Last Update : 04-August-2012, Saturday

 

યુ.એસ.ના જોબ ડાટા પૂર્વે ઈસીબીના નિવેદને ફરી યુરોપના બજારોમાં તોફાની ઉછાળો
સેન્સેક્ષનું આરંભિક ૧૯૭ પોઈન્ટનું ગાબડું અંતે પુરાયું ઃ આઈટી, ફાર્મા, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી

મેટલ, ઓટો, બેંકિંગ, શેરોમાં વેચવાલી ઃ નિફટી ૫૧૬૫ થઈ ૫૨૨૦

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
યુરોપના બજારોમાં ગઇકાલે મોડી સાંજે ધોવાણ બાદ ફરી યુરોપીય સેન્ટ્રલ બેંકના (ઇસીબી) પ્રેસીડેન્ટ મારિઓ ડ્રાગ્ચી દ્વારા યુરોની પીછેહઠનો અસ્તિત્વના અંતનો કોઇ સવાલ નથી અને ઇસીબી ટૂંક સમયમાં ઓપન માર્કેટમાં સરકારી બોન્ડસની અમર્યાદા ખરીદી શરૃ કરશે અને અસાધારણ ઉંચા ઋણ ખર્ચને ઘટાડવા અન્ય બિનપરંપરાગત પગલાં અપનાવશે એવા નિવેદને આજે યુરોપના બજારોમાં તોફાની ઉછાળો આવતા મુંબઇ શેરબજારોમાં પણ મેટલ, ઓટો, બેંકિંગ, રીયાલ્ટી, એફએમસીજી શેરો પાછળ સેન્સેક્ષનું ૧૯૭.૩૯ પોઇન્ટનું આરંભિક ગાબડું લગભગ પુરાઇ જઇ ઘટયામથાળે વિપ્રો, એનટીપીસી, ડૉ. રેડ્ડીઝ લેબ., ભેલ, લાર્સન, ઓએનજીસી, એચડીએફસી શેરો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આકર્ષણે અને યુ.એસ.ના જોબ આંકડા જાહેર થતાં પૂર્વે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઉછાળાથી ૧૭૦૨૬.૯૭ના મથાળેથી ૧૮૧.૩૯ પોઇન્ટ રીકવર થઇ ૧૭૨૦૮.૩૬ સુધી આવી જઇ અંતે ૨૬.૪૩ પોઇન્ટના ઘટાડે ૧૭૧૯૭.૯૩ બંધ રહ્યો હતો. આગલા બંધ ૧૭૨૨૪.૩૬ સામે ૧૭૧૬૪.૪૮ના મથાળે ખુલેલો સેન્સેક્ષ નીચામાં ૧૭૦૨૬.૯૭ અને ઉપરમાં ૧૭૨૦૮.૩૬ સુધી આવી જઇ દિવસમાં ૩૯૦ પોઇન્ટની અફડાતફડી બતાવી હતી.
સેન્સેક્ષમાં ૩૯૦, નિફ્ટીમાં ૧૧૦ પોઇન્ટની અફડાતફડી ઃ નિફ્ટી ૫૧૬૫ થઇ પાછો ફરી ૫૨૨૦ થયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૨૭.૭૫ સામે ૫૧૯૫.૬૦ મથાળે ખુલીને ગબડતો જઇ સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, સેઇલ, સેસાગોવા સહિતના મેટલ શેરોમાં વેચવાલી અને આઇડીએફસીમાં વેચવાલીના દબાણે સવારે ૧૧.૩૦ સુધીમાં ૬૩.૧૦ પોઇન્ટના ધોવાણે નીચામાં ૫૧૬૪.૬૫ સુધી ગબડી ગયો હતો. જે ઘટાડે પચાવતો જઇ ૧૨.૩૦ વાગ્યા બાદ ઝડપી રીકવરી અને યુરોપના બજારો ઉછાળાએ ખુલતા અને ઓરકેલ ફીનસર્વના પ્રોત્સાહક પરિણામે આઇટી શેરોમાં વિપ્રો, ટીસીએસ, ઇન્ફોસીસ સહિતમાં લેવાલી અને એનટીપીસી, ઓએનજીસી, ગેઇલ ઇન્ડિયા, પીએનબી, રેનબેક્સી લેબ., ડૉ. રેડ્ડીઝ લેબ. ભેલ, લાર્સનમાં રીકવરી થકી ફરી ૫૨૦૦ની સપાટી કુદાવી ત્રણ વાગ્યે ૫૨૨૦.૨૦ સુધી જઇ અંતે ૧૨.૦૫ પોઇન્ટના ઘટાડે ૫૨૧૫.૭૦ બંધ રહ્યો હતો. આમ નિફ્ટી સ્પોટમાં ૧૧૫ પોઇન્ટની અફડાતફડી થઇ હતી.
નિફ્ટી ટેક્નીકલી નજીકનું ધ્યાન પોઝિટીવ ઃ ૫૨૫૫ પ્રતિકાર સપાટી ઃ ૫૧૫૦ સપોર્ટ
નિફ્ટી બેઝડ ટેક્નીકલી નજીકનું ધ્યાન પોઝિટીવ જળવાઇ રહ્યું છે. નિફ્ટી સ્પોટ નીચામાં ૫૧૫૦ સપોર્ટ અને આ લેવલ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનું ધ્યાન બદલાશે. જ્યારે ટેક્નીકલી ઉપરમાં ૫૨૫૫ પ્રતિકાર સપાટી બતાવાઇ રહી છે.
ઓગસ્ટ નિફ્ટી ફ્યુચર ૫૧૦૦ ખુલી ૫૨૪૭ થયો ઃ ૫૪૦૦નો કોલ ૨૯.૪૦થી તૂટી ૧૪.૩૦ થઇ ઉછળી ૨૫.૧૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૨,૮૧,૫૨૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૩૩૩.૪૮ કરોડના ટર્ન ઓવરે ૫૨૪૬.૭૦ સામે ૫૧૦૦ ખુલી નીચામાં ૫૧૦૦થી ઉપરમાં ૫૨૪૬.૭૫ થઇ અંતે ૫૨૪૦.૧૦ હતો. નિફ્ટી ૫૩૦૦ો કોલ ૩,૪૪,૨૦૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૧૯૯.૮૪ કરોડના ટર્નઓવરે ૬૨.૩૫ સામે ૫૩.૯૦ ખુલી નીચામાં ૩૫.૨૫ થઇ ઉપરમાં ૫૭.૦૫ જઇ અંતે ૫૩.૫૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨૯.૪૦ સામે ૨૪.૭૫ ખુલી નીચામાં ૧૪.૩૦ થઇ પાછો ફરી ઉપરમાં ૨૫.૧૦ સુધી જઇ અંતે ૨૩.૩૦ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૧૦૪૨૮થી ગબડી ૧૦૨૫૫ થઇ ઉછળી ૧૦૪૦૯ જઇ ૧૦૩૭૪ ઃ નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૦થી ઉછળી ૫૮.૮૫ થઇ ગબડી ૩૬
ઓગસ્ટ બેંક નિફ્ટી ફ્યુચર ૮૧૦૦૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૦૯૨.૧૨ કરોડના ટર્નઓવરે ૧૦૪૨૮.૭૦ સામે ૧૦૩૭૫ ખુલી નીચામાં ૧૦૨૫૫ સુધી ગબડી પાછો ફરી ઉપરમાં ૧૦૪૦૮.૬૫ સુધી જઇ અંતે ૧૦૩૭૩.૮૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૬૯.૮૫ સામે ૭૯ ખુલી ઉપરમાં ૯૯.૪૦ થઇ પાછો ફરી નીચામાં ૬૪.૩૫ થઇ અંતે ૬૪.૯૫ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૪૦.૧૫ સામે ૪૬.૮૦ ખુલી ઉપરમાં ૫૮.૮૫ થઇ પાછો ફરી ૩૫.૫૫ સુધી ગબડી અંતે ૩૬ હતો.
આર્સેલર મિતલને એસએન્ડપીએ ડાઉનગ્રેડ કરતા મેટલ શેરો ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ, હિન્દાલ્કો ગબડયા
યુરોપના બજારોમાં ઝડપી તેજી છતાં એશીયાના બજારોમાં નરમાઇ અને સ્થાનિકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર- કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટો અટકી પડયા હોઇ સ્ટીલની માગમાં મંદ વૃદ્ધિને પરિણામે અને વૈશ્વિક સ્ટીલ જાયન્ટ આર્સેલર મિતલને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ડાઉનગ્રેડ કરતા તેની નેગેટીવ અસરે સ્ટીલ શેરોમાં વેચવાલી નીકળી હતી. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૭૫ ઘટીને રૃા. ૧૦૨.૦૫, ટાટા સ્ટીલ રૃા. ૮.૯૫ ઘટીને રૃા. ૩૯૬.૯૫, હિન્દાલ્કો રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૧૧૬.૭૦, જિન્દાલ સ્ટીલ રૃા. ૭.૭૦ ઘટીને રૃા. ૩૯૬.૪૫, સેઇલ રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૮૪.૭૫, સેસાગોવા રૃા. ૩.૪૦ ઘટીને રૃા. ૧૮૧.૪૫, રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૭૦.૩૯ પોઇન્ટ ઘટીને ૧૦૨૦૨.૨૪ રહ્યો હતો.
ઓટો શેરો વેચાણના નબળા આંકડા નબળું ચોમાસું, ક્રુડ ઓઇલ ફરી ઉકળી ૧૦૮ ડોલર ઃ મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ઘટયા
ઓટોમોબાઇલ કંપનીઓના જુલાઇ મહિનાના વાહનોના વેચાણના આંકડા કારના એકંદર સુધારા સામે અન્ય વાહનોના એકંદર નબળા આવતા અને નબળા ચોમાસા સાથે ક્રુડ ઓઇલના ભાવ ફરી બ્રેન્ટ ક્રુડના ૧.૦૮ ડોલર વધીને ૧૦૭.૪૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૧.૧૭ ડોલર વધીને ૮૮.૩૦ ડોલર થઇ જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના જોખમે ઓટો શેરોમાં નરમાઇ હતી. ભારત ફોર્જ રૃા. ૬.૭૦ ઘટીને રૃા. ૨૯૩.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૧૦ ઘટીને રૃા. ૬૮૫.૪૦, અશોક લેલેન્ડ રૃા. ૨૨.૭૫, ટાટા મોટર્સ રૃા. ૨.૩૦ ઘટીને રૃા. ૨૨૦.૯૦, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૪.૩૫ ઘટીને રૃા. ૪૬૩, બજાજ ઓટો રૃા. ૧૧.૮૫ ઘટીને રૃા. ૧૬૧૩.૩૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૭૫.૪૫ પોઇન્ટ ઘટીને ૯૦૧૯ રહ્યો હતો.
એનપીએ વધવાના જોખમે બેંક શેરોમાં નરમાઇ ઃ બીઓઆઇ, યુનિયન બેંક, જેએન્ડ કે ઘટયા
બેંકિંગ શેરોમાં પીએસયુ બેંકોની એનપીએ નબળા ચોમાસાને પરિણામે અને સરકારની કૃષિ ક્ષેત્રે દુકાળને પહોંચી વળવા વધુ રાહતોને પગલે વધવાના અંદાજોએ વેચવાલી હતી. બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૮.૧૫ ઘટીને રૃા. ૨૮૮.૬૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૯ ઘટીને રૃા. ૯૩૯.૭૦, યુનીયન બેંક રૃા. ૩.૨૦ ઘટીને રૃા. ૧૭૧.૧૫, ફેડરલ બેંક સારા પરિણામ છતાં રૃા. ૭.૦૫ ઘટીને રૃા. ૪૦૫.૭૦, એક્સીસ બેંક રૃા. ૧૬.૮૫ ઘટીને રૃા. ૧૦૪૦.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૭.૨૦ ઘટીને રૃા. ૫૪૬.૭૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૩ ઘટીને રૃા. ૩૨૩, જે એન્ડકે બેંક રૃા. ૨૩.૯૫ ઘટીને રૃા. ૯૧૩, ઇન્ડિયન બેંક રૃા. ૩.૪૦ ઘટીને રૃા. ૧૭૨.૮૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૭૩.૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૮૩૪.૯૮ રહ્યો હતો.
ઓરેકલ ફીનસર્વ નફામાં ૯૦ ટકા વૃદ્ધિએ શેર રૃા. ૧૪૭ ઉછળ્યો ઃ ટેક મહિન્દ્રા રૃા. ૪૨ ઉછળી રૃા. ૭૬૨
આઇટી- સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ઓરકેલ ફીનસર્વ સોફ્ટવેરે ૩૦, જૂન, ૨૦૧૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૯૦ ટકા વૃદ્ધિએ રૃા. ૩૬૮.૧૦ કરોડ અને આવક ૧૦ ટકા વધીને રૃા. ૯૪૬.૩૦ કરોડ નોંધાવતા અને કંપનીએ ત્રિમાસિકમાં ૧૯૦ લાખ ડોલરની લાઇસન્સ ફી સાન કર્યાનું જાહેર કરતાં શેરમાં ફંડોની આક્રમક લેવાલીએ રૃા. ૧૪૭.૧૫ ઉછળીને રૃા. ૨૭૭૪.૮૫ રહ્યો હતો. મહિન્દ્રા ગુ્રપ કંપનીઓ મહિન્દ્રા સત્યમ દ્વારા નફામાં ૫૬ ટકાનો ઉછાળો નોંધાવતા અને કંપની હવે ટેક મહિન્દ્રામાં મર્જ થનારી હોઇ ટેક મહિન્દ્રા રૃા. ૪૧.૬૫ ઉછળીને રૃા. ૭૬૧.૭૦ રહ્યો હતો. વિપ્રો રૃા. ૬.૯૫ વધીને રૃા. ૩૪૭, ટીસીએસ રૃા. ૫.૩૦ વધીને રૃા. ૧૨૩૭.૯૦, ઇન્ફોસીસ રૃા. ૩.૪૫ વધીને રૃા. ૨૨૦૯.૩૦, ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ રૃા. ૯ વધીને રૃા. ૭૬૩.૯૦, એમ્ફેસીસ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૪૧૦ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૨૮.૬૨ પોઇન્ટ વધીને ૫૩૫૧.૮૭ રહ્યો હતો.
ઓરિસા મિનરલ્સ ૯મીએ બોનસ મીટિંગ! રૃા. ૪૯૯૬ ઉછળી રૃા. ૫૪૯૫૫ ઃ એમઆરએફ રૃા. ૫૫૦ ઉછળીને રૃા. ૧૦૩૪૯
ટાયર જાયન્ટ એમઆરએફ રૃા. ૫૫૦.૩૫ તેજીએ રૃા. ૧૦૩૪૮.૭૫, ઓરિસ્સા મિનરલ ડેવલપમેન્ટમાં ૯, ઓગસ્ટના બોનસ અને શેર વિભાજન મીટિંગે શેર રૃા. ૪૯૯૫.૮૫ ઉછળી ૧૦ ટકા ઉપલી સર્કિટમાં રૃા. ૫૪૯૫૪.૪૦ રહ્યો હતો. એશીયન પેઇન્ટસ રૃા. ૧૦૦.૧૫ ઉછળીને રૃા. ૩૭૫૦.૨૫, બાટા ઇન્ડિયા રૃા. ૧૯.૮૫ તેજીએ રૃા. ૯૧૮.૫૦, કેસ્ટ્રોલ ઇન્ડિયા બોનસ આકર્ષણે રૃા. ૧૭.૮૫ વધીને રૃા. ૬૦૪.૧૦ નવી ઉંચાઇએ રહ્યા હતાં.
ગ્લેનમાર્ક રૃા. ૭૯ કરોડ નફો થતાં શેર રૃા. ૨૧ ઉછળ્યો ઃ રેનબેક્સી, પિરામલ, ડૉ. રેડ્ડીઝ પણ વધ્યા
ફાર્મા- હેલ્થકેર શેરોમાં ફંડોના પસંદગીના આકર્ષણોમાં ગ્લેનમાર્ક ફાર્મા ત્રિમાસિક નેટ નફો રૃા. ૭૮.૮ કરોડ નોંધાવતા શેર રૃા. ૨૧.૧૦ ઉછળીને રૃા. ૪૦૮.૭૦, રેનબેક્સી લેબ. રૃા. ૮.૬૫ વધીને રૃા. ૫૧૦, પિરામલ હેલ્થકેર રૃા. ૮.૬૦ વધીને રૃા. ૫૩૪.૪૫, ડૉ. રેડ્ડી'ઝ લેબ. રૃા. ૨૬.૬૫ વધીને રૃા. ૧૬૭૨.૦૫, ઓરોબિન્દો ફાર્મા રૃા. ૧.૪૫ વધીને રૃા. ૧૧૩.૪૫, બાયોકોન રૃા. ૨.૬૫ વધીને રૃા. ૨૪૪.૫૫, દિવીઝ લેબ. રૃા. ૧૦.૩૫ વધીને રૃા. ૧૧૧૭.૧૦ રહ્યા હતાં.
સપ્તાહના અંતે માર્કેટબ્રેડથ નેગેટીવ ઃ ૧૫૧૪ શેરો ઘટયા છતાં ૨૦૫ શેરોમાં તેજીની સર્કિટ
સપ્તાહના અંતે સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરો સાથે 'એ' ગુ્રપના પણ ઘણા શેરોમાં નફારૃપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૦૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૪ અને વધનારની ૧૨૬૩ રહી હતી. ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
ડીઆઈઆઈની રૃા.૪૩૫ કરોડના શેરોની વેચવાલી ઃ એફઆઈઆઈની રૃા.૨૦૯ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - શુક્રવારે કેશમાં વધુ રૃા.૨૦૮.૬૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા.૧૫૦૮.૮૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૩૦૦.૧૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા.૪૩૪.૬૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૮૦૪.૨૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૨૩૮.૯૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved