Last Update : 04-August-2012, Saturday

 

મિડ કેપ શેરોમાં કડાકાની તપાસમાં ૧૯ એકમો- વ્યક્તિઓ પર સેબીનો પ્રતિબંધ

સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શેરોમાં ખરીદ-વેચાણ- સોદા નહીં કરી શકાય
(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩
પાર્શ્વનાથ ડેવલપર્સ, તુલીપ ટેલિકોમ અને પીપાવાવ ડીફેન્સ સહિતના કેટલાક મિડ કેપ શેરોના ભાવમં તાજેતરમાં થયેલા ધબડકાની પ્રાથમિક તપાસ બાદ મૂડી બજાર નિયામક સેબીએ ૧૯ એકમો- વ્યકિતઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ શેરોમાં સોદા-ડીલ કરનાર વ્યકિતઓ એકમો વિરુદ્ધ વચગાળાનો આદેશ આપીને સેબીએ આ કેસમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૂડી બજારમાં કોઈપણ રીતે શેરોની ખરીદ, વેચાણ કે વ્યવહાર કરવા પર મનાઈ ફરમાવી છે. આ ૧૯ વ્યક્તિઓ-એકમોમાં ફોર એ ફાઈનાન્શિયલ્સ સિક્યુરિટીઝ, એ ટુ ઝેડ સ્ટીલ્સ, અજીત કુમાર જૈન, કેમીનેર ટ્રેડ કોમ, જી.એન.ક્રેડિટસ, ગજરીયા જયના પ્રીસીઝન ઈન્ડસ્ટ્રીઝ, કુવમ પ્લાસ્ટ, લીટલ સ્ટાર વાણિજય, મનીષ અગ્રવાલ અને માઈલ સ્ટોન શેર્સ એન્ડ સ્ટોક બ્રોકિંગ તેમ જ અન્યોમાં નિલાંચલ મર્કન્ટાઈલ, નોર્થ ઈસ્ટર્ન પબ્લિશીંગ એન્ડ એડર્વટાઈઝીંંગ, પેશન્સ સિસ્ટમ સોલ્યુશન, પ્રીમિયમ હોસ્પિટાલિટી સર્વિસિઝ, રામકૃપા સિક્યુરિટીઝ, ઉમેંગ નેમાણી, વીનસ ઈન્ફોસોફટ, વ્હાઈટ હોર્સ ટ્રેડિંગ કંપની અને યાશીકા હોલ્ડિંગ પ્રા. લિ.નો સમાવેશ છે. આ વ્યકિતઓ અને એકમો આ આદેશની તારીખથી ૨૧ દિવસમાં તેમના વાંધા રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ૨૬, જુલાઈ ૨૦૧૨ના રોજ બીએસઈ, એનએસઈ શેરબજારોમાં પાર્શ્વનાથ ડેવલપર્સ, પીપાવાવ ડીફેન્સ એન્ડ ઓફશોર, તુલીપ ટેલીકોમ અને ગ્લોડાઈન ટેકનોસર્વના શેરોમાં બજાર ખુલતાની સાથે ૨૦થી ૩૫ ટકાના ગાબડાં પડયા હતા. જેની પ્રાથમિક તપાસ બાદ સેબીએ આ આદેશ આપ્યો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved