Last Update : 04-August-2012, Saturday

 
ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

રીઝહાઓમાં ૨૩ હજાર ઘરને નુકસાન ઃ ૮૩૧ લાખ ડોલરના નુકસાનનો અંદાજ

બેજીંગ, તા. ૩
ચીનમાં વાવાઝોડા તેમજ વરસાદી આંધીથી બચાવવા ૧૦ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ચીનમાં સળંગ બે વાવાઝોડા ફુંકાતા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન સર્જાયું હતું, તેના કારણે લોકોને અન્યત્ર ખસેડવા પડયા હતા. જોકે આ તોફાન દરમ્યાન એક વ્યકિતનું મૃત્યુ નિપજયું હતું.
પૂર્વ ચીનના ફયુજીઆન વિસ્તારમાં નબળું પડેલું વાવાઝોડું વરસાદ ખેંચી લાવતા આ વિસ્તારમાં ભારે વરસાદ અને આંધી જેવું વાતાવરણ સર્જાયું હતું. તેના પરિણામે માટી ધસી પડવી, ભૂસ્ખલન વગેરેના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. વાવાઝોડું કલાકના ૧૫ થી ૨૦ કિ.મી.ની ઝડપે ધીમે ધીમે ઈશાન તરફ ખસી રહ્યું છે. તેમ ફયુજીયાન હવામાન વિભાગનો હવાલો ટાંકીને શિન્હુઆ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે એકલા ફયુજીયાન વિસ્તારમાંથી જ ત્રણ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
ચીનમાં આ વાવાઝોડાને સાઓલા નામ આપવામાં આવ્યું છે. તે વાવાઝોડાએ પ્રથમ પૂર્વે હુલીઅન તેમજ તાઇવાન વિસ્તારમાં ત્રાટકીને ત્યાં ભારે પવનથી વિનાશ વેર્યા બાદ વરસાદનું તાંડવ ચાલુ થયું હતું. તેના કારણે મોટાભાગના સરકારી કાર્યાલયો તેમજ શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
વાવાઝોડું ચીનના અગ્નિકોણેથી સમુદ્રમાંથી ભૂમિમાં પ્રવેશ્યું હતું. ચીનમાં ચાલુ વર્ષે આ ૧૦મું વાવાઝોડું છે. તેના કારણે પૂર્વ ચીનના જીઆંગ્શુ પ્રાંતમાં ઝયાંગશૂઈ વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં ભારે વાવાઝોડાને કારણે જીઆંગ્શુ તેમજ દક્ષિણ વિસ્તારના સમુદ્ર કિનારે ભારે વરસાદ તુટી પડતા આ વિસ્તારમાં ખાના ખરાબી સર્જાઈ છે. શાંગડોંગ વિસ્તારના રીઝાહો વિસ્તારમાં ૧૭૪ એમ.એમ. જેટલો ભારે વરસાદ માત્ર ચારથી પાંચ કલાકમાં પડી ગયો હતો.
આજે વહેલી સવારથી જ ચાલુ થયેલા વરસાદે રીઝહાઓ શહેરમાં જ એક વ્યકિતનો ભોગ લીધો હતો. ૨૩,૭૨૩ ઘરોને નુકસાન પહોંચાડયું હતું જયારે સાડા પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેર સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ૮૩૧૦ લાખ ડોલરનું નૂકસાન થયું હોવાનો અંદાજ છે. સમુદ્રમાં માછીમારી કરી રહેલી ૪૦,૦૦૦ બોટોને પોતાના બંદરે પાછા ફરી સલામત સ્થળે ખસી જવાના હુકમો આપી દેવાયા છે. વાવાઝોડું વિનાશ વેરતું માત્ર ૧૫ થી ૨૦ કિ.મી.ની ઝડપે જ ખસી રહ્યું છે. તે ભૂમિ વિસ્તાર કયારે છોડે તે નક્કી કરવામાં વેધશાળાઓ નિષ્ફળ રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved