Last Update : 04-August-2012, Saturday

 

3યુવાનનો ભોગ લેતા ટોળાએ પોલીસની જીપ સળગાવી

બાઈક સવાર 3યુવકોને અડફેટે લેતા મોત

 

 

કેદીને લઈ જતી મીની બસ ઉપર ભારે પત્થરમારો કરી ડ્રાઈવરને ફટકાર્યો ઃ બચાવવા આવેલી કુમકની જીપને આગ ચાંપી દીધી ઃ મરનાર ત્રણેય શિક્ષિત યુવકો હતા

દાહોદ,તા.૩
પંચમહાલના દાહોદ - લીમડી હાઈ-વે ઉપર ઘાસીયા ગામના વળાંક નજીક કેદીઓને કોર્ટમાં રજૂ કરી પરત ફરતી લીમડી પોલીસની મીની બસના ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને અડફેટમાં લઈ મોતને ઘાટ ઉતારતાં ભારે તંગદીલી સર્જાઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ ભારે પથ્થરમારો ચલાવી પોલીસની મીની બસની તોડફોડ કરી હતી અને ચાલકની પણ ધોલાી કરી હતી.
પોલીસ બસના જવાનોને બચાવવા માટે લીમડી પોલીસનો કાફલો આવી પહોંચતા બેકાબુ ટોળાએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. ટોળાએ પોલીસ સબ ઈન્સ્પેકટરની સુમો જીપને આગ ચાંપી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોનો રોષ જોઈ પોલીસ એટલી હદે હેબતાઈ ગઈ હતી કે તેમની નજર સામે બબ્બે વાહનોની તોડફોડ અને આગચંપીને અટકાવી શકી ન હતી. એરઆરપીની કુમક આવ્યા બાદ સ્થિતિ કાબુમાં લેવાઈ હતી. બનાવને પગલે આસપાસના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છવાી હતી.
દાહોદ - લીમડી હાઈ-વે ઉપર ઝાલોદ તાલુકાના લીમડી પંથકમાં આવેલા ઘાસીયા ગામે આજે નમતી બપોરે બનેલા બનાવની વિગત એવી છે કે, લીમડી પોલીસ મથકની મીની બસ લઈ ચાલક આજે સવારે દસ વાગે ઝાલોદ સબ જેલના ચાર કેદીઓને લઈ દાહોદ કોર્ટમાં મુદત માટે આવ્યો હતો. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થતાં બપોર બાદ ચારેક વાગ્યાનાં સમય દરમ્યાન દાહોદ કોર્ટથી કેદી જાપ્તો લઈ પોલીસની મીની બસ ઝાલોદ જવા માટે નીકળી હતી. દાહોદ - લીમડી હાઈવે ઉપર ઘાસીયા ગામની નજીક વળાંક પર લીમડી તરફ આવતી મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટર સાયકલ સવાર જીગ્નેશ જોષી બીલવાળ (રહે. રેટીયા) અને કમલેશ જોખના બીલવાળ (રહે. રેટીયા)ના કમકમાટીભર્યુ મોત નીપજ્યા હતા. જ્યારે અરવિંદ વાલસીંગ સંગાડા (રહે. રેંડીય)ને ગંભીર ઈજા થતા દાહોદના ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પણ ત્યાં મોત નીપજ્યું હતું.
અકસ્માતથી વિફરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કેદી જાપ્તા વાળી મીની બસ ઉપર ભારે પથ્થરમારો ચલાવ્યો હતો. ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી મીની બસનાં ચાલકને માર માર્યો હતો અને મીની બસનાં કાચોની તોડફોડ કરી હતી.
બનાવની જાણ થતા લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ. એ.એમ. તાવીયાડ સાથે અકસ્માત સ્થળે પહોંચી બચાવ કરવા માટે સઆવતાં વિપરાયેલા ટોળો ફરીથી ભારે પથ્થરમારો કરતા પોલીસે બચવા માટે પીછેહઠ કરવી પડી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ લીમડી પોલીસ મથકની ફસ્ટ મોબાઈલ ટાટા સુમોને ઘેરી વળી સુમો જીપને આગ ચંપી કરી સળગાવી દીધી હતી.
બનાવને પગલે જીલ્લા પોલીસનાં નાયબ પોલીસ અધિક્ષક એલ.સી.બી., એસ.ઓ.જી. એસઆરપી પોલીસ ઘટના સ્થળે પહોંચતા ટોળુ વીખેરાયુ હતું. અકસ્માત વિસ્તારમાં ભઆરેલો અગ્નિ ફેલાયેલો હતો. દાહોદ અગ્નિશામક દળે પોલીસ જીપ ઉપર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. જીપનાં ટાયરો સીટ તેમજ સંપૂર્ણ જીપ સળગી ગઈ હતી. દાહોદ જિલ્લા પોલીસ અને એસઆરપી જવાનોએ વિફરેલા ટોળા પાછળ દોડતાં ડુંગરાળ વિસ્તારમાં ટોળુ વિખેરાય ગયા હતા.
અકસ્માત સ્થળે થોડાક સમય માટે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને હૂમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર
બે પિતરાઇભાઇ સહિત ત્રણના મોતથી રેટીયા ગામ શોકમગ્ન
ત્રણ પૈકી એક બીએડ થયેલો છે. બીજો કોલેજીયન અને ત્રીજો બારમાનો વિદ્યાર્થી
દાહોદ,તા.૩
ઝાલોદ તાલુકાના લીમડી પંથકમાં આવેલ રેટીયા ગામના જીગ્નેશ જોતી બીલવાળ, કાકાનો છોકરો કમલેશ જોખના, બીલવાળ અને ફળિયામાં રહેતો અરવિંદ વાલસીંગ સંગાડા લીમડીથી મોટર સાયકલ ઉપર રેટીયા ગામ તરફ આવતા કેદી જાપ્તાની મીની બસ સાથે ગમખ્વાર અકસ્માતમાં રેટીયા ગામના ત્રણ યુવાનોને કાળ ભરખી જતાં ગ્રામજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. બીલવાળ કુટુંબના કાકા-બાબાના જીગ્નેશ અને કમલેશ બંને આશાસ્પદ યુવાનોનાં અકાળે મોતથી પરિવારજનો માથે આભ તુટી પડયાની પરિસ્થિતી સર્જાતા પરિવારજનોના આક્રંદ કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલ જીગ્નેશ બીલવાળ હાલમાં જ બીએડ તો અભ્યાસ પૂર્ણ કરી નોકરી મેળવવાનો પ્રયાસ કરતો હતો તેમજ કમલેશ જોખવા બીલવાળ પછી કોલેજમાં અભ્યાસ કરતો હતો. અને અરવિંદ વાલસીંગ પછીધોરણ-૧૨ પાસ કરેલ હતો. એકજ ગામના ત્રણ શિક્ષિત યુવાનોના મોતથી પરિવારજનો શોકમગ્ન બન્યા હતા.

પોલીસવાનથી થયેલા અકસ્માત બાદ
રોષે ભરાયેલા ટોળાએ કરેલા પથ્થરમારામાં ચાર પોલીસ ઘવાયા
પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કરવાનું મુનાસીબ માન્યુ
દાહોદ,તા.૩
દાહોદ-લીમડી હાઇવે ઉપર કેદી જાપ્તાની પોલીસ મીનીબસની ટક્કરે મોટર સાયકલ સવાર ત્રણ આશાસ્પદ યુવાનો મોતને ભેટતા અકસ્માત સ્થળ નજીકના ગામોના ઉશ્કેયાલે ટોળા દ્વારા પથ્થરમારો કરી હુમલો કરતા કેદી જાપ્તાવાળા પોલીસ અને બચાવ માટે આવેલ લીમડી પોલીસના ત્રણ થી ચાર પોલીસ કર્મચારીઓને પથ્થરમારામાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
બીજીબાજુ ટોળાએ મોબાઇલ સુમો જીપને સળગાવી દેતા ફરજ ઉપરના પોલીસકર્મીઓએ હુમલાખોરો સામે પ્રતિકાર ન કરતા અનેક પ્રકારની શંકાકુશંકાઓ ઉઠી હતી. જ્યારે એસઆરપી સહીત અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી માત્ર હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યુ હતું. પોલીસની નજર સમક્ષ પોલીસ મોબાઇલ જીપને સળગાવમાં હુમલાખોરોને રોકવા માટે હથિયારધારી પોલીસ કે પીએસઆઇ એ હુમલાખોરોને રોકવા માટે હવામાં ફાયરીંગ પણ ન કરતા અનેક ચર્ચાઓએ જન્મ લીધો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved