Last Update : 04-August-2012, Saturday

 

ફુડ સેફ્ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટને ગુજરાત ચેમ્બરે કોર્ટમાં પડકાર્યો

પંદરેક દિવસમાં વધુ સુનાવણી થવાની સંભાવના ઃ હાઈકોર્ટે પિટીશન એડમિટ કરી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ દેશના બંધારણની કલમ ૨૨૬ હેઠળ મળતા અધિકાર પર તરાપ મારતો અને તેની કેટલીક જોગવાઈઓ આપખુદ, ગેરકાયદે અને અંધાધૂંધી સર્જે તેવી હોવાનું જણાવી ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતની ૧૫ જેટલી સંસ્થાઓએ ગુજરાત હાઈકોર્ટમાં એક્ટની સંખ્યાબંધ જોગવાઈઓને પડકારી છે. તેમ જ તેને કારણે ફૂડ ઇન્સ્પેક્ટરોને મળી જતી વ્યાપક સત્તાને પરિણામે ભ્રષ્ટાચાર વધી જવાની ધાસ્તી પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ડિવિઝન બૅન્ચમાં કરવામાં આવેલી પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે આ એક્ટમાં ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ અધિકારીઓને આપવામાં આવેલી વ્યાપક સત્તાઓનો ઉપયોગ કરવામાં આવશે તો દેશનો ખાદ્ય સામગ્રીનો સમગ્ર ઉદ્યોગ ભાંગી પડશે. તેને કારણે ભ્રષ્ટાચાર વધી જવાની અને અંધાધૂંધી સર્જાવાની પણ શક્યતા રહેલી છે. પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે ફૂડ ઇન્સ્પેક્ટરને ખાદ્યસામગ્રીનો વેપાર કરનારાઓને દંડ કરવાની, સજા કરવાની અને જેલમાં ધકેલી દેવાની આપવામાં આવેલી સત્તાને બેફામ દુરુપયોગ થવાની શક્યતા રહેલી છે. આ સત્તા વ્યક્તિના બંધારણ દત્ત મૂળભૂત અધિકાર પર તરાપ મારનારી છે.
પીટીશનમાં ફૂડ સેફ્ટે એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ લાઈસન્સ મેળવવાની જોગવાઈને તથા ફૂડ બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવવાની જોગવાઈને પડકારવામાં આવી છે. ફૂડના પૅકેજિંગ તથા તેમાં કોઈ વસ્તુઓ ઉમેરવાને લગતી જોગવાઈઓ સામે વિરોધ નોંધાવવામા આવ્યો છે. એક જ એરિયામાં બે જુદી જુદી દુકાન ધરાવનારાઓએ અલગથી લાઈસન્સ લેવું પડે તો તે પણ તકલીફ ઊભી કરે તેવી જોગવાઈ હોવાનું પીટીશનમાં જણાવવામાં આવ્યું છે. એક જ વેપારીએ જુદી જુદી ખાદ્યસામગ્રી માટે જુદા જુદા લાઈસન્સ લેવા પડે તેવી શક્યતા આ કાયદા હેઠળ ઊભી થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય પાસેથી જુદા જુદા લાઈસન્સ પણ લેવા પડી શકે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved