Last Update : 04-August-2012, Saturday

 

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં

કોર્ટના તિરસ્કારના નવા કાયદાને પડકારતી ૨૫થી વધુ અરજીઓ પર ચુકાદો
(પી.ટી.આઈ.) ઈસ્લામાબાદ, તા. ૩
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ત્યાંની સંસદે ઘડેલા નવા 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લો'ને બિનબંધારણીય ગણાવીને ફગાવી દીધો છે. કાયદામાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિભાગીય ગવર્નરોને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીમાંથી મુક્ત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમુર્તિઓની ખંડપીઠે 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ-૨૦૧૨'નો સ્વીકાર કરવા ઈન્કાર કર્યો હતો. આ કાયદાનો સુધારો વડાપ્રધાન રાજા પરવેઝ અશરફને કંટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી બચાવવાના પ્રયાસ રૃપે થયો હોવાનું મનાય છે. રાજા પરવેઝ અશરફ પૂર્વે વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીને આ ધારાને કારણે પદ છોડવું પડયું હતું. તે પછી સંસદના બન્ને ગૃહોમાં ધારામાં સુધારો સુચવતો ખરડો પસાર કરી રાષ્ટ્રપતિ ઝરદારીએ ૧૨મી જુલાઈના રોજ આ ધારામાં હસ્તાક્ષર કર્યા હતા. જોકે તે નવા ધારા સામે પડકારતી ૨૫ જેટલી અરજીઓ થતા પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પૂર્ણ બંધારણીય બેચ બોલાવવાનો નિર્ણય લઈને તેને વિચારાધીન રાખ્યો હતો.
તે સંદર્ભે ચુકાદો આપતા પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે અત્રે ઉલ્લેખનીય છે કે આ (સુપ્રીમ) કોર્ટને કોઈપણ કાયદાની બંધારણીયતા કે નાગરિકોના મુળભૂત અધિકારોનો ભંગ થતો હોય તે સંજોગોમાં તેની કાયદેસરતા તપાસવાનો અધિકાર છે.
કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ૨૦૧૨ને ઉતાવળે તૈયાર કરાયો હોય તેવું જણાઈ રહ્યું છે. તાજેતરમાં સાત ન્યાયમુર્તિઓ દ્વારા ૨૬-૦૪-૨૦૧૨ના રોજ લેવાયેલાં નિર્ણય અનુસાર વડાપ્રધાન કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે જવાબદાર ઠર્યા હતા અને તેને પગલે તેમને પદ પરથી દુર કરાયા હતા તેઓ પદ માટે અયોગ્ય ઠર્યા હતા. ત્યારબાદ પસાર કરવામાં આવેલા નવા ધારા અનુસાર સરકારી તંત્રવાહકો - રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિભાગીય ગવર્નરો વગેરેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના બંધનમાંથી મુક્ત રાખવા પ્રયાસ કર્યો હતો. નિષ્ણાંતોનું માનવું હતું કે તેનાથી કોર્ટની સત્તામાં ઘટાડો જ્યારે સરકારી તંત્ર વાહકોને મુક્તિ પ્રાપ્ત થતી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે તે કાયદાને લોકોએ દાખલ કરેલી રીટના આધારે બિન બંધારણીય ઠરાવતા પાકિસ્તાનમાં ફરી એકવાર સુપ્રીમ અને સંસદ સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સુપ્રીમે આ કાયદાને ગેરબંધારણીય ઠરાવતા પહેલા ભારતની સુપ્રિમ કોર્ટના કેટલાક ચુકાદાઓ ટાંક્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved