Last Update : 04-August-2012, Saturday

 

વરસાદની ખાાૃધ અને વેપારમાં મંદીને પરિણામે
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેન્કોની એસેટ કવોલિટી પર ઘેરી અસર

 

વરસાદની ખાધ અને વેપારમાં મંદીએ જુનના અંતે પૂરા થયેલા ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેન્કોની એસેટ કવોલિટી પર ઘેરી અસર કરી છે. ૩૨ લિસ્ટેડ બેન્કોની કુલ નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) રૃપિયા ૮૧૦૦ કરોડ વધીને રૃપિયા ૯૧૪૨૯ કરોડ પર પહોંચી ગઈ છે. જો કે આમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આંકડાનો સમાવેશ કરાયો નથી. સ્ટેટ બેન્ક પોતાના ત્રિમાસિક પરિણામ આવતા સપ્તાહે જાહેર કરનાર છે.
પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નાના અને મધ્યમ ઉપક્રમો તથા કૃષિ ક્ષેત્ર ડિફોલ્ટસ માટે વધુ જવાબદાર છે, એમ બેન્કરો તથા એનાલિસ્ટો જણાવી રહ્યા છે. મોટાભાગની બેડ લોન્સ જાહેર ક્ષેત્રની બેન્કોના ખાતામાં જ છે. ખાનગી ક્ષેત્રની બેન્કોની બેડ લોન્સમાં સાધારણ જ વધારો થયો છે કારણ કે ટેકસટાઈલ તથા સ્ટીલ જેવા દબાણ હેઠળના ક્ષેત્રોમાં તેમનું એકસપોઝર જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ઓછું છે. ખાનગી ક્ષેત્રની બેન્કોનું રિસ્ક-મેનેજમેન્ટ ધોરણ સખત હોય છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એનપીએમાં નોંધપાત્ર વધારો થવા પાછળનું કારણ મંદ ચોમાસું અને ઔદ્યોગિક મંદી હોવાનું બેન્ક ઓફ બરોડાએ જણાવ્યું હતું. એપ્રિલથી જુન ૨૦૧૨ના ત્રણ મહિનામાં પંજાબ નેશનલ બેન્કની એનપીએ રૃપિયા ૧૨૬૮ કરોડ વધીને રૃપિયા ૯૯૮૮ કરોડ પર પહોંચી ગઈ હતી. આર્થિક મંદીને કારણે પોતાના નફામાં વધારો કરવાનું નાના અને મધ્યમ ઉપક્રમો માટે પડકારરૃપ બની ગયું છે. તેમના કાચા માલ પાછળનો ખર્ચ વધી રહ્યો છે એમ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું. માર્ચ ૨૦૧૨ના અંતે એસબીઆઈની કુલ બેડ લોન્સ રૃપિયા ૩૯૬૭૬ કરોડ જેટલી હતી, જેમાં નાના અને મધ્યમ કદના ઉપક્રમોનો હિસ્સો રૃપિયા ૧૧૯૨૯ કરોડ હતો. ક્રિસિલ રેટિંગ્સના સીનિયર ડાયરેકટર નાગરાજન નરસિંહાએ જણાવ્યું હતું કે, કેપિટલ ગુડસ ક્ષેત્રની વર્કિંગ કેપિટલની જરૃરિયાતો પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતાં તેમની ક્રેડિટ કવોલિટી દબાણ હેઠળ આવી ગઈ છે.
૨૦૧૧-૧૨થી મોટી મૂડી રોકાણ યોજનાઓ મોકૂફ રખાવાને કારણે દબાણમાં વધારો થયો છે. આને કારણે સ્ટોકમાં વધારો થઈ રહ્યો છે અને ગ્રાહકો દ્વારા પેમેન્ટમાં ઢીલ થઇ રહી છે જેનાથી લિક્વિડિટીની ખેંચ અનુભવી રહ્યા છે. બીજા ત્રિમાસિક ગાળાનું ભાવિ પણ ધૂંધળું જણાઈ રહ્યું છે. રિઝર્વ બેન્કે સંપૂર્ણ વર્ષના આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૩૦ ટકા પરથી ઘટાડી ૬.૫૦ ટકા કર્યો છે અને ફુગાવાનો અંદાજ પણ ૬.૫૦ ટકા પરથી વધારી ૭ ટકા કર્યો છે.
કેપિટલ ગુડસ ક્ષેત્રમાં આવી રહેલી નબળાઈ ચિંતાનો વિષય છે કારણ કે આ ક્ષેત્રની નબળાઈની અસર અન્ય ક્ષેત્રો પર પણ પડે છે એમ ક્રિસિલે નોંધ્યું છે. વરસાદની ખાધ અને વેપારમાં મંદીને કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિના દબાણ હેઠળ રહેશે. જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કોની એનપીએમાં ખાસ વધારો થયો નથી. પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રની બેન્કોની ધિરાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વર્કિંગ કેપિટલની માગ ઊંચી રહેતા મંદી છતાં ધિરાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે એમ એક ખાનગી બેન્કના અધિકારીએ જણાવ્યું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved