Last Update : 04-August-2012, Saturday

 

ઉત્તર ગુજરાતમાં તોળાતું જળસંકટ

 

ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની અડધી સિઝન પૂરી થવા આવી હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ નહી પડતાં અછતના ઓળા ઉતરી આવ્યા છે. મુખ્ય જળાશયોનાં તળિયાં દેખાવા લાગ્યાં છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી વિકટ બનશે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. શિપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ છે તો અન્ય જળાશયોની સ્થિતિમાં પણ કોઈ જ નોંધપાત્ર સુધારો નથી. ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં એક સાથે ૧૧ ઈંચ વરસાદને બાદ કરતાં અન્ય કોઈપણ જગ્યાએ નોંધપાત્ર વરસાદ પડયો નથી. મહેસાણાથી લઈ પાટણ અને બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરાદ-વાવ,દીયોદર જેવા વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિ આકાર લઈ રહી છે. છેવાડાના વિસ્તારોમાં અત્યારથી જ પીવાના પાણીના અને ઘાસચારાના પોકાર પડી રહ્યા છે તેવા સમયમાં જે તે જિલ્લાનું વહીવટી તંત્ર પરિસ્થિતિનો ક્યાશ કાઢવામાં કામે લાગી ગયું છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં તાકીદથી પીવાના પાણીની અને ઘાસચારાની યુદ્વના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરવામાં આવે તે અત્યંત જરૃરી બન્યું છે ત્યારે સરકાર આ દિશામાં કેવાં પગલાં ભરે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. ઉત્તર ગુજરાતમાં લાખો હેક્ટરમાં કરવામાં આવેલું ખરીફ પાકનું વાવેતર પણ વરસાદના અભાવે ખતમ થવાના આરે આવી ઉભું છે. સિંચાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે હવે મેઘરાજા જ કોઈ ચમત્કાર કરે તો ખેડૂતોના જીવમાં જીવ આવે તેમ છે.
ભર ચોમાસામાં શિપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ ઃ ધરોઈ ડેમનાં તળિયાં દેખાયાં ઃ અનેક વિસ્તારોમાં પીવાનું પાણી અને ઘાસચારાના પોકાર ઃ લાખો હેક્ટર ખરીફ પાક ખતમ થવાના આરે
રાજ્યમાં ૧૫ જુન બાદ ચોમાસાની શરૃઆત થતી હોય છે. ચાલુ સાલે પણ ૧૫ જુનના થોડા સમય બાદ સામાન્ય વરસાદ થયો હતો. ત્યાર પછી વરસાદે રિસામણા લેતા રાજ્યભરના ખેડૂતપુત્રો ચિંતિત બન્યા છે. રાજ્ય સહિત ઉ.ગુ.માં પણ વરસાદે હાથતાળી આપતાં ખેડૂતો નિરાશ થયા છે. જ્યારે વરસાદના અભાવે ઉ.ગુ.ના ચાર જિલ્લાઓ મહેસાણા, પાટણ, બ.કાં. તેમજ સા.કાં.ને પીવાનું તથા સિંચાઈ માટે પાણી પુરું પાડતાં જળાશયોની પરિસ્થિત વિકટ બની છે. જેમાં ચાર જળાશયો પૈકી બે જળાશયોમાં તળીયા દેખાતાં પાણી સામે ખતરો તોળાઈ રહ્યો છે.
મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારોને પીવાનું તથા સિંચાઇ માટે પાણી પુરું પાડવામાં આવે છે. ચાલુ ચોમાસામાં વરસાદે હાથતાળી આપતાં આ ડેમમાં અમુક જથ્થો ઉપયોગ માટે બચ્યો છે. જો વરસાદ ન થાય તો આ ડેમમાંથી સિંચાઈ માટે અપાતા પાણીને બંધ કરવાની ફરજ પડે તેમ છે. જેથી કૃષિને નુકશાનની ભીતિ સર્જાઈ છે.
બનાસકાંઠામાં દાંતીવાડા, મુક્તેશ્વર અને શિશુ ડેમ આવેલા છે. દાંતીવાડા જળાશયમાંથી બ.કાં.ના ચાર તાલુકા અને પાટણના બે તાલુકાઓને પાણી પુરું પાડવામાં આવે છે. ત્યારે વરસાદના અભાવે આ ડેમના પણ તળીયા દેખાઈ રહ્યા છે. જ્યારે બ.કાં.માં આવેલ શિપુ અને મુક્તેશ્વર ડેમ દ્વારા બ.કાં.માં સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવે છે. પરંતુ વરસાદ ન થવાથી આ બન્ને ડેમ ખાલીખમ થઈ જતાં આ વિસ્તારોમાં સિંચાઈ માટે ઘેરું સંકટ ઉત્પન્ન થયું છે.

અનેક ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાશે
મહેસાણા,તા.૩
ઉત્તર ગુજરાતમાં અછતના ઓળા વચ્ચે ખેડૂતોની હાલત કફોડી થવાની દહેશત સેવાઈ રહી છે. લાખો હેક્ટર જમીનમાં કરવામાં આવેલું ખરીફ પાકનું વાવેતર નિષ્ફળ થવાની અણી ઉપર આવીને ઉભું છે ત્યારે ખેડૂતોને તત્કાલ સરકાર તરફથી સહાય જાહેર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. વ્યાજના વિષચક્રમાં ખેડૂતોને આપઘાત કરવા પડે તેવી કફોડી સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર યુદ્વના ધોરણે સહાય કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના ચાર ડેમની હાલની સ્થિતિ
મહેસાણા,તા.૩
ઉત્તર ગુજરાતમાં મુખ્ય ચાર ડેમમાં ભરચોમાસે તળિયાં દેખાઈ રહ્યાં છે. જેમાં ધરોઈમાં પાણીનો કુલ જથ્થો ૧૦૭૮૯ એમસીએફટી છે જેમાં ઉપયોગી જથ્થો ૮૪૦૫ એમસીએફટી છે જેનો રોજનો વપરાશ ૧૦ એમસીએફટી છે. દાંતીવાડા ડેમનો કુલ જથ્થો ૨૫૩૩ એમસીએફટી છે જમાં ઉપયોગી જથ્થો ૨૩,૧૪૫૯૭ એમસીએફટી છે અને પાટણના બે અને બનાસકાંઠાના ચાર તાલુકાઓમાં પાણી પૂરું પાડવામાં આવે છે.
મુક્તેશ્વર ડેમમાં હાલનો પાણીના જથ્થો ૬,૬૫૨ ેએમસીએફટી છે અને ઉપયોગી જથ્થો ૧,૪૮૮ છે. શિપુ ડેમમાં હાલમાં પાણીનો જથ્થો ૧૬૧,૪૩ છે જ્યારે ઉપયોગી જથ્થો ૧૪૬.૫૦ એમસીએફટી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved