Last Update : 04-August-2012, Saturday

 

અકાળે વૃદ્ધાવસ્થા માટે નોકરીનો તણાવ જવાબદાર

સ્ટ્રેસને લીધે ટાઇપ ટુ ડાયાબિટીઝ, પાર્કિન્સન, હૃદયરોગ અને કેન્સરના જોખમનો દાવો

લંડન, તા. ૩
તાજેતરમાં થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે અકાળે આવતી વૃદ્ધાવસ્થા માટે નોકરીમાં અનુભવાતો તનાવ જવાબદાર છે. અભ્યાસ અંતર્ગત માલૂમ પડયું હતું કે તનાવગ્રસ્ત સ્થિતિમાં કામ કરતા લોકોના ટેલોમર્સ વધુ ટૂંકા હોય છે. ટૂંકા ટેલોમર્સ જાતજાતની બિમારીઓને આમંત્રણ આપે છે, જેના લીધે સમય કરતા વહેલું ઘડપણ આવી જાય છે.ટેલોમર્સ રંગસુત્રોના છેવાડે આવેલા હોય છે. તેઓ પ્રોટેક્ટર એટલે કે રક્ષક તરીકે કામ કરે છે. તે ટૂંકા થઈ જવાને લીધે પાર્કીન્સન, ટાઇપ ટુ ડાયાબિટીઝ, હૃદયરોગ અને કેન્સર થવાની દહેશત રહે છે. ફિનિશ ઇન્સ્ટીટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ નામની સંસ્થાના વૈજ્ઞાાનિક કર્સી અહોલાના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા અભ્યાસમાં ટેલોમર્સ નામના ડીએનએની લંબાઈ કેટલી હોય છે અને નોકરીમાં અનુભવાતી તાણ પ્રમાણે લંબાઈમાં કઇરીતે ફેરફાર થાય છે એ વિશે જાણવા મળ્યું હતું.'અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે નોકરીમાં તાણનો અનુભવ કરતા લોકોના ટેલોમર્સ વધુ ટૂંકા હોય છે. રંગસુત્રમાં રહેલા જનીનો દ્વારા શરીરના કોષોને આપવામાં આવતો સંદેશ કોષો સુધી યોગ્યરીતે પહોંચે છે કે નહીં એ જવાનું કામ ટેલોમર્સનું છે. વધતી ઉંમર, ઓક્સિડેશન અને રાસાયણીક ઉપેક્ષાને કારણે તેની લંબાઈ ઘટે છે.
ટેલોમર્સની લંબાઈ ઘટવાને લીધે શરીરના કોષો ઝડપથી મૃત્યુ પામવા લાગે છે. આ પ્રક્રિયાને એપોપ્ટોસિસ કહે છે. કેટલાક કોષો મરતા નથી, પરંતુ જનીની ભૂલો કરવા માંડે છે, જેના લીધે શરીરને ઇજા પહોંચે છે. અહોલા તથા તેમની સંશોધક ટીમે પ્રતિકારક ક્ષમતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા તથા લ્યુકોકાઇટ્સ તરીકે ઓળખાતા રક્ત કોષોનું ૩૦થી ૬૪ વર્ષની વચ્ચેના ૨,૯૧૧ લોકોમાં વિશ્લેષણ કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે નોકરીમાં તનાવનો અનુભવ કરતા લોકોમાં લ્યુકોકાઇટ્સ ટેલોમર્સની લંબાઈ તનાવમુક્ત વાતાવરણમાં કામ કરતા લોકો કરતા ઓછી હોેય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved