Last Update : 04-August-2012, Saturday

 

આદર્શ હાઉસિંગ કૌભાંડ
કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

કેન્દ્રિય તપાસ એજન્સીને ૨૯મી ઓગસ્ટ સુધીમા વિગત આપવાનો આદેશ

(પી.ટી.આઈ.) મુંબઈ,તા.૩
મહારાષ્ટ્રમાં સત્તા પલ્ટા માટે કારણભૂત બનેલા કરોડાના આદર્શ હાઉસિંગ કૌભાંડ સંબંધમાં કેન્દ્રના બે પ્રધાનો અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો વિલાસરાવ દેશખુખ અને સુશીલકુમાર શિંદે સામે સીબીઆઈએ શું તપાસ કરી તેની વિગતો આપવાનો બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્રિય તપાસ એજન્સીને આદેશ આપ્યો છે.
કેન્દ્રના પ્રધાનો સામે સીબીઆઈએ અત્યાર સુધીમાં શું તપાસ કરી તેની વિગતો આપવા સીબીઆઈને જણાવવાની માગણી એકટીવીસ્ટ પ્રવિણ વારેગાંવકરે જનહિત અરજી (પીઆઈએલ) દ્વારા કરી હતી. આ પીઆઈએલની ન્યાયમૂર્તિઓ એસ.એ.બોબડે અને મૃદુલા ભાટકરની ડિવિઝન બેન્ચ સમક્ષ આજે સુનાવણી વખતે હાઈ કોર્ટે ૨૯મી ઓગસ્ટ સુધીમાં તપાસની વિગત રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
સોશ્યલ એકટીવીસ્ટ પ્રવિણ વાટેગાંવકરે આ અગાઉ આદર્શ કાંડના મામલે પીઆઈએલ કરી હતી.
સીબીઆઈએ થોડા સમય પહેલાં જ આદર્શ મામલે વિલાસરાવ દેશમુખ અને સુશીલકુમાર શિંદેના નિવેદનો નોંધ્યા હતા. જો કે ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન અશોક ચવાણ સહિતના ૧૩ આરોપીઓ સામે ગઈ ચોથી જુલાઈએ ચાર્જશીટ દાખલ કરી એમાં દેશમુખ અને શિંદેનો નામનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.
આદર્શ કેસના આરોપીઓની યાદીમાં બીજા નામોનો ઉમેરો કરાવવા માટે હાઈ કોર્ટ અરજદાર વારેગાંવકરને સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરવાનું સૂચન કર્યું હતું. કારણ કે વધુ નામોનો સમાવેશ કરવાનો આદેશ આપવાની સત્તા સ્પેશ્યલ કોર્ટ પાસે છે.
વાટેગાંવકરે કહ્યું હતું કે સીબીઆઈએ સ્પષ્ટતા કરવી પડશે કે તે આદર્શ કેસમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરવાની છે કે નહીં, જો કરવાની હોય તો આરોપી તરીકે કયા નામો ઊમેરવાની છે?
આદર્શ સોસાયટીના વકીલ શેખર નાફાડેએ એવી દલીલ કરી હતી કે આદર્શ સોસાયટી અને મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈની તપાસને જ કોર્ટમાં પડકારી છે એ બાબતનો પહેલાં વડી અદાલતે ફેંસલો કરવો જોઈએ.
આદર્શ કાંડની તપાસની સીબીઆઈને સત્તા છે કે નહી એ બાબતની અરજી પર ૨૯મી ઓગસ્ટે સુનાવણી કરવામાં આવશે એમ બેન્ચે કહ્યું હતું.
આદર્શ કાંડમાં નાણાંના કાળાધોળાની તપાસ ચાર અઠવાડિયામાં પૂરી કરવાનો હાઈ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટન ેઆદેશ આપ્યો હતો. પરંતુ એન્ફોર્સમેન્ટ ખાતાએ વધુ મુદતની આજે માગણી કરી હતી. આ બાબતે ઈ.ડી. વતી એડિશનલ સોલીસીટર જનરલ કે. સેતલવડે અરજી રજૂ કરી હતી. અરજી ઉપર ૨૯મી ઓગસ્ટે હાઈ કોર્ટે વિચાર કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved