Last Update : 04-August-2012, Saturday

 
ઇઝરાયેલની પેઢી ૪૦૦ કરોડમાં કાચી પડયાની અફવાથી ગભરાટ

સુરત-મુંબઇના મોટા ઉદ્યોગપતિઓના રૃ।. ૧૭૫ કરોડ સલવાયાની વાતથી સુરતના હીરા બજારમાં ખળભળાટ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
ઇઝરાયેલની એક ટોચની હીરાની પેઢી રૃ।. ૪૦૦ કરોડમાં કાચી પડી હોવાની એક અફવાએ આજે સાંજ પછી હીરા બજારને ઘમરોળ્યું હતું. આ પેઢી કાચી પડતાં મુંબઇ-સુરતના મોટા માથાઓની આશરે રૃ।. ૧૭૫ કરોડની રકમ સલવાઇ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. આજે બપોર પછી મુંબઇ અને સુરત હીરા બજારમાં આ મુદ્દો મુખ્ય ચર્ચાનો રહ્યો હતો.
ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીઓના આમાં નાણાં સલવાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. એક સાઇટ હોલ્ડર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, સાંજે મારી ઉપર પણ મુંબઇથી આવા ફોન આવ્યા હતા. અત્યારે હીરા બજારનું વાતાવરણ ખરાબ છે, ત્યારે આવી અફવાઓથી ઉદ્યોગને નુકસાન થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
હીરા બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ઇઝરાયેલની યહુદીની એક પેઢી રૃ।. ૭૦ મિલિયન ડોલર (અંદાજે રૃ।. ૪૦૦ કરોડ)માં કાચી પડી છે, એવી ચર્ચા મોડી સાંજ પછી બંને હીરા બજારમાં ખૂબ જ જોરશોરથી ચાલી હતી. આ પેઢી મોટી (જાડાં) સાઇઝના હીરાનું કામ કરે છે અને તેમાં મુંબઇ-સુરતના વેપારીઓના આશરે રૃ।. ૧૭૫ કરોડ સલવાયા હોવાની ચર્ચા છે.
બજારના સૂત્રો ઉમેરે છે કે, છેલ્લા થોડા દિવસથી હીરા બજારમાં મોટી મોટી પેઢીઓ કાચી પડી ગઇ છે, એવી ચર્ચા-અફવાઓ ચાલ્યા કરે છે. વિદેશી પેઢી એવી ઇઝરાયેલની આ પેઢી પણ કાચી પડયાની ચર્ચા આજે એકાએક આવતાં, સુરત-મુંબઇના વેપારીઓએ મોબાઇલ ફોન રણકાવી દીધા હતા.
દરમિયાનમાં એક સાઇટ હોલ્ડરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, ઇઝરાયેલની પેઢી કાચી પડયાની માત્ર અફવા જ છે. એવું કશું નથી. હજુ આ પેઢી ધંધો કરે છે અને લેણદારોને નાણાં ચૂકવી રહી છે. આ પેઢીએ ૪ થી ૫ મિલિયન ડોલરની ચૂકવણી હજુ હમણાં જ કરી છે.
વિદેશી પેઢી કાચી પડયાની આ અફવાને કારણે હીરા બજારમાં આવનારા દિવસોમાં નવા સોદાઓ ઉપર બ્રેક લાગી જશે, એવી ભીતિ હીરા બજારના વર્તુળોને બજારની સ્થિતિ અત્યારે બિલકુલ જ પ્રવાહી છે અને આવી ચર્ચાઓ-અફવાઓને કારણે વાતાવરણ વધુ ડહોળાય છે, એવો સૂર વ્યક્ત કરાયો છે.
દરમિયાન ઇઝરાયેલી કંપનીના સૂત્રો સાથે મોડીરાતે વાત કરનારા સુરતના સાઇટ હોલ્ડરોને જણાવાયું હતું કે, કંપનીને ૧૦ મીલીયન ડોલર (અંદાજે રૃા.૧૧થી ૧૨ કરોડ)ની જવાબદારી છે. જેથી ચિંતાલાયક કોઇ બાબત નથી.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved