Last Update : 04-August-2012, Saturday

 

સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ તહેવારો ટાંકણે ભાવો ઘટતાં રાહત ફેલાઈ

વિશ્વ બજારમાં ડોલર સામે યુરો તૂટતાં સોનામાં ફંડોની નિકળેલી વેચવાલી ઃ ઘરઆંગણે ડોલર વધ્યા પછી ફરી તૂટયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવોમાં ગાબડાં પડયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના આજે રૃ.૯૫થી ૧૧૫ તૂટયા હતા. જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૬૬૫ તૂટયા હતા. વિશ્વ બજારમાં ભાવો તૂટી ગયાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૮૪૫ વાળા રૃ.૨૯૭૪૫ ખુલી રૃ.૨૯૭૩૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૯૭૫ વાળા રૃ.૨૯૮૮૦ ખુલી રૃ.૨૯૮૮૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૯૬૦ વાળા રૃ.૫૩૩૫૦ ખુલી રૃ.૫૩૨૯૫ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૩૧૫૦થી ૫૩૨૦૦ તથા કેશમાં રૃ.૫૩૦૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે ગુરૃવારે મોડી સાંજે ૧૫૯૩થી ૧૫૯૪ ડોલર રહ્યા હતા તે આજે ઉંચામાં રૃ.૧૫૯૯.૪૦ થયા પછી તૂટીને ૧૫૮૫.૩૦ ડોલર રહી સાંજે ૧૫૮૯.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો જે ગુરુવારે મોડી સાંજે ૨૭.૨૨થી ૨૭.૨૩ ડોલરવાળા ઉંચામાં ૨૭.૨૮થી ૨૭.૨૯ ડોલર થયા પછી તૂટીને ૨૭.૦૪ થઈ સાંજે ૨૭.૨૨થી ૨૭.૨૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં યુરોપના દેશોેને આર્થિક સંકટમાંથી બહાર લાવવા યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા કોઈ નક્કર પગલાં ન આવતાં વિશ્વ બજારમાં યુરોના ભાવો ઘટી જતા તથા યુરો સામે ડોલર વધતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે હેજ પંડોની વેચવાલી નીકળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ આજે ઝવેરી બજારોમાં તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. આયાત પડતર નીચી આવી હતી, ડોલરના ભાવો જો કેે રૃ.૫૫.૮૪ વાળા આજે ઉંચામાં રૃ.૫૬.૧૯ થયા પછી ઘટી રૃ.૫૫.૭૨ થઈ છેલ્લે રૃ.૫૫.૭૫ રહ્યા હતા. ડોલરના ભાવો ઘટતાં તેના કારણે પણ સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવ્યાની ચર્ચા હતી. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૮૦૦ ઘટી રૃ.૫૩૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૭૮૫ ઘટી રૃ.૫૩૦૦૦ રહ્યા હતા. ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ ઘટી રૃ.૬૧થી ૬૨ હજાર રહ્યા હતા. દિલ્હી સોનાના ભાવો આજે રૃ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૦૦૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૦૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved