Last Update : 04-August-2012, Saturday

 

એરંડામાં આગઝરતી તેજી વચ્ચે રૃ.૪૫૦૦ની સપાટી વાયદામાં પાર થઈ

મથકોએ ઉપલી સર્કિટ લાગી ઃ જો કે હાજર કરતાં વાયદો હવે રૃ.૩૦૦ ઉંચો બોલાતાં ઉંચે પસંદ કરાતી સાવચેતી
ુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં તોફાની તેજી આગળ વધતાં ભાવો નવા ઉછાળા વચ્ચે રૃ.૪૫૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મુંબઈ એરંડા સપ્ટે.ના ભાવો રૃ.૪૪૬૦ વાળા રૃ.૪૫૦૦ ખુલી રૃ.૪૫૬૫ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો થયા હતા. અને મથકો પાછળ મુંબઈ વાયદામાં વધતી બજારે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો ઉછળી રૃ.૪૨૫૦ બોલાયા હતા જયારે દિવેલના હાજર ભાવો આજે રૃ.૩૦થી ૩૫ ઉછળી કોમર્શિયલના રૃ.૮૮૦, એફએસજીના રૃ.૮૯૦ તથા એફએસજી કંડલાના રૃ.૮૭૫ રહ્યા હતા. મથકોએ વરસાદનો વસવસો તથા હાજર અને વાયદા બજાર પર શિપરો સાથે તેજીવાળાઓની પક્કડ વચ્ચે ભાવો રોજેરોજ ઉછળતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. જો કે સામાન્ય સંજોગોમાં જે વર્ષે વરસાદ ઓછો પડે છે એ વર્ષે એરંડા વધુ વવાવામાં આવે છે કારણ કે અન્ય પાકો કરતાં એરંડાને પાણીની જરૃર ઓછી પડે છે એવું બજારમાં આજે ચર્ચાઈ રહ્યું હતું. એરંડામાં વાયદાના ભાવો ઉંચા તથા હાજર બજારમાં ભાવો રૃ.૩૦૦ જેટલા નીચા રહેતાં હવે વાયદામાં ઉંચે સાવચેતી અપનાવવી જરૃરી હોવાનું મંતવ્ય પણ આજે બજારમાં ચર્ચાઈ રહ્યું હતું. રાજકોટ વાયદો આજે ઉછળી રૃ.૪૫૫૮ બોલાતાં તેજીની સર્કિટ લાગી હતી. એરંડાની આવકો આજે ગુજરાત, સૌૈરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૨૨થી ૨૩ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના વધી રૃ.૮૨૫ રહ્યાના સમાચારો હતા. હૈદ્રાબાદ બાજુ ભાવો વધી એરંડાના રૃ.૩૮૦૦ તથા દિવેલના રૃ.૮૩૫ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ગુવારસીડ અને ગુવારગમના સટ્ટામાં કમાયેલો વર્ગ એરંડામાં દાખલ થયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. વિશ્વ બજારમાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૯, ૧૮, ૨૦ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૮ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૨૮ પોઈન્ટ માઈનસ્માં બંધ રહ્યાના સમાચારો હતા. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો છેલ્લે રૃ.૭૮૫.૩૦ રહ્યો હતો. મુંબઈમાં પામતેલના ભાવો હવાલા રિસેલના રૃ.૬૨૭ તથા જેએનપીટીના રૃ.૬૨૨થી ૬૨૩ બોલાઈ રહ્યા હતા. માંગ ધીમી રહી હતી. મુંબઈમાં હાજર બજારમાં આજે સોયાતેલ રિફા.ના ભાવો વધી રૃ.૭૫૦ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૧૨૨૦ તથા રાજકોટ બાજુ રૃ.૧૨૩૦ તથા ૧૫ કિલોના રૃ.૧૮૮૦ રહ્યા હતા. મુંબઈમાં કપાસિયા તેલના ભાવો રૃ.૭૫૫, કોપરેલના રૃ.૬૬૫, સન ફલાવરના રૃ.૭૦૦ વાળા રૃ.૭૦૫ તથા રિફા.ના રૃ.૭૬૦ વાળા રૃ.૭૭૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવો વધતા અટકી રૃ.૨૦૦૦ તૂટી રૃ.૪૩૦૦૦ બોલાયા હતા જયારે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૭૧૦૦ રહ્યા હતા. અન્ય ખોળોના ભાવો અથડાતા રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved