Last Update : 04-August-2012, Saturday

 

ધડાકાને પગલે બાલગંધર્વનું મેટલ ડિટેક્ટર ફરી શરૃ
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

સાત બોમ્બમાં આઠથી દસ કિલો એમોનિયમ નાઈટ્રેટ ઃ ટાઈમર સાથે યોગ્ય જોડાણ ન થયું હોવાથી ધડાકાની તીવ્રતા ઓછી

પુણે,તા.૩
પુણેમાં બુધવારના સિરિયલ બ્લાસ્ટમાં જખમી થયેલા દયાનંદ પાટિલે ધર્માંતર કર્યું હોવાની શંકા અંગે તેમ જ જોર્ડન સહિત ચાર દેશોના પ્રવાસે એ કયા કારણસર ગયો હતો. તેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઉરૃલીકાંચનમાં રહેવાસી દયાનંદ પાટિલની પત્ની અને મિત્ર સહિત છ જણને પોલીસે પૂછપરછ માટે અટકમાં લીધા છે.
બુધવારે રાત્રે પુણેના જંગલી મહારાજ રોડ પર સિરિયલ બ્લાસ્ટ થયા એ પૂર્વે દયાનંદ પાટિલે તેનાં ગાઢ મિત્ર રમઝાન શેખ સાથે વારંવાર મોબાઈલમાં વાત કરી હતી. શું વાત થઈ હતી એ જાણવા માટે રમઝાન શેખ ઉર્ફે રમઝાન મલિક મુલ્લા, તેની બીબી મહેબૂબા સહિત છ જણની પોલીસે અટકાયત કરી હતી.
દયાનંદ પાટિલ મૂળ કર્ણાટકના બસવકલ્યાણ તાલુકાનો વતની છે. ઉચલીકાંચન ગામે છેલ્લા અઢી વર્ષથી રહેવા આવ્યો હતો. એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને પુણે પોલીસે બુધવારે રાત્રે જ પાટિલના ઘર પર છાપો મારીને એક પેન ડ્રાઈવ, પાસપોર્ટ તેમ મરાઠી, હિન્દી અને ઊર્દૂ ભાષામાં લખેલી ડાયરી હસ્તગત કરી હતી. પાસપોર્ટના આધારે એવું જાણવા મળ્યું હતું કે બે વર્ષ પહેલાં તે જોર્ડન અને અન્ય દેશોના પ્રવાસે ગયો હતો. જોર્ડનમાં પાટિલ સાત મહિના સુધી ચેકવ્યો હતો. પેન ડ્રાઈવરમાંથી હજી વિગતો મેળવવામાં નથી આવી.
પુણેના સિરિયલ બ્લાસ્ટની તિવ્રતા ભલે ઓછી હતી. પરંતુ આ સાત બોમ્બ ઓછા શક્તિશાળી નહોતા. સાતેય બોમ્બમાં એમોનિયમ નાઈટ્રેટ ઠાંસીને ભરવામાં આવ્યું હતું. યોગ્ય પદ્ધતિથી જોડાણ કરેલું ન હોવાથી વિસ્ટોફટની તીવ્રતા ઓછી રહી હતી અને સદ્ભાગ્યે જાનહાની થઈ નહોતી. વિસ્ફોટકનું ટાઈમર સાથે જોડાણ બરાબર નહોતું થયું એમ જાણકાર સૂત્રોએ કહ્યુ ંહતું.
પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સાતમાંથી ચાર બોમ્બમાં ટાઈમર અને ડિટોનેટર વચ્ચેના જોડાણમાં ખામી રહી ગઈ હતી. અગાઉ ૨૦૦૮-૨૦૦૯માં આવી જ રીતે યોગ્ય જોડાણના અભાવે અમદાવાદ અને સુરતમાં કેટલાક બોમ્બ ફૂટયાં નહોતા.
પુણેના જંગલી મહારાજ રોડ પર બાંલગંધર્વ નાટયગૃહ પાસે બુધવારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અત્યાર સુધી નાટયગૃહના પ્રવેશદ્વારનું મેટલ ડિટેક્ટર ક્યારેક જ ઉપયોગમાં લેવાતું હતું. કોઈ વીઆઈપી આવવાના હોય ત્યારે મેટલ ડિટેક્ટરથી જાંચ કરવામાં આવતી હતી. બાકી આ મશીન એક ખૂણામાં પડયું રહેતું હતું. પરંતુ ગઈ કાલથી મેટલ ડિટેક્ટરની તપાસ શરૃ કરી દેવામાં આવી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved