Last Update : 04-August-2012, Saturday

 

ટિન્ટેડ ગ્લાસ દૂર કરો ઃ દરેક રાજ્યના પોલીસ વડાને સુપ્રીમની ચેતવણી

અમલ નહીં કરનારને પોલીસ અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩
સુપ્રીમ કોર્ટે આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ(ડીજીપી) અને કમિશનર ઓફ પોલીસ(સીપી)ને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેઓ વાહનોમાં રંગીન કાચનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેમની વિરુદ્ધ કોર્ટનો અનાદર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ન્યાયમૂર્તિ બી. એસ. ચૌહાણ અને ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારે પોલીસ દળને આદેશ આપ્યો છે કે તે માત્ર દંડ વસુલ ન કરે પરંતુ તેની સાથે જ વાહનોનાં સેફ્ટી ગ્લાસ પર ચોંટાડવામાં આવેલ પર્દાથોને તાત્કાલિક દૂર કરવા માટેનાં પગલા ભરે. ન્યાયમૂર્તિ કુમારે જણાવ્યું હતું કે સેફ્ટી ગ્લાસ પર કોઇ પર્દાથ ચોટાડવા જોઇએ. કાચ પર વિવિધ પદાર્થ લગાવીને વાહનચાલકો કાયદાનો ભંગ કરી રહ્યા છે. આ કાયદાનો કડક અમલ થવો જ જોઇએ. હાલનાં તબક્કે અમે ડીજીપી અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી રહ્યા નથી પરંતુ સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જો આ આદેશનો સ્વીકાર કરવામાં નહી આવે તો કોઇ પણ પ્રકારની નોટીસ આપ્યા વગર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ્સ એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી શરૃ કરી દેવામાં આવશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીમાં કારોની બારીઓ પર નક્કી કરવામાં આવેલ મર્યાદાથી વધારે પ્રમાણમા રંગનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનાં નિર્દેશ આપવામાં આવ્યા હતાં. આ નિર્દેશનાં અમલીકરણ અંગે ૨૨ જુલાઇએ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે દેશનાં પાટનગરમાં આજે પણ ઘણી એવી કારો દોડી રહી છે જેની બારીઓનાં કાચ પર મોટા પ્રમાણમાં રંગ જોઇ શકાય છે. આ રંગીન કાચને કારણે આવી કારો ઘણી વખત અકસ્માતનો ભોગ બને છે. અદાલતે એ વાતની પણ નોંધ લીધી હતી કે આવા પ્રકારનાં મોટા ભાગનાં વાહનોનો ઉપયોગ વીઆઇપી અને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મેળવતા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખંડપીઠે જણાવ્યું હતું કે નક્કી કરેલ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ વીઆઇપીઓને અમુક મર્યાદામાં જ કારોનાં કાચ પર રંગ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved