Last Update : 04-August-2012, Saturday

 

ખાંડમાં તોફાની તેજી વચ્ચે ભાવો ઉંચામાં રૃ.૩૮૦૦ કુદાવી ગયા

રિટેલ સ્તરે કિલોના રૃ.૪૦ ઉપર ભાવો બોલાયા

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે તોફાની તેજી આગળ વધતાં ભાવો હાજરમાં ઉંચામાં કિવ.ના રૃ.૩૮૦૦ની સપાટી પાર કરી ગયા હતા. હાજર ભાવો આજે રૃ.૧૦૦થી ૧૫૦ વધી ગયા હતા. હાજરમાં ભાવો વધી રૃ.૩૬૧૧થી ૩૬૯૧ તથા સારાના રૃ.૩૬૯૨થી ૩૮૧૧ બોલાઈ ગયા હતા. નાકા ડિલીવરીના ભાવો ઉછળી રૃ.૩૬૨૦થી ૩૬૬૦ તથા સારાના રૃ.૩૭૦૦થી ૩૭૬૦ રહ્યા હાત. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૬૧૦થી ૪૬૭૦ તથા સારાના રૃ.૩૬૪૦થી ૩૭૯૦ બોલાઈ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૭૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. તહેવારોની મોસમ શરૃ થતાં બજારમાં વધતા ભાવોએ આગળ ઉપર ભાવો વધુ વધવાની ભીતિ વચ્ચે ડિમાન્ડ વધ્યાના સમાચારો હતા. દેશમાં શેરડી ઉગાડતા વિવિધ રાજ્યોમાં વરસાદની અછત વચ્ચે નવી મોસમમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની ગણતરી બતાવાઈ રહી છે. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર અંકુશો મૂકવા કોઈ પગલાં ન ભરતાં તથા ખાંડના વાયદામાં પણ અંકુશાત્મક નક્કર પગલાનો અભાવ રહેતાં ખાંડના ભાવોમાં ભડકો થઈ ગયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ભારતથી ખાંડની નિકાસ ચાલુ રહેતાં વિશ્વ બજારમાં જો કે ખાંડના ભાવો ઘટાડા પર રહ્યાના સમાચારો હતા. લંડન બજારમાં રિફાઈન્ડ વ્હાઈટ સુગરના ભાવો ગુરુવારે છેલ્લે ઓકટોબર વાયદાના ૧૧ ડોલર તૂટી ૬૧૦.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. જથ્થાબંધ બજારોમાં ભાવો ઉછળતાં ઘરઆંગણે રિટેલ સ્તરે ખાંડના કિલોના ભાવો વધી રૃ.૪૦થી ઉપર બોલાતા થયાના નિર્દેશો હતા.
રૃમાં મિશ્ર હવામાન ઃ ઘરઆંગણે નરમ વલણ જયારે વિશ્વ બજારમાં ભાવોમાં ચમકારો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો ઉંચા મથાળે સૂસ્ત રહ્યા હતા, મથકોએ મિલોની નવી માંગ પાંખી રહી હતી, જોકે વરસાદની પ્રગતિ પણ ધીમી તથા અનિયમિત રહેતાં સ્પોટ પર નવી વેચવાલી છૂટીછવાઈ રહી છે. મિલો પર વિજળીના ધાંધિયાના કારણે પણ ઉત્પાદનને અસર પડતાં રૃમાં તેના કારણે પણ મિલોની ખરીદીને અસર પડી રહ્યાની ચર્ચા હતી. જોકે વિશ્વ બજારના સમાચારો આજે મજબૂતાઈ બતાવી રહ્યા હતા, ભારતની મિલો દ્વારા રૃની આયાત કરવાનું વલણ વધતાં વિશ્વ બજાર વધી આવ્યાની ચર્ચા હતી. ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૩૮, ૪૧ તથા ૪૮ પોઈન્ટનો ઉછાળો બતાવી રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે આજે સ્પોટ પર ભાવો ગુજરાત કલ્યાણના રૃ.૨૯૦૦૦થી ૨૯૫૦૦ તથા ગુજરાત સંકર-૪ના રૃ.૩૬૭૦૦થી૩૭૦૦૦ રહ્યા હતા. જયારે મધ્ય-પ્રદેશ અને મહારાષ્ટ્ર જાજુ ભાવો ફરધર પાકના માલોના રૃ.૩૩૦૦૦થી ૩૪૦૦૦ તથા સારાના રૃ.૩૮૦૦૦ બોલાઈ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન, હરિયાણા તથા પંજાબ બાજુ નીચામાં રૃ.૩૬૯૦થી ૩૭૦૦ તથા ઉંચામાં રૃ.૩૭૫૦થી ૩૮૫૦ સુધી રહ્યાના સમાચારો હતા.
કન્ઝયુમર પેક્સમાં ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો
નવી દિલ્હી,તા.૩
તુરત જ અમલમાં આવે એ રીતે સરકારે બ્રાન્ડેડ કન્ઝયુમર પેકસમાં થતી ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ મૂકવો છે. આ પગલા પાછળનો હેતુ સ્થાનિક પુરવઠો વધારવાનો અને વરસાદના અભાવે ખરીફ મોસમમાં તેલિબિયાંનો પાક ઓછો ઉતરે તો પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવાનો છે. આ માટે ડી.જી.એફ.ટી.એ એક નોટિફિકેશન બહાર પાડયું હતું. ૩૧મી કન્ઝયુમર પેક્સમાં નિકાસ કરવાની પૂર્વે સરકારે ગયા વર્ષે આપી હતી. પણ હવે બુધવારે મોડી રાત્રે ડીજીએફટીએ જારી કરેલ નોટિફિકેશનમાં જણાવાયું છે કે હવે આવી નિકાસો પર પણ પ્રતિબંધ પ્રવર્તે છે.
સૌરાષ્ટ્ર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સાવ છૂટો છવાયો અને પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ થયો તેનાં પગલે મગફળીનાં વાવેતર પર અસર થઈ છે. જુલાઈનાં અંત સુધીમાં ૨૫.૪૬ લાખ હેકટરમાં જ મગફળીનું વાવેતર થયું છેે જે ગયા વર્ષે ૩૩.૦૯ લાખ હેકટર વિસ્તારમાં થયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved