Last Update : 04-August-2012, Saturday

 
પૂણેના સિરીયલ બ્લાસ્ટમાં
આતંકી સંગઠને 'ગુજરાત મોડયુલ'નો ઉપયોગ કર્યાની શંકા

ભટકલ બંધુએ નવું મોડયુલ તૈયાર કર્યાની શક્યતાઃ ભૂતકાળમાં વિસ્ફોટ માટે મહારાષ્ટ્ર, આઝમગઢ મોડયુલનો ઉપયોગ કરાયો હતો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
પૂણે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી સાયકલ ગુજરાતી-હિન્દી ભાષા બોલતા બે યુવાનોએ ખરીદી હોવાનું તપાસમાં બહાર આવતા આતંકવાદીઓએ તેમની નવી યોજનાઓ માટે 'ગુજરાત મોડયુલ'ને સામેલ કર્યું હોય તેવી આશંકા સેવાઇ રહી છે.
મહારાષ્ટ્રના પૂણેમાં ગત બુધવારે સાંજે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં આતંકવાદી સંગઠને ઓછી તીવ્રતાવાળા બોમ્બ મૂકવા માટે ત્રણ નવી સાયકલનો ઉપયોગ કર્યો હતો. આતંકવાદીઓએ સાયકલ પૂણેની જે દુકાનમાંથી વિસ્ફોટના એક દિવસ અગાઉ ખરીદી હતી તે દુકાનમાં જઇ પોલીસે પૂછપરછ કરતાં સાયકલ ૨૫ થી ૩૦ વર્ષના બે યુવાનોએ ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. જૂની સાયકલ નહીં મળતાં નવી સાયકલ ખરીદનારા બંને યુવાનો ગુજરાતી અને હિન્દી ભાષા બોલતા હતા.
મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઇએની તપાસમાં આ હકીકત બહાર આવ્યા બાદ પૂણે બ્લાસ્ટની તપાસના તાર ગુજરાત સાતે જોડાય તેવી શક્યતા છે. સુરત જેવા જ બોમ્બનો પૂણેમાં ઉપયોગ કરી અમદાવાદની જેમ બોમ્બને સાયકલ ઉપર મૂકી આતંકી યોજનાને અંજામ આપનાર ઇન્ડિયન મુજાદ્દીને તેમની નવી યોજના માટે નવું ગુજરાત મોડયુલ તૈયાર કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
ભૂતકાળમાં દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરનાર ઇન્ડિયન મુજાહિદ્દીને યોજનાને અંજામ આપવા આઝમગઢ મોડયુલ અને મહારાષ્ટ્રના મોડયુલનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ગુજરાત પોલીસે ઇન્ડિયન મુજાહિદ્દીનના બંને મોડયુલમાં સામેલ આતંકીઓને ઝડપી પાડતાં આ મોડયુલ છિન્નભિન્ન થઇ ગયા હતા.
જો કે, આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના ટોચના સભ્યો ભટકલ બંધુઓ તેમજ અન્યો પોલીસના હાથમાં આવ્યા ન હતા. ભટકલ બંધુઓ અને અન્યો ફરી સક્રિય થયા છે અને તેમણે નવી આતંકી યોજનાઓ માટે નવા જ મોડયુલને તૈયાર કર્યું હોય તેમ લાગી રહ્યું છે. 'ગુજરાત મોડયુલ'નો ઉપયોગ કરવા પાછળ દેખીતા કેટલાક કારણો છે.
ઇન્ડિયન મુજાહિદ્દીન ગુજરાતમાં મુસ્લિમો ઉપર થયેલા અત્યાચારનો હવાલો આપી આતંકવાદી તૈયાર કરી બદલો લઇ રહ્યું છે. દેશના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટ માટે ટ્રેનીંગ કેમ્પમાં પણ તેણે ગુજરાતના સફદર નાગોરીની મદદથી જ આતંકવાદીઓને તાલીમ આપી હતી. જો કે, તે સમયે ગુજરાતના યુવાનોની ભૂમિકા સ્લીપર સેલ જેવી જ હતી. પરંતુ આઝમગઢ મોડયુલ, મહારાષ્ટ્ર મોડયુલના ખાત્મા બાદ નવી યોજનામાં ગુજરાતના યુવાનોને જ તેમણે કામ સોંપી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂણેમાં ગુજરાતીઓની વસતિ હોવાથી તેમની ઉપર શંકા ન જાય તે માટે સાયકલની ખરીદી કરવા મોકલ્યા હતા. શક્ય છે તપાસ દરમિયાન બોમ્બ મૂકનારા પણ ગુજરાતી હોય એવું બહાર આવે.
હાલના તબક્કે મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઇએ આ અંગે ગુજરાત એટીએસ સાથે સંપર્કમાં રહી તપાસ કરી રહી છે. જો 'ગુજરાત મોડયુલ'ને હવે પછીના વિસ્ફોટોની જવાબદારી સોંપાઇ છે તો આવનારા દિવસોમાં ગુજરાતનું અમદાવાદ, સુરત કે અન્ય શહેર આતંકી હુમલાનું સાક્ષી બને તેવી પ્રબળ શક્યતા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved