Last Update : 04-August-2012, Saturday

 
પત્નીનાં વિરહમાં વ્યથિત થયેલા પતિનું અંતિમ પગલું
મૃત પત્નીની સાડી વડે પતિનો ગળાફાંસો ખાઈ આપઘાત

ત્રણ સંતાનોને સંબંધીને ઘરે મુકી આવ્યા પછી સિલીંગ ફેન ઉપર સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો ઃ વાડી પોલીસે શરૃ કરી તપાસ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
શહેરનાં ડભોઈ રોડ પર આવેલા સોમા તળાવ વિસ્તારમાં ત્રણ સંતાનોનાં પિતાએ પોતાના ઘરનાં સીલીંગ ફેન ઉપર મૃત પત્નીની સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ અંગે વાડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ કે, આપઘાત કરનાર યુવાનની પત્નીનું દોઢેક મહિના પહેલા નિધન થયુ હતુ અને પત્નીનાં વિરહમાં વ્યથિત થઈને તેણે પણ આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં ડભોઈ રોડ પરનાં સોમા તળાવ વિસ્તારમાં રહેતા ત્રણ સંતાનોનાં પિતા ઠાકોર બબુભાઈ રાઠોડિયા (ઉં.વ-૩૨)ની પત્નીનું દોઢેક મહિના પહેલા નિધન થયુ હતુ. પત્નીનાં આકસ્મિક અવસાન બાદ પતિ ઠાકોર હતાશ થઈ ગયો હતો. તેને ત્રણ સંતાનોનાં ભવિષ્યની ચિંતા સતાવતી હતી. પરંતુ, તેના ઘરની નજીકમાં રહેતા અન્ય કુટુંબીજનોએ તેના બાળકોની સારસંભાળની જવાબદારી સ્વીકારી લીધી હતી.
તેમ છતાંય ઠાકોર તેની પત્નીનાં મોતનાં આઘાતમાંથી બહાર આવી શક્યો ન હતો. આખરે, રક્ષાબંધનનાં તહેવારે તે પોતાના ત્રણે બાળકોને પોતાના સંબંધીને ત્યાં મુકી આવ્યો હતો. ત્યારપછી રાત્રે તે ઘરે એકલો જ હતો. આજે સવારે તેની બહેનની દીકરી તેને બોલાવવા માટે તેના ઘરે આવી હતી. પરંતુ, તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેણે દરવાજો ખખડાવીને તેને ઉઠાડવાની કોશિષ કરી હતી. પરંતુ, અંદરથી કોઈ પ્રતિઉત્તર નહીં મળતા આખરે, તેણે બારીમાંથી અંદર નજર નાંખી હતી. જે દરમિયાન ઠાકોર ઘરનાં બેઠકરૃમની છત ઉપર સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેથી તેની ભાણીએ બૂમરાણ મચાવતા આસપાસનાં રહિશો એકત્રીત થઈ ગયા હતા અને તેમણે આ બાબતની જાણ વાડી પોલીસને કરી હતી. જેને આધારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકની લાશને નીચે ઉતારીને પોસ્ટમાર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે વાડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી હતી. જે દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતુ કે, મૃત પત્નીનાં વિરહથી વ્યથિત થઈને ઠાકોરે આપઘાત કરી લીધો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved