Last Update : 04-August-2012, Saturday

 

ગુજરાતમાં અછત રાહત માટે રૃ.૧૪,૬૭૩ કરોડની જંગી માંગણી

ગ્રામીણ વિકાસ માટે સૌથી વધુ ૪૩૩૧ કરોડ અને પાણી પુરવઠા માટે ૪૧૧૬ કરોડ રૃપિયાની જરૃરિયાતઃટૂંકાગાળાના આયોજન અંગે ૭મી પહેલા અલગ આવેદન અપાશે
સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડની નીતિ બદલવા કેન્દ્ર સરકારને નરેન્દ્ર મોદીની શિખામણ

ગાંધીનગર,શુક્રવાર
ગુજરાતમાં પ્રવર્તી રહેલી અછતની સ્થિતિની સમિક્ષા માટે આવેલા કેન્દ્રિય પ્રધાનો શરદ પવાર,જયરામ રમેશ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મંત્રીમંડળના સભ્યો વચ્ચે આજે સચિવાલયમાં બેઠક યોજાઇ હતી. જેમાં બંને કેન્દ્રિય મંત્રી સમક્ષ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અછત રાહત માટે આવેદનપત્ર આપીને ૧૪૬૭૩ કરોડ રૃપિયાના પેકેજની માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા આ રાહત સહાય ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અપાતી આપત્તિ રાહતની નીતિમાં બદલાવ લાવવાની પણ માંગણી બંને પ્રધાનો સમક્ષ કરવામાં આવી હતી. બીજીતરફ બંને કેન્દ્રિય મંત્રીઓએ રાજ્ય સરકારને ટૂંકાગાળાના અને લાંબા ગાળાના મુદ્દાઓને આવેદનપત્રમાં એકસાથે આવરી લેવાયા હોવાથી બંને મુદ્દા અલગ તારવી હાલ તત્કાલ રાહત માટે પીવાનું પાણી, ઘાસચારો અને રોજગારીને લગતી બાબતોનું અલગ આવેદનપત્ર મોકલી આપવા જણાવાયું હતું. સરકાર હવે તત્કાલ રાહતના મુદ્દાઓનું અલગ આવેદનપત્ર ૭મી ઓગષ્ટ પહેલા મોકલી આપશે.
ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા દુષ્કાળનું સંકટ ઘેરાયું છે.દેશમાં અનેક રાજ્યોમાં અછતની સ્થિતિ ઉદભવી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટી દ્વારા અછતગ્રસ્ત રાજ્યોની મુલાકાત લઇ અછત રાહતના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવાર અને ગ્રામિણ વિકાસમંત્રી જયરામ રમેશ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બંને મંત્રીઓ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મંત્રી મંડળના સભ્યો વચ્ચે આજે સચિવાલયમાં બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અને અછત રાહત અંગેની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અછતની સ્થિતિમાં પાણી, સિંચાઇ, ઘાસચારો, ખેતી, વીજળી, રાહતકામો અને રોજગારી સહિતની બાબતો માટે બંને કેન્દ્રિય મંત્રીઓ સમક્ષ ૧૪૬૭૩ કરોડ રૃપિયાના પેકેજની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે કરેલી માંગણીઓમાં કૃષિ ક્ષેત્ર માટે ૧૫૩૮.૭૦ કરોડ, પાણી પુરવઠા માટે ૪૧૧૬ કરોડ, સિંચાઇ માટે ૧૨૨૦ કરોડ, વન વિભાગ માટે ૯૫.૫૫ કરોડ, પશુપાલન માટે ૪૬૦.૦૦ કરોડ, સહકાર ક્ષેત્રે ૩૬૩ કરોડ, ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ૪૩૩૧ કરોડ, મહેસૂલ વિભાગને રાહત માટે ૮૯૮ કરોડ અને ઉર્જા ક્ષેત્રમાં ૧૬૫૦ કરોડ રૃપિયાની જરૃરિયાત હોવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રીએ બંને પ્રધાનોને જણાવ્યું હતું કે, ઉત્પાદકીય અસ્કયામતોને જાળવવા તથા દુષ્કાળના પડકારની અસરો લાંબા ગાળાની હોવાથી કેન્દ્રના સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ અને નેચરલ કેલેમિટી રીલીફ ફંડની કેન્દ્રિય સહાયના ધોરણો વિશે પૂનઃવિચાર કરવાની જરૃર છે. તત્કાલ દુષ્કાળ રાહતના હાલના કેન્દ્રના માપદંડોને આધારે રાહત પેકેજની પધ્ધતિમાં પણ બદલાવ અનિવાર્ય બની ગયો છે. આજની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળ રાહત માટે લાંબા અને ટુંકા ગાળાના આયોજનો સાથેનું આવેદન આપવામાં આવ્યું હતું. જેના સામે બંને કેન્દ્રિય મંત્રીઓ દ્વારા સરકારને હાલ માત્ર ઇમરજન્સી રીલીફ એટલે કે, ઘાસચારા, પીવાના પાણી અને રાહતકામોને લગતી જરૃયિાતોનું આવેદન જ હાલ આપવા અને લાંબા ગાળાના આયોજનો પછી મોકલવા જણાવ્યું હતું. જેથી હવે રાજ્ય સરકાર ૭મી ઓગષ્ટ પહેલા ટૂંકાગાળાની જરૃરિયાતોનું આવેદનપત્ર કેન્દ્રને મોકલશે.

શરદ પવારની ટકોર
ગુજરાત સરકાર પાણી, ઘાસચારો પાકને નુકસાનના મુદ્દે કામ કરે
૧ લાખ વીજ કનેકશનોની યોજના તો લાંબા ગાળાનું આયોજન, અત્યારે હાથ ન ધરાય
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, શુક્રવાર
કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારે ગુજરાત સરકારને દુષ્કાળના સમયમાં લાંબા ગાળાના આયોજનો બાજુએ મૂકી ટૂંકા ગાળાના, તાત્કાલિક ઉપયોગી બની શકે તેવા કામો કરવાની ટકોર કરતા હાલ કૃષિ પાકને થયેલા નુકસાન, પીવાના પાણીની મુશ્કેલી તથા ઘાસચારાની જરૃરિયાત- જેવા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે અને આ મુદ્દા અંગે વિગતવાર રિપોર્ટ માગ્યો છે.
કેન્દ્રીય મંત્રીઓ શરદ પવાર, જયરામ રમેશ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની આ બેઠકમાં, દુષ્કાળના સમયમાં ૧ લાખ વીજળી કનેકશનો ખેડૂતોને આપવાની યોજના ગુજરાત સરકાર તરફથી રજૂ થઈ ત્યારે શરદ પવારે એવી પણ ટિપ્પણી કરી હતી કે, આ પ્રકારના લાંબા ગાળાના આયોજન દુષ્કાળના સમયે હાથ ધરવા રહેવા દો અને આ અંદાજપત્રીય કાર્યક્રમ છે, એટલે આવા આયોજનોને બદલે ટૂંકા ગાળાના કામો હાથ ધરવા જોઈએ. મોદીએ ૧ લાખ વીજકનેક્શન માટે કુલ રૃપિયા ૧૭૦૦ કરોડની જરૃર હોવાનું કહી કેન્દ્ર સરકાર તે પેટે ૮૫૦ કરોડની મદદ કરે તેવી માંગણી કરી હતી.

SDRFના ર૦ર૩.૮૭ કરોડ પાંચ વર્ષથી વપરાયા વગરના છે
ગાંધીનગર, શુક્રવાર
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ગુજરાત સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ હેઠળ(એસડીઆરએફ) હેઠળ કરોડોની રકમ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તે વાપરવામાં જ આવી નથી. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રએ રૃા.૧પ૧૭.૯૦ કરોડ આપ્યા છે. તેમાં રાજય સરકારના રપ ટકા ફાળાની પ૦પ.૯૯ કરોડ ઉમેરી કુલ રૃા.ર૦ર૩.૮૭ કરોડની રકમ વણવપરાયેલી પડી છે. આ રકમ દુષ્કાળ કે અછતના કામોમાં વાપરી શકાતી ન હોવાથી રાજય સરકાર દ્વારા નિયમો બદલાવી આપવા માટે કૃષિ મંત્રી શરદ પવાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં મળેલી રકમની વિગત નીચે મુજબ છે.
(રકમ કરોડમાં)


વર્ષ

કેન્દ્રનો ફાળો

રાજયનો ફાળો

કુલ

ર૦૦૭-૦૮

૪૮.પ૭

૧૬.૧૮

૬૪.૭પ

ર૦૦૮-૦૯

ર૧૩.પ૮

૭૧.૧૯

ર૮૪.૭૭

ર૦૦૯-૧૦

રર૪.રપ

૭૪.૭પ

ર૯૯.૦૦

ર૦૧૦-૧૧

૩૭૬.પ૯

૧ર૩.પ૩

પ૦ર.૧ર

ર૦૧૧-૧ર

૩૯પ.૪ર

૧૩૧.૮૧

પર૭.ર૩

કુલ

૧પ૧૭.૯૦

પ૦પ.૯૯

ર૦ર૩.૮૭

વિભાગવાર સહાયની માંગણી

વિભાગ                     

રકમ(કરોડમાં)

 

કૃષિ

૧૫૩૮.૭૦

 

પાણી પુરવઠો

૪૧૧૬.૦૦

 

સિંચાઈ

૧૨૨૦.૦૦

 

વન વિભાગ

    ૯૫.૫૫

 

પશુપાલન

૪૬૦.૦૦

 

સહકાર

૩૬૩.૦૦

 

ગ્રામવિકાસ

૪૩૩૧.૦૦

 

મહેસુલ (રાહત)

૮૯૮.૦૦

 

ઉર્જા

૧૬૫૦.૦૦

 

કુલ

૧૪૬૭૩.૦૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved