Last Update : 04-August-2012, Saturday

 

સંસદના ચોમાસુ સત્રમાં લોકપાલ ખરડો રજૂ થવા અંગે અનિશ્ચિતતા

અણ્ણાએ અધવચ્ચે જ ઉપવાસ તોડતાં હવે લોકપાલ બિલ માટે દબાણ ન રહ્યું

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩
અણ્ણા હઝારે આંદોલન સમેટતા જ સરકારે આગામી ચોમાસુ સત્રમાં લોકપાલ બિલ રજૂ કરવા બાબતે અનિશ્ચિતતા દર્શાવી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અણ્ણાએ પોતાનું આંદોલન સમેટવાની જાહેરાત કરતા જ સરકારે જાણે કે બહુચર્ચિત લોકપાલ બિલ પસાર કરાવવા બાબતે નિશ્ચિંત બની ગઈ છે.
સંસદીય બાબતોના મંત્રી પવનકુમાર બંસલે જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા વિચારણા કરવા બાબતે લોકપાલ બિલ યાદીમાં નોંધવામાં આવ્યું નથી પરંતુ રાજય સભાની પસંદગી સમિતિના અહેવાલ આવ્યા બાદ સત્વરે બિલ રજૂ કરવા સરકાર કટિબદ્ધ છે.ઉલ્લેખનીય છે કે લોકપાલ બિલ લોકસભામાં પસાર થઇ ચૂકયું છે અને રજાયસભામાં તેના ઉપર વિચાર થયા બાદ પસંદગી સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યું છે. બંસલે જણાવ્યું હતું કે ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસ સાતમી સપ્ટેમ્બરે પસંદગી સમિતિ અમને અહેવાલ આપે તેવી અપેક્ષા છે.સરકાર પણ લોકપાલ બિલ સત્વરે પસાર થયા એ બાબતે મક્કમ હોવા પર ભાર મૂકતા બંસલે જણાવ્યું હતું કે રાજયસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલી પણ પસંદગી સમિતિના સભ્ય છે.
આ વર્ષના મે માસમાં એક વધારાના નાટકીય વળાંકમાં વિવાદાસ્પદ લોકપાલ અને લોકાયુકત બિલ રાજયસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું હતું. છેલ્લા ૪૨ વર્ષોથી લટકતા રહેલા ભ્રષ્ટાચાર વિરોધી કોતવાલ નિમવાના વ્યવસ્થામાં અક્ષમ્ય વિલંબ થઇ રહેલ છે. ગત શિયાળુ સત્રમાં રાજયસભામાં લોકપાલ બિલ અનિર્ણિત રહ્યા બાદની ગતિવિધિમાં પર્સોનેલ ખાતાના રાજયમંત્રી વી. નારાયણ સામીએ ચર્ચા વિચારણા અને કાયદો ઘડવાની પ્રક્રિયા માટે બિલ પસંદગી સમિતિને મોકલ્યું હતુંસ ફોરવર્ડ કોન્ટ્રાકટ, બેંકના કાયદા, વ્હીસલ બ્લોઅર, મહિલા અનામત અને વિદેશી અધિકારીઓની લાંચ અટકાયતનું બિલ સહિતના ૩૧ બિલ ચોમાસુ સત્રમાં વિચારણાની યાદીમાં સમાવિષ્ટ છે. બંસલે જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ બિલ અને પેન્શન ફંડ રેગ્યલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી બિલ યાદીમાં સમાવાયા નથી. તેમણે જણાવ્યું હતું કે ૧૧૮ બિલ એક યા બીજી રીતે અનિર્ણિત તબક્કામાં છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved