Last Update : 04-August-2012, Saturday

 

દુષ્કાળથી ખેત ઉત્પાદન માં રર,૬૩૩ કરોડનું નુકશાન

૬ર શહેરોમાં ટેન્કરથી પાણી પહોંચાડશે

 

 

ખેતીમાં ૪૭ લાખ હેક્ટરમાં મહત્તમ પાક નિષ્ફળ ઃ રવી પાક ભયમાં

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતમાં વરસાદ ન થવાથી સર્જાયેલી દુષ્કાળની પરિસ્થિતિને પંહોચી વળવા માટે રાજય સરકારે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ રૃા.૧૪૬૭૩ કરોડની સહાયની માંગણી કરાઈ છે. સાથોસાથ દુષ્કાળના કારણે જે ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે તેનો ચિતાર આપ્યો હતો. જેમાં ખેતીનો પાક નિષ્ફળ જવાના કારણે રર૬૩૩ કરોડના નુકસાનનો અંદાજ લગાવાયો છે. આ ઉપરાંત પીવાના પાણી, ઘાસચારા, રોજગારીમાં કેવી ખાનાખરાબી સર્જાશે તેનું ચિત્રણ કરાયું હતું.
આજે ગાંધીનગરમાં શરદ પવાર સમક્ષ ગુજરાત સરકારે રાજયમાં દુષ્કાળના કારણે જે હાલાકી સર્જાવાનું શરૃ થયું છે તેનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમા પીવાના પાણીમાં રાજયના ૮ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અને જામનગર જિલ્લો ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જયારે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૃચ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અને ગાંધીનગર જિલ્લામાં પણ પાણીની અછત સર્જાઈ છે. જુલાઈ માસમાં રાજયના ર૪૩ ગામોને ટેન્કરથી પાણી અપાતું હતું તે ઓગસ્ટ માસમાં ૪૦પ ગામ થઈ ગયા, સપ્ટેમ્બરમાં ૮૦૧ ગામ અને પ શહેરો થશે અને ડિસેમ્બર સુધીમાં ૭૮૪૬ ગામ અને ૬ર શહેરોને ટેન્કરથી પાણી આપવાની નોબત આવશે. ૮ મહાનગરપાલિકા અને ૬૯ નગરપાલિકાના ર કરોડ નાગરિકો પીવાના પાણીની મુસિબતનો સામનો કરતાં થઈ ગયા છે.
હાલમાં રાજયમાં આવેલા ર૦ર ડેમમાંથી ૧૩૧ ડેમમાં ૧૦ ટકા કરતાં ઓછું પાણી છે. ૪૩ ડેમમાં ૧૦ ટકાથી ૩૦ ટકાની વચ્ચે જળપુરવઠો છે. ખેતીની સ્થિતિ પણ એટલી જ કરૃણ છે. સામાન્ય રીતે દર વર્ષે કુલ ૮૯.૪૩ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે. તેના બદલે હજુ સુધીમાં માત્ર પ૪.પ૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાંથી પણ ૧૩.રર લાખ હેક્ટરનું વાવેતર નિષ્ફળ જવા તરફ છે. આમ એક તો ૧૧.૦ર લાખ હેક્ટરમાં હજુ સુધી વાવણી જ નથી થઈ. ૬૦ લાખ હેક્ટર દુષ્કાળથી પ્રભાવિત છે અને ૪૭ લાખ હેક્ટરમાં પ૦ ટકાથી વધુ પાક નિષ્ફળ જશે તેવી સરકારે ભીતિ વ્યક્ત કરી છે. ખેતીવાડીનો પાક નિષ્ફળ જવાથી કુલ રર૬૩૩ કરોડનું નુકસાન થવાનું સરકારે જણાવ્યું હતું.
પશુધનની મુશ્કેલી પણ સરકારે જણાવી હતી. રાજયમાં કુલ ૧.૬૭ કરોડ ભેંસ સહિતના પશુઓ છે. તેમાં ૭૭.પ૬ લાખ પશુઓના દુષ્કાળના કારણે હાલ બેહાલ થયા છે. જયારે ૮૯.૯ર પશુને આંશિક પ્રતિકુળ અસર થઈ છે. આ તમામ પશુઓને આગામી ૯ માસ સુધી ઘાસચારો આપવા માટે કુલ ૧૪૮પ કિ.ગ્રા. સુકા ઘાસની જરૃરિયાત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જે વયોવૃધ્ધો, સગર્ભાઓ, વિકલાંગો સહિતના લોકો કામધંધે નથી જઈ શકે તેવા ર લાખ લોકો માટે ૪૮ કરોડની કેશડોલ્સ ચુકવવાની સ્થિતિ હોવાનું જણાવાયું હતું.

દુષ્કાળની કેટલીક વધુ વિપરિત
અસરો પર એક નજર

વરસાદની સ્થિતિ શું છે?
- દર વર્ષે થતો સરેરાશ વરસાદ ૭૯૮ મિ.મી.
- ચાલુ વર્ષે વરસાદ ૧૭પ મિ.મી.
- કુલ વરસાદની ઘટ પપ ટકા
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ ૭૦ ટકા

રાહત કામો અને મનરેગાનાં કામો
- અસરગ્રસ્ત જિલ્લામાં કુલ ૧.૪૦ કરોડ ગ્રામ્ય લોકો
- પ્રતિ વ્યક્તિ ર૦૦ કલાક કામ લેખે કુલ ર૧.૦૮ કરોડ કલાક કામ આપવું પડે
- આ માટે ભાગીદારી ફાળા સ્વરૃપે રૃા.૪૭૦ર કરોડની જરૃર પડે
- કુલ જરૃરિયાત પ૩રપ કરોડ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved