Last Update : 04-August-2012, Saturday

 
ઇન્ટરનેટ પર આધિપત્ય જાળવી રાખવા માંગતું
અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

હાલમાં અમેરિકાનાં સંગઠનો ઇન્ટરનેટની વિવિધ કામગીરી પણ નજર રાખી રહ્યા છે

(પીટીઆઇ) ન્યૂયોર્ક, તા. ૩
ઇન્ટરનેટને સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ના અંકુશમાં રાખવા માટે થઇ રહેલા પ્રયત્નોનો અમેરિકાએ વિરોધ કરવાનું નક્કી કરી લીધુ છે.હાલમાં અમેરિકાનાં વિવિધ નોન પ્રોફિટ સંગઠનો ઇન્ટરનેટનાં ટેકનિકલ સ્પેસિફીકેસન અને ડોમેઇન નેમ સિસ્ટમની કામગીરી પર નજર રાખી રહ્યા છે. આ સંગઠનો અમેરિકન સરકારની નિકટ રહી કામગીરી કરે છે પરતું સત્તાવાર રીતે તેઓ અમેરિકાનાં વાણિજય વિભાગથી મુક્ત છે.
આ વર્ષનાં અંતે અન્ય દેશો આ સિસ્ટમમાં ફેરફાર કરવા માટે દબાણ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે આ દેશો અમેરિકાને આ મુદે સંમત થવા દબાણ કરી શકશે નહીં. કોમ્યુનિકેશન ટેકનોલોજીસનાં વિકાસને પ્રેરણા આપવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની એજન્સી 'ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ યુનિયન(આઇટીયુ)'ને આપવામાં આવેલા દસ્તાવેજોમાં અમેરિકાએ પોતાનું વલણ દર્શાવી દીધુ છે.
આઇટીયુ ડિસેમ્બરમાં દુબઇ ખાતે કોન્ફરન્સનું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ રેગ્યુલેશન્સ(આઇટીઆર)ની સમીક્ષા કરવા માટે ૧૭૮ દેશોનાં પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છેે. આઇટીઆર વિવિધ દેશો વચ્ચે ૧૯૮૮માં કરવામાં આવેલી એક સમજૂતી છે. આ સમજૂતીમાં વિવિધ ટેલિકોમ નેટવર્ક વચ્ચે ટ્રાફિકનાં વહન માટેનાં અને વિવિધ દેશોની સંસ્થાઓ વચ્ચે ટ્રાફીકનાં વિનિમય માટેનાં દરો નક્કી કરવા માટેનાં નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
ઇન્ટરનેટ અને મોબાઇલ સાધનોનાં વધતા જતાં વપારાશને કારણે આ નિયમોમાં ફેરફાર કરવાની જરૃરિયાત ઉભી થઇ ેછે પરંતુ જરૃરી ફેરફાર કરવા અંગે કેટલાક દેશો સંમત થશે નહી. આ કોન્ફરન્સ માટે અમેરિકાનાં દૂત ટેરી ક્રેમરે અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી.
આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક અન્ય દેશોની સરકાર દ્વારા આપવામા આવેલા પ્રસ્તાવોથી આંતરરાષ્ટ્રીય ટેલિકોમ સેક્ટર પર રેગ્યુલેટરી બોજ વધશે અને કદાચ આની અસર ઇન્ટરનેટ સેક્ટર ઉપર પણ જોવા મળશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved