Last Update : 04-August-2012, Saturday

 

જિલ્લામાં દૂષ્કાળની વિષમ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો માટે કપરા સંજોગોના એંધાણ
ત્રણ લાખ હેક્ટર પાક સામે ખતરો

૧૧ જળાશયોમાં પાણીની કોઈ જ આવક નથી ઃ સૌથી વધુ કપાસનું સવા લાખ હેક્ટરમાં વાવેતર ઃ પાણી અને ઘાસચારાની તંગી સર્જાવાની ભીતિ વચ્ચે ખેડૂતોના માથે 'દેવાના ડુંગર'ખડકાવાની દહેશત

મોડાસા, બાયડ, તા.૩
સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદના અભાવે અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે. વરસાદના અભાવે ત્રણ લાખ હેક્ટરમાં કરવામાં આવેલ ખરીફ પાક મૂરઝાઈ રહ્યો છે. શ્રાવણ મહિનો અડધો થવા છતાં હજુ પણ વરસાદે હાથતાળી આપતાં આગામી દિવસોમાં પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા ઉભી થવાની શક્યતાને કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. જિલ્લાના પાંચ તાલુકાને અછતગ્રસ્ત તરીકે મૂકવામાં આવ્યા છે પરંતુ, અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોની હાલત કફોડી છે ત્યાં પણ સરવે કરવામાં આવે તે જરૃરી બન્યું છે. દૂષ્કાળના ડાકલા વચ્ચે ખેડૂતો માટે 'જાયે તો જાયે કહાં'જેવો ઘાટ ઘડાયો છે ત્યારે આવનારા દિવસોમાં સરકાર તરફથી ખેડૂતોને કેવી-કેવી રાહતો આપવામાં આવે છે તેની ઉપર મીટ મંડાયેલી છે. જિલ્લાના ૧૧ જળાશયોમાં પાણીની કોઈ જ આવક થઈ નથી. જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન માઝૂમ,મેશ્વો અને વાત્રક ડેમમાં પણ પાણીનો કોઈ જ વધારો થયો નથી.
જિલ્લામાં ત્રણ લાખ હેક્ટરમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેના સામે વરસાદના અભાવે ખતરો તોળાઈ રહ્યો છે. ચોમાસાનો ધોરી નસ સમાન અષાઢ અને ત્યાર પછી શ્રાવણ મહિનો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ, વરસાદના કોઈ જ ચિન્હો જણાતાં નથી તે અનેક શંકાઓ ઉપજાવે છે.
ખરીફ પાક સામે જોખમ તોળાઈ રહ્યું છે. ઘાસચારાથી લઈ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે જેના કારણે ખેડૂતથી લઈ સામાન્ય માણસ પણ આકુળ-વ્યાકુળ થઈ ઉઠયો છે. ચોમાસાની કોઈ જ અસર જણાતી નથી ત્યારે બાકી રહેલા દિવસો પણ આવા જ રહેશે કે શું તેવા પ્રશ્નો જનમાનસમાં ઉઠી રહ્યા છે. અનેક અંતરિયાળ વિસ્તારોમાં તો અત્યારથી જ પાણી અને ઘાસચારાના પોકાર શરૃ થઈ ગયા છે.
ટ્રકોમાં ઘાસચારાની અવરજવર પણ શરૃ થઈ ચૂકી છે. મૂંગા પશુઓ માટે ઘાસચારો ક્યાંથી લાવવો તે પણ યક્ષ પ્રશ્ન ઉભો થશે તેવું જણાઈ રહ્યું છે.

જિલ્લામાં અડધા ચોમાસે માત્ર આઠ ઈંચ વરસાદ
બાયડ,તા.૩
ચોમાસુ અડધું થવા તરફ અગ્રેસર છે તેવા સમયે જિલ્લામાં માત્ર આઠ ઈંચ જ વરસાદ પડયો છે જે ચિંતાનો વિષય છે. આઠ ઈંચ વરસાદે ખેડૂતો સહીત જિલ્લાની આમ જનતાની ઊંઘ ઉડાડી દીધી છ. આ સમયે જિલ્લામાં ૮૦૦ મી.મી.વરસાદ હોવો જોઈએ તેની સરખામણીએ માત્ર ૨૩૯ મી.મી.વરસાદ નોંધાયો છે જે ચિંતાજનક છે.

કૃષિ વીજપાવર ૧૨ કલાક કરવા માંગ
મોડાસા,તા.૩
જિલ્લામાં વરસાદના અભાવે અછતની સ્થિતિ જણાઈ રહી છે ત્યારે ખરીફ પાક સામે જોખમ ઉભું થયું છે. જિલ્લામાં જ્યાં-જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં અપૂરતી વીજળીના કારણે ખેડૂતો પાકમાં સિંચાઈ કરી શક્તા નથી. આ માટે તત્કાલ વીજપાવર ૧૨ કલાક આપવો જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સરકાર આ મુદ્દે તાકીદથી આદેશ જારી કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

જિલ્લામાં ૨૬.૭.ની સ્થિતિએ કરવામાં આવેલું વાવેતર
મોડાસા,તા.૩
સાબરકાંઠા જિલ્લામાં ૨૬.૭.૧૨ની સ્થિતિએ ત્રણ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં-કપાસનું સૌથી વધુ ૧,૨૬,૫૦૦ હેક્ટરમાં, દિવેલા-૩૦૨૫, મકાઈ-૪૯૯૫૦, મગફળી-૬૧૧૨૫, તુવર-૮૬૮૦,ડાંગર-૩૫૦, ગવાર-૧૫૦૫૦, બાજરી-૬૦૦૦, સોયાબીન-૫૪૦૦, અડદ-૪૦૬૦,મગ-૧૩૦૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

 

પાક નિષ્ફળ જશે તો ખેડૂતો દેવાદાર બનશે
બેંકો અને સહકારી મંડળીઓના ધિરાણના બોજા હેઠળ દબાયેલા ખેડૂતોની હાલત દયનીય થશે
બાયડ,તા.૩
સાબરકાંઠા જિલ્લામાં અછતના ઓળા ઉતરી આવ્યા છે. ખરીફ પાક ખતમ થવાના આરે છે. વાદળો ઘેરાય છે પરંતુ, મેઘરાજા ચોમાસુ અડધું થવા આવ્યું છતાં જામતું નથી જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છ. આવનારા દિવસોમાં સ્થિતિ વિષમ બનશે તેવું જણાઈ રહ્યું છે ત્યારે ખેડૂતોના માથે દેવાના બોજ ખડકાશે તેવું લાગી રહ્યું છે.
જિલ્લામાં વિવિધ બેંકો અને સહકારી મંડળીઓ મારફતે ખેડૂતો દર વર્ષે ધિરાણ મેળવે છે અને પાકતી મુદતે વ્યાજ સાથે નાણા ભરપાઈ કરે છે. દર વર્ષે ટર્નઑવર કરી ખેડૂતો ગાડુ ગબડાવ્યા રાખે છે પરંતુ, ચાલુ વર્ષે ચોમાસુ નિષ્ફળ રહેતાં જિલ્લાના અનેક ખેડૂતોના માથે દેવાના ડુંગર ખડકાશે તેવું જણાઈ રહ્યું છે. મોંઘા દવા-ખાતર અને બિયારણ ધરતીમાં ઓર્યા પછી ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ, તમામ આશાઓ ઠગારી નીવડી રહી છે. અનેક નાના ખેડૂતો કે જેમની પાસે બે-પાંચ વિઘા જમીન છે તેમની હાલત દયાજનક બનશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
દૂષ્કાળના સમયમાં ખેડૂતો દેવાદાર બની જશે અને ચિંતામાં આપઘાત કરી લેવા સુધીનાં પગલાં ન ભરી બેસે તે માટે તત્કાલ સરકારે આ અંગે રાહતો જાહેર કરવી જોઈએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

ચાલુ સાલે ચોમાસુ નબળું રહેતાં
ઉત્તર ગુજરાતના ચાર પૈકી બે ડેમ ખાલીખમ
મહેસાણા, તા. ૩
રાજ્યમાં ૧૫ જુન બાદ ચોમાસાની શરૃઆત થતી હોય છે. ચાલુ સાલે પણ ૧૫ જુનના થોડા સમય બાદ સામાન્ય વરસાદ થયો હતો. ત્યાર પછી વરસાદે રિસામણા લેતા રાજ્યભરના ખેડૂતપુત્રો ચિંતિત બન્યા છે. રાજ્ય સહિત ઉ.ગુ.માં પણ વરસાદે હાથતાળી આપતાં ખેડૂતો નિરાશ થયા છે. જ્યારે વરસાદના અભાવે ઉ.ગુ.ના ચાર જિલ્લાઓ મહેસાણા, પાટણ, બ.કાં. તેમજ સા.કાં.ને પીવાનું તથા સિંચાઈ માટે પાણી પુરું પાડતાં જળાશયોની પરિસ્થિત વિકટ બની છે. જેમાં ચાર જળાશયો પૈકી બે જળાશયોમાં તળીયા દેખાતાં પાણી સામે ખતરો તોળાઈ રહ્યો છે.
ધરોઈ ડેમ ૮૪૦૫ તથા દાંતીવાડામાં ૨૩૧૪.૫૯૭ એમ.સી. એફ.ટી. જ્યારે શિપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી
મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારોને પીવાનું તથા સિંચાઇ માટે પાણી પુરું પાડવામાં આવે છે. ચાલુ ચોમાસામાં વરસાદે હાથતાળી આપતાં આ ડેમમાં અમુક જથ્થો ઉપયોગ માટે બચ્યો છે. જો વરસાદ ન થાય તો આ ડેમમાંથી સિંચાઈ માટે અપાતા પાણીને બંધ કરવાની ફરજ પડે તેમ છે. જેથી કૃષિને નુકશાનની ભીતિ સર્જાઈ છે. બનાસકાંઠામાં દાંતીવાડા, મુક્તેશ્વર અને શિશુ ડેમ આવેલા છે. દાંતીવાડા જળાશયમાંથી બ.કાં.ના ચાર તાલુકા અને પાટણના બે તાલુકાઓને પાણી પુરું પાડવામાં આવે છે. ત્યારે વરસાદના અભાવે આ ડેમના પણ તળીયા દેખાઈ રહ્યા છે. જ્યારે બ.કાં.માં આવેલ શિપુ અને મુક્તેશ્વર ડેમ દ્વારા બ.કાં.માં સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવે છે. પરંતુ વરસાદ ન થવાથી આ બન્ને ડેમ ખાલીખમ થઈ જતાં આ વિસ્તારોમાં સિંચાઈ માટે ઘેરું સંકટ ઉત્પન્ન થયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved