Last Update : 04-August-2012, Saturday

 

નડિયાદ, મહેમદાવાદ અને મહુધા તાલુકાના વિકાસ કામોમાં ગંભીર ગેરરીતિ
ટીન નંબર વિના કોન્ટ્રાક્ટરોને ચૂકવણી

અનેક વિકાસ કામોમાં અધિકારીઓ સાથે મીલીભગત કરી ગેરકાયદે બિલો મૂકી કોન્ટ્રાક્ટરોએ કૌભાંડ આચર્યું

નડિયાદ ,તા.૩
નડિયાદ મહેમદાવાદ અને મહુધા તાલુકાની વિવિધ પંચાયતોમાં કોન્ટ્રાકટરોનાં ટીન નંબર વિનાના બિલોની ચૂકવણીનું કૈાભાંડ ચાલે છે. સંબંધિત અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે સરકારી નિયમોને નેવે મુકી અત્યારે સુધી ત્રણેય તાલુકાઓમાં મળી રૃા.અડધા કરોડ ઉપરાંતની રકમ ચૂકવાઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. આવી ચૂકવણીમાં લાગતા-વળગતા અધિકારીઓને તેમની ટકાવારી પ્રમાણે કોન્ટ્રાક્ટરો ધ્વારા અન્ડર ટેબલ રકમ ચૂકવાતી હોવાનું પણ કહેવાય છે. જેના કારણે આ કૌભાંડ ચાલે છે. પણ તેનાથી છેવટે સરકારને લાખો રૃપિયાની આવક ગુમાવવી પડે છે.
નડિયાદ, મહુધા અને મહેમદાવાદ એમ ત્રણેય તાલુકાઓમાં મળી આશરે ૧૫૩ જેટલી ગ્રામપંચાયતો આવેલી છે. આ ગ્રામપંચાયતોમાં સંસદ સભ્યો ધારાસભ્યો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયના સભ્યોની ગ્રાન્ટમાંથી ગ્રામપંચાયતો હસ્તકના ગામડાઓમાં વિકાસના જુદા-જુદા કામો કરવાના હોય છે. વર્ષ ૨૦૦૭ ,૨૦૧૨ સુધીના છેલ્લા પાંચ વર્ષમાં ઉપરોક્ત ત્રણેય તાલુકા પંચાયતોની ૧૫૩ ગ્રામપંચાયતોના વિવિધ લાઈન,ડ્રેનેજ લાઈન આર.સી.સી.ના રસ્તા, માટી ,મેટલ, પાણીના હેન્ડપંપ, બોરીબંઘ તથા તળાવો ઉંડા કરવા જેવા વિકાસના અનેક કામો કરવામાં આવ્યા છે. આવાકામોના કોન્ટ્રાક્ટ તાલુકા અને ગ્રામપંચાયતો ધ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ લાગતા-વળગતા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના કારણે બિલોની ચૂકવણીમાં સરકારી નિયમોની ઐસીતૈસી કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટરોએ ટીન નંબર વીનાના ગેરકાયદેસરબિલો રજૂ કર્યા હોવા છતા તેના પર ટેક્ષ કે દંડની વસૂલાત કર્યા સિવાય સીધેસીધાજ તે ચૂકવી દેવામાં આવ્યા છે. દલાતરવાડીની આ નિતિમાં લાગતાવળગતા અધિકારીઓને બિલની રકમ પ્રમાણે ટકાવારી મુજબ રકમ ચૂકવાઈ છે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતના કારણે સરકારી તિજોરીને લાખો રૃપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. આ અંગે તપાસ કરવામાં આવે તો બીજી અનેક ચૌકાવનારી વિગતો બહાર આવે એમ છે.

૨૦ કોન્ટ્રાક્ટરોને નોટિસ કૌભાંડનો મોટો પુરાવો
નડિયાદ ,તા.૩
આ પ્રશ્ને નડિયાદ વેટ વિભાગ ધ્વારા થોડા દિવસો પહેલા ૨૦ કોન્ટ્રાક્ટરોને નોટિસો ફટકરવામાં આવી છે. આજ બાબત બતાવે છે કે નડિયાદ, મહુધા અને મહેમદાવાદ વિસ્તારની ગ્રામપંચાયતો માં વિકાસના કામોમાં કેવું લોલમબોલ ચાલે છે. આ સમગ્ર બાબત ઉંડી તપાસે માંગી લે છે.

મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજુઆત પણ થઈ હતી
નડિયાદ ,તા.૩
ગ્રામપંચાયતોમાં વિકાસના કામો કરતા કોન્ટ્રાક્ટરોના બિલમાં ટીન નંબર હોય કે ન હોય તો પણ વેરા પેટે ૨૦૨૬ ટકા પ્રમાણે બીજા પણ વેરા કાપવાના હોય છે. છતાં છેલ્લા ચાર- પાંચ વર્ષમાં આ નિયમ સરકારને લાખો રૃપિયાની આવક ગુમાવવી પડી છે. આ પ્રશ્ને કોન્ટ્રાક્ટરો અને લાગતા -વળગતા કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે તાલુકા અને જિલ્લા પંચાયતથી માંડી કલેકટર તથા મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ સુધી રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved