Last Update : 04-August-2012, Saturday

 

 

કર્ણાટકમાં આયર્ન ઓરની વધી રહેલી પૂરવઠા ખેંચથી સ્ટીલ કંપનીઓ તકલીફમાં

કંપનીઓ પાસે કાચા માલનો ૨૦ાૃથી ૪૫ દિવસ ચાલે એટલો જ સ્ટોક

કર્ણાટક ખાતેથી આયર્ન ઓરની પૂરવઠા ખેંચથી સ્ટીલ તથા પેલેટ પ્લાન્ટસ ધરાવતી કંપનીઓ માટે તેમનું ઉત્પાદન સ્તર જાળવી રાખવા સામે પડકાર ઊભો થઈ રહ્યો છે. બીએમએમ ઈસ્પાત લિ., કલ્યાણી સ્ટીલ્સ, કિર્લોસ્કર ફેરસ ઈન્ડ. જેવી સ્ટીલ ઉત્પાદકો અને એમએસપીએલ લિ., સેસા ગોવા તથા ડેમ્પો જેવી પેલેટ ઉત્પાદક કંપની આયર્ન ઓરની ભારે અછત અનુભવી રહી છે. આ કંપનીઓ પાસે કાચા માલના ૨૦થી ૪૫ દિવસ ચાલે એટલો જ સ્ટોક્સ છે.
ઈ-ઓકશન માટે કર્ણાટક રાજ્યમાં આયર્ન ઓરના ૨.૫૦ કરોડ ટનના અનામત જથ્થામાંથી ૩૦ લાખ ટન જથ્થો જ બાકી રહી ગયો છે ત્યારે જો કર્ણાટકમાં માઈનિંગ કામગીરી તાત્કાલિક ચાલુ નહીં થાય તો આ કંપનીઓએે પોતાની ઓર જરૃરિયાત પૂરી કરવા અન્ય રાજ્યો તરફ નજર દોડાવવી પડશે અથવા તો કામકાજ બંધ કરી દેવાની ફરજ પડશે. બહારના રાજ્યોમાંથી ઓર મેળવવાનું કંપનીઓ માટે મોંઘુ સાબિત થઈ રહ્યું છે. ઈ-ઓકશનમાં ઊંચા ખર્ચને કારણે કંપનીઓ આમ પણ ભારે નાણાંકીય દબાણ હેઠળ રહે છે.
ઓકશન ખાતે બાકી પડેલા સ્ટોકસમાંનો મોટાભાગનો હિસ્સો નીચા દરજ્જાના ઓરનો છે જે સ્ટીલ મિલ્સ માટે બિનઉપયોગી હોય છે. ઓરને શુદ્ધ કરવા માટેના પ્લાન્ટસ ધરાવતી જેએસડબ્લ્યુ સ્ટીલ તથા બીએમએમ ઈસ્પાત માટે પણ આ નીચા દરજ્જાનો ઓર કામ આવે એમ નથી. કર્ણાટકમાં જેએસડબ્લ્યુ બાદ બીજી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની બીએમએમ ઈસ્પાત છત્તીસગઢ તથા ઓરિસ્સા ખાતેથી ઓરની ખરીદી કરવા યોજના ધરાવે છે. બહારના રાજ્યમાંથી ખરીદી કરવાને કારણે કંપનીએ પ્રતિ ટન પાછળ રૃપિયા ૫૦૦૦ વધુ ખર્ચ કરવા પડે છે. બીએમએમ ઈસ્પાતને પોતાના વાર્ષિક ૨૪ લાખ ટનના પ્લાન્ટ માટે ૪૦ લાખ ટન ઓરની આવશ્યકતા રહે છે.
સાત લાખ ટન સ્ટીલ પ્લાન્ટ સાથેની કલ્યાણી સ્ટીલ હાલમાં પોતાની ક્ષમતાના ૩૦ ટકાએ કામ કરે છે. જેએસડબલ્યુ સ્ટીલ એક જ એવી માત્ર કંપની છે જેણે ઈ-ઓકશનમાં ૧.૪૦ કરોડ ટનની ખરીદી કરી છે અને તેની પાસે હાલમાં બે મહિના ચાલે એટલો સ્ટોકસ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન મિનરલ ઈન્ડ., સાઉથના સૂત્રોના જણાવ્યાનુસાર નાની અને મધ્યમ કદની સ્ટીલ મિલ્સ હાલમાં ભારે નાણાંકીય તાણ અનુભવી રહી છે કારણ કે તેમણે ઈ-ઓકશનમાં ઊંચા ખર્ચે ખરીદી કરવાની ફરજ પડી રહી છે. માઈનિંગ જલદી શરૃ નહીં થાય તો તેમણે સમસ્યામાં વધારો થશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved