Last Update : 04-August-2012, Saturday

 

બે દિવસના અંધારપટમાં પાવર કંપનીઓને રૃ.૫૫૦ કરોડનું નુકસાન ઃ ૯૦,૦૦૦ મે.વોટનો લોસ

સીઈઆરસીએ ગ્રીડ નિષ્ફળ જવાનાં કારણોની તપાસ કરવાનો આદેશ આપ્યો ઃ રિપોર્ટ ૮મી ઓગસ્ટ સુધીમાં આપવા જણાવ્યું

મુંબઈ,તા.૩
આ સપ્તાહની શરૃઆતમાં મોટા પાયે ગ્રીડ નિષ્ફળ જવાનાં કારણે ભારતના મોટાભાગનાં પ્રેદેશોમાં અંધારપટ છવાઈ ગયો તેની અસર પાવર જનરેશન કંપનીઓ પર થતાં વિશ્વનાં આ સૌથી ખરાબ પાવર બ્લેક આઉટનાં કારણે પાવર કંપનીઓને અંદાજે રૃ.૫૫૦ કરોડનું નુકશાન થયું છે. ગ્રીડ નિષ્ફળ જતાં કેન્દ્ર સરકારની માલિકીની ઊર્જાનું ઉત્પાદન કરતી એનટીપીસી, ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. અને નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન તો રાજ્યોની માલિકીની રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશની વીજ કંપનીઓને તેમનાં પ્લાંટ બંધ રાખવા પડયા હતા.
સોમવારે વધુ પડતાં લોડને કારણે રાજધાની દિલ્હી સહિત ૯ રાજ્યોને વિજળી પૂરી પાડતી ઉત્તરીય ગ્રીડ તૂટતાં અંદાજે ૩૫,૦૦૦ મેગાવોટની ક્ષમતા બંધ કરવી પડી હતી. આની નિષ્ફળતા પાછળનાં ચોક્કસ કારણો જાણવા મળે તેની પહેલાં જ વધુ બે ગ્રીડ- પૂર્વીય અને ઈશાન ગ્રીડ પણ ટ્રીપ થઈ ગઈ. આમ પ્રથમ દિવસનાં ૩૫,૦૦૦ મેગાવોટની સામે બીજા દિવસે ત્રણ ગ્રીડ ટ્રીપ થતાં ૫૫,૦૦૦ મે.વોટનો જનરેશન લોસ થયો. બે દિવસમાં કુલ ૯૦,૦૦૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ખોટ ગઈ. ભારતની દૈનિક વિજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા બે લાખ મેગાવોટ છે તેનાં અડધા જેટલી આમ ટ્રીપીંગ વખતે ઉત્પન્ન ન થઈ શકી.
કેટલાંક પ્લાંટ જો કે અમુક કલાકો કે એક દિવસથી ઓછો સમય બંધ રહ્યા તો બાકીનાં ૧ દિવસથી વધુ સમય માટે બંધ રાખવા પડયા. આમ તો પાવર કંપનીઓએ તેમને ગયેલ નુકશાનનો અંદાજ વ્યકત કર્યો નથી પણ ઉપલબ્ધ માહિતી પરથી ગણતરી કરતાં અંદાજે રૃ.૫૫૦ કરોડનું નુકશાન ૮૫ ટકા પ્લાંટ લોડ ફેકટરની ધારણા રાખીએ તો થાય. એક યુનિટ રૃ.૩નાં ભાવે વેચાતો હોવાનો રૃઢીચુસ્ત ગણતરીએ આ રકમ આવે છે.
આમાં સૌથી ખરાબ અસર એનટીપીસીને થઈ હતી. ગ્રીડ ફેલ જવાનાં કારણે એના ૬ પ્લાંટ બંધ પડયા હતા. ઉપર જણાવ્યાનું સ્તરની ગણતરીએ કંપનીને અંદાજે રૃ.૪૨.૬ કરોડનું નુકસાન ગયું હોવાનું જણાય છે જો કે કંપનીએ આ અંગે કોઈ માહિતી બહાર પાડી નથી.
કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે એનટીપીસીની કુલ ક્ષમતાનાં પાંચમા ભાગની અંદાજે ૭૦૦૦ મે.વોટની ક્ષમતા થોડા સમય માટે બંધ પડી હતી. જો કે ગ્રીડ રીપેર થતાંની સાથે જ આ ક્ષમતા કાર્યરત થઈ ગઈ હતી. કંપનીનો નફો નુકશાન ફિક્સ કોસ્ટ પર આધાર રાખે છેય તેથી ૩ રૃ.ની યુનિટ દીઠે વેચાણ કિંમતને આધારે નુકસાન ગણી શકાય નહીં. મોટા ભાગનાં જૂના પાવર પ્લાંટોમાં ફિક્સ કોસ્ટ ઘણી ઓછી હોવાનું પણ આ વર્તુળોએ જણાવ્યું હતું. દર વર્ષે ૨૨૦ અબજ નુનિટ વીજ ઉત્પાદન કરતી એનટીપીસીએ નેટ નફામાં માત્ર ૧.૨ ટકાનો વદારો અને કુલ આવકમાં ૯.૪ ટકાનો વધારો નોંધાવ્યો હતો. ગ્રીડ ફેલ્યોરાં કંપનીના ૨૫૦૦ મે.વોટ રિહાન્ડ થર્મલ પાવર સ્ટેશન, ૨૦૦૦ મે.વો.નો સિંગરુલી પ્લાંટ, ૧૮૦૦ મે.વો.નો દાદરી પ્લાંટ, ૧૦૫૦ મે.વો.નો ઉંચાચર પ્લાંટ અને ૭૦૫ મે.વો.નો બાદરપુર પ્લાંટ ફંઈલ ગયા હતા. એનપીસીઆઈએલનાં રાજસ્થાન એટમીક પાવર પ્લાંટને પણ અસર થઈ હતી.

 

ગ્રીડ કેમ નિષ્ફળ ગઈ ? ઓગસ્ટ ૮ સુધીમાં અહેવાલ સુપ્રત કરો ઃ સીઈઆરસી
સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી) એ સોમ અને મંગળવારે ગ્રીડો ફેઈલ જવાનાં કારણોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને તેનો અહેવાલ ૮મી ઓગસ્ટ સુધીમાં આપવા જણાવ્યું છે.પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન (પોસ્કો)નાં ચીફ એક્ઝિકયુટીવ અને પાવર ગ્રીડ કોર્પોરેશનનાં ચેરમેનને તપાસ સોંપાઈ છે.
સીઈઆરસીએ પોતાની મેળે જ શરૃ કરેલ આ તપાસમાં નેશનલ લોડ ડિસપેચ સેન્ટર, પાવરગ્રીડ અને પોસ્કોએ જવાબ આપવાનાં છે.
આ પૂર્વે જ કેન્દ્રનો પાવર મિનીસ્ટ્રીએ ગ્રીડ કોલેપ્સની તપાસ કરવા ૩ સભ્યોની એક પેનલની જાહેરાત કરી છે જે સેન્ટ્રલ ઈલેક્ટ્રીસીટી ઓથોરિટીનાં ચેરમેનની આગેવાની હેઠળ તપાસ કરશે. પાવર ગ્રીડ પણ તેની પોતાની પોતાની આંતરિક તપાસનો આદેશ આપ્યો છે. ફિક્કીએ ગ્રીડ ડીસીપ્લીન પર ભાર મૂકી રાજ્યોને કડક શિસ્તનું પાલન કરાવવાની કેન્દ્રને વિનંતિ કરી છે.

 

ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાઈ છે ?
- પાંચ પ્રાદેશિક વિતરણ ગ્રીડ મારફત ૧૩૨ કેવીનાં હાઈ વોલ્ટેજે જથ્થાબંધ પાવર ટ્રાન્સફર કરાય છે.
- રાજ્યો વચ્ચેની વિજ વિતરણની જવાબદારી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને સોંપાઈ છે.
- સરેરાશ વિજ માંગ ૫૦ ટેરા વોટ અવર્સ ૫ વર્ષ પૂર્વે હતી તે હમણાં વધીને ૭૫-૮૦ ટેરા વોટ અવર્શ થઈ ગઈ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved