Last Update : 04-August-2012, Saturday

 

ગણદેવીની દેવસર ગ્રા.પં.ના સભ્યની કલેકટરને રાવ
સરપંચના ભાઇએ ધમકી આપી વોર્ડ સભ્યને સભામાંથી કાઢી મુકયા

સરપંચ મનુભાઇ ભંડારી અને તેના ભાઇ એવા ગણદેવી તા.પં.ના કારોબારી ચેરમેન બુધુભાઇ સામે કાર્યવાહીની સભ્યની માંગ

ગણદેવી, શુક્રવાર
ગણદેવી તાલુકાના દેવસર ગામના વોર્ડ નંબર-૧૨ના સભ્યએ કલેકટરને ફરિયાદ કરી વોર્ડ નં. ૧૨માં ગંદકીથી ભરેલા ઉકરડાઓ દુર કરવાની, સફાઇ કરવાની તથા ગ્રામપંચાયતની સામાન્ય સભામાં સભ્ય સિવાયની વ્યક્તિની દખલઅંદાજગીરી દુર કરી ગુનાહિત ધમકી આપનાર સરપંચ અને તેના ભાઇ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અને પગલાં ભરવામાં નહીં આવે તો આમરણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરપંચના ભાઇ એવા ગણદેવી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેને સભામાં હાજર રહી ફરિયાદ કરનાર સભ્યને સભામાંથી ચાલ્યા જવાનું જણાવી ''જે તોડવું હોય તે તોડી લેજે.' એવી ધમકી આપી હતી.
ગણદેવી તાલુકાના દેવસર ગ્રામપંચાયતના વોર્ડ નંબર-૧૨ના સભ્ય દર્શનસિંગ વધુસિંગ લબાનાએ કલેકટરને ફરિયાદ કરી છે કે, વોર્ડ નંબર-૧૨માં જાહેર શૌચાલય સફાઇકામ, આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં દેવસર ગામના સરપંચ તદ્દન નિષ્ફળ રહ્યાં છે અને વોર્ડ નં. ૧૨ આખો જાહેર ઉકરડામાં ફેરવાઇ ગયો છે. જેનાથી ચોમાસામાં ડુક્કર અને કુતરાઓનો પણ વ્યાપક ઉપદ્રવ હોય આખા વોર્ડમાં તીવ્ર દુર્ગંધ મારી રહી છે. જેના કારણે ડેંગ્યુ, મલેરેયિા, ફાઇલેરીયા, ટાઇફોઇડ જેવા મોટા રોગચાળા ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે. આ બાબતે અરજદારે ગ્રા.પં.માં વારંવાર જાણ કરતા દેવસરના સરપંચ અને તેમના મોટાભાઇ બુધુભાઇ ગાંડાભાઇ ભંડારી કે જેઓ ગણદેવી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન છે. અને કાયદાકીય રીતે સામાન્ય સભામાં હાજર રહેવાનો અધિકાર ન હોવા છતાં તેઓએ હાજર રહી અરજદાર દર્શનસિંગને ધમકી આપી હતી કે, છાનોમાનો બેસી રહે અથવા સભા છોડી ચાલ્યો જા અને જે તોડવું હોય તે તોડી લેજે.
બાદમાં બુધુભઆઇ ગાંડાભાઇ ભંડારીએ દર્શનસિંગને સભામાંથી બહાર કાઢી મુકયા હતા. તેમને કાયદાકીય રીતે આવું કરવાનો કોઇ હક્ક કે અધિકાર નથી. કારણ કે તેઓ ગ્રામપંચાયતના રેકોર્ડ દફતરે ચૂંટાયેલા સભ્ય નથી. વળી તેઓએ દર્સનસિંગને કહ્યં કે, ભારત સરકારનો કોઇ કાયદો મને લાગુ પડતો નથી. તું તારે થાય તે કરી લેજે, અમ કહી ભારતના કાયદાનું પણ અપમાન કર્યું છે.
આ બાબતે ગામના સરપંચ મનુભાઇ ગાંડાભાઇ ભંડારી બુધુભાઇ ભંડારીના ભાઇ તથા હોય આંખ આડા કાન કરે છે. સાધારણ સભાને સરપંચ ચલાવતા નથી પરંતુ તેના ભાઇ બુધુભાઇ ભંડારી ચલાવે છે અને સરપંચ કોઇ રજૂઆત ધ્યાને લેતા નથી. તમામ રજૂઆત પ્રત્યે દુર્લક્ષતા સેવાય છે. સરપંચ તથા તેમના ભાઇ બુધુભાઇ ભંડારી ગુનામાં સંડોવી દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપે છે તેમ કલેકટરને કરેલી ફરિયાદમાં ઉલ્લેખ કરી કાર્યવાહીની દર્શનસિંગ લબાનાએ માગણી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved