચૂકવી નહોતા શકતા

મુંબઈ,તા.૩
રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠને બુધવારે જો ૬૧ લાખ રૃપિયા મળી ગયા હોત તો કદાચ તેમણે આત્મહત્યાનું અંતિમ પગલું લેવું ન પડત. દેવામાં ડુબેલા લલિતભાઈએ ચોપાટીના સુખસાગર બિલ્ડિંગની ઓફિસ બચાવવા માટે અંધેરીમાં એક જૂના મિત્ર પાસેથી ૬૧ લાખ ઊછીના લેવાનો આખરી દાવ ખેલ્યો હતો. કમભાગ્યે બુધવારે સવારે આ ઓળખીતા સાથેની મીટિંગમાં પૈસાની વ્યવસ્થા ન થતા તેઓ ભાંગી પડયાં હતા, અને બાંદરા-વરલી સી-લિંક ઉપરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
સુખસાગરની જગ્યા હત્યાનો ભોગ બનેલા મટકા કિંગ સુરેશ ભગતના ભાઈ વિનોદ ભગતની છે. લલિત શેઠે જગ્યાના ભાડા પેટે વિનોદભાઈને ૬૧ લાખ રૃપિયા આવવાના નીકળતા હતા. શેઠ આ રકમ ચૂકવી ન શકતા વિનોદ ભગતે જગ્યા ખાલી કરાવવા માટે ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી. વિનોદ ભગતને પૈસા ચૂકવવા માટે કોર્ટે મે મહિનાની મુદત આપી હતી. છતાં આ મુદતમાં શેઠ પૈસા ચૂકવી નહોતા શક્યા. બુધવારે સાંજે ચાર વાગ્યે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હતી.
બુધવારના એ કમનસીબ દિવસે ઓફિસ બચાવવાના છેલ્લા પ્રયાસ રૃપે અંધેરીમાં રહેતા જૂના દોસ્ત પાસેથી ૬૧ લાખ મળશે એવી આશાએ લલિત શેઠ સવારે જ ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ આ મીટિંગ નિષ્ફળ જવાથી લલિત શેઠની આશા પર પાણી ફરી વળ્યું હતું. આથી કોર્ટની સુનાવણી પહેલાં સી-લિંક પરથી ઠેકડો મારીને તેમણે આત્મહત્યા કરી હતી.
વિનોદ ભગતે કહ્યું હતું કે લલિત શેઠે તેમને પૈસા ચૂકવવાના નીકળતા હતા. લલિતભાઈના અનેક લેણિયાતો હતા, જેમાં વિનોદ ભગતનો પણ સમાવેશ થતો હતો.
લલિત શેઠ પૈસા ચૂકવી ન શકવાથી વિનોદ ભગતે તેમને વધુ ટાઈમ આપવાનો ઈન્કાર કરી ઓફિસ ખાલી કરાવવા હાઈકોર્ટમાં ધા નાખી હતી. લલિત શેઠ અને એમની કંપની કરોડોના દેવાના કલણમાં ઊંડીને ઊંડી ઊતરી ગઈ હતી. કેટલીય બેન્કો અને ટુર ઓપરેટરોની કરોડો રૃપિયાની રકમ રાજ ટ્રાવેલ્સ પાસે લેણી નીકળતી હતી.
લલિત શેઠનો પુત્ર આકાશ રાજ ટ્રાવેલ્સનો સી.ઈ.ઓ. છે. તેણે કંપનીની આર્થિક સ્થિતિ વિશે વધુ કંઈ ફોડ પાડીને કહેવાનો ઈન્કાર કર્યો હતો.
ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે લલિત શેઠ ચારે તરફથી ભીંસમાં આવી ગયા હતા. તેમને એવો પણ ડર લાગ્યો હતો કે ક્યાંક તેમની બધી જ મિલકતો અને ઘર સુધ્ધાં ગિરવે મૂકાઈ જશે. રાજ ટ્રાવેલ્સની એવી દશા હતી કે કોઈ તેની સાથે વહેવાર કરવા નહોતું માગતું. બેન્કોએ પણ વધુ ક્રેડિટ આપવાની ના પાડી દીધી હતી.
પોલીસ લલિત શેઠના કોલ રેકોર્ડ તપાસીને તેમને લેણિયાતો સાથે વાત કરીને વિગતો મેળવશે.
શેઠના પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એટલી બધી આર્થિક તકલીફમાં આવી ગયા હતા કે ક્યારેય ઘરના નોકરોને પૈસા ચૂકવવાના પૈસા નહોતા રહેતા. એમાં છેલ્લાં બે મહિનાથી તો તેઓ ખરેખરી કટોકટીનો સામનો કરતા હતા.
લલિત શેઠના પુત્ર આકાશે દાદર પોલીસને કહ્યું હતું કે, 'છેલ્લાં બે મહિનાથી આર્થિક ભીંસને કારણે મેં અમારા વિશ્વાસુ ડ્રાઈવર અજિત ઝાને પપ્પાનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. જો કે બુધવારે લલિત શેઠ વરલી ડેરી નજીક કાર થોભાવી ઉતરી ગયા હતા અને કેટલાક ફોન કરવા છે અવું બહાનું કાઢ્યું હતું. પરંતુ ફોન કરવાને બહાને તેમણે દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
લલિત શેઠ ઓળખીતા બેન્કર મિત્ર પાસેથી લોન મેળવવામાં નિષ્ફળ ગયા એના આઘાતમાં આત્મહત્યા કરી હોવાની શક્યતા તેમના પુત્ર આકાશે નકારી હતી.
એક સમયે દેશની અગ્રગણ્ય ટ્રાવેલ કંપની તરીકેની શાખ જમાવનારી રાજ ટ્રાવેલ વર્લ્ડના સી.ઈ.ઓ. આકાશ લલિત શેઠે એક અંગ્રેજી દૈનિકને જણાવ્યું હતું કે મારા પિતા ગમે એવી વિકટ પરિસ્થિતિનો મૂકાબલો કરવા માટે સજ્જ યોદ્ધા હતા. એ અસહ્ય માનસિક તાણમાં છે એવું મને ક્યારેય નહોતું લાગ્યું. મારા પપ્પા બેન્કર પાસેથી લોન મેળવવા માટે અંધેરી ગયા હતા. એવી વાત ચલાવવામાં આવે છે એ ખોટી છે. એ તો જૂના મિત્રને મળવા ગયા હતા. ત્રણ-ચાર દાયકાથી જેની સાથે ગાઢ દોસ્તી હતી એવાં મિત્રની મળવા માટે તેઓ અંધેરી ગયા હતા.
શેઠના પરિવારના જણાવ્યા પ્રમાણે લલિતભાઈ ૨૦૦૧થી બિઝનેસમાં કૈંક ઉતાર-ચડાવનો સામનો કરતા હતા. છતાં તેમણે આત્મવિશ્વાસ ગુમાવ્યો નહોતો. પુત્ર આકાશે કહ્યું હતું કે પપ્પાએ તેમની સાથે છેતરપિંડી કરી ગયેલા ટ્રાવેલ એજન્ટો સામે કેસ કર્યા હતા. એમને ખાતરી હતી કે આ કાનૂની લડતમાં તેમને જરૃર ન્યાય મળશે. મારા પિતા સામે કોઈએ ચેક બાઉન્સિંગનો કેસ કર્યો હોય તો મને ખબર નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved