Last Update : 04-August-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૦૮-૨૦૧૨, શનિવાર
શ્રાવણ વદ બીજ (વદ ત્રીજનો ક્ષય) શનિ તુલામાં
સવારના ૮ ક. ૧૬ મિ.થી.
‘ગુજરાત સમાચાર’ના વાત્સલ્યમૂર્તિ, ધર્મપરાયણ
સ્વ. વિમળાબેન શાં. શાહની નવમી માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા રાત્રે ૮ ક. ૪૭ મિ. સુધી પૂર્વભાદ્રપદ
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- મિથુન, શનિ- તુલામાં સવારના ૮ ક. ૧૬ મિ.થી. રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શાકે ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન વર્ષા ૠતુ રા. દિ. શ્રા.૧૩ માસ તિથિ વાર શ્રાવણ વદ બીજને શનિવાર. - શનિ તુલામાં સવારના ૮ ક. ૧૬ મિ.થી આજથી દરેક રાશિને શનિની અસરમાં ફેરફારી. - આજે પંચક છે, ફુલકાજલી વ્રત વિષ્ટી સાંજના ૧૮ ક. ૦૧ મિ.થી ૨૯ ક. ૫૪ મિ. સુધી - ઉત્તરાયણમાં દુર્ભિક્ષ, હાહાકાર સર્જાય, ઉપદ્રવ સર્જાય, મ્લેચ્છ જાતિનો નાશ થાય, મ્લેચ્છોનું ભૂમિ પર વર્ચસ્વ, વિનાશ. મ્લેચ્છ નેતાનું મૃત્યુ, મઘ્ય, દેશમા યુદ્ધ- પીડા, ચક્રવર્તીથી પીડા, બધા રસકસ, કપાસ, તલ તેલ મોંઘા થાય.
‘ગુજરાત સમાચાર’ના વાત્સલ્યમૂર્તિ, ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની નવમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરી સન ૧૪૩૩ રમજાન માસનો ૧૪ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો ૨૨ રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે શનિ તુલામાં સોનાના પાયે પરિભ્રમણની શરુઆત કરતા તા. ૨-૧૧-૨૦૧૪ સુધી નોકરી- ધંધામાં સાવધાની રાખવી પડે.

 

વૃષભ ઃ આજથી શનિનું પરિભ્રમણ તાંબાના પાયે તા. ૨-૧૧-૨૦૧૪ સુધી નોકરી- ધંધામાં લાભદાયી રહે, તમારી પ્રગતિ, સફળતા વધે ફેરફારી સર્જાય.

 

મિથુન ઃ રૂપાના પાયે આજથી શનિનું પરિભ્રમણ શરુ થાય છે તેથી આપને આગામી સમયમાં સાનુકૂળ રાહત થતી જાય, હળવાશ રહે.

 

કર્ક ઃ શનિની અઢી વર્ષની નાની પનોતી તા. ૨-૧૧-૨૦૧૪ સુધી લોખંડના પાયે આજથી પસાર કરવી પડશે. તેથી ઘર- પરિવાર, નોકરી ધંધા ચંિતા રહે.

 

સંિહ ઃ શનિની સાડા સાત વર્ષની પનોતીમાંથી આજે મુક્ત થશો. હવે તાંબાના પાયે શનિનું પરિભ્રમણ તા. ૨-૧૧-૨૦૧૪ સુધી લાભદાયી બની રહે.

 

કન્યા ઃ તા. ૨-૧૧-૨૦૧૪ સુધી શનિની પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે કષ્ટ-પીડા રખાવે, આરોગ્યની, કુટુંબ પરિવારની ચંિતા- સંઘર્ષ રહે.

 

તુલા ઃ શનિની પનોતીનો બીજો તબક્કો તા. ૨-૧૧-૨૦૧૪ સુધી રૂપાના પાયે આપની કાર્યસફળતા પ્રગતિનો માર્ગ મોકળો કરશે.

 

વૃશ્ચિક ઃ તા. ૨-૧૧-૨૦૧૪ સુધી શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો લોખંડના પાયે, આરોગ્યની બાબતમાં, નોકરી-ધંધામાં ચંિતા રખાવે.

 

ધન ઃ શનિનું પરિભ્રમણ તા. ૨-૧૧-૨૦૧૪ સુધી આપના માટે આજથી લાભદાયી બનતું જાય. અશક્ય કામ શક્ય બને. આનંદમાં વધારો થાય.

 

મકર ઃ નોકરી- ધંધાના કામકાજમાં શનિનું પરિભ્રમણ તા. ૨-૧૧-૨૦૧૪ સુધી યશ- પદ- ધનમાં, સુખ સંપત્તિમાં પરિવારની સુખ સંપત્તિમાં વધારો કરાવે.

 

કુંભ ઃ તા. ૨-૧૧-૨૦૧૪ સુધી શનિનું પરિભ્રમણ સોનાના પાયે આપના ભાગ્યોદય- પ્રગતિમાં રૂકાવટ રખાવે. માનસિક તણાવ ચંિતા વધતા જાય.

 

મીન ઃ શનિની નાની અઢી વર્ષની પનોતી તા. ૨-૧૧-૨૦૧૪ સુધી લોખંડના પાયે આજથી પસાર કરવી પડશે જે નોકરી- ધંધામાં, તકલીફ રખાવે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૦૮-૨૦૧૨, શનિવાર

 

આજની તારીખે આપનું જન્મવર્ષ શરુ થઈ રહ્યું છે તેની સાથે શનિગ્રહ આજથી તુલા રાશિમાં પરિભ્રમણની શરુઆત કરે છે તેથી આપનું આ વર્ષ સંઘર્ષનું રહે, ભાગ્યોદય- પ્રગતિમાં રૂકાવટ જણાય. વર્ષના મઘ્યભાગ સુધીનો સમય આપને વઘુ તકલીફનો રહે.

 

- નોકરી- ધંધામાં વિવાદથી દૂર રહેવું તેમજ જોખમી ઉતાવળિયા કોઈ નિર્ણય કરવા નહીં. - હલકા માણસોની વાતોથી દોરવાઈ જવું નહીં. કોઈનાથી પ્રભાવિત થઈ જવું નહીં, નાણાંની લેવડદેવડમાં જામીનગીરીમાં, મકાન વાહનની લે-વેચમાં અવશ્ય સાવધાની રાખવી.

 

- સ્ત્રી વર્ગની સાંસારિક કૌટુંબિક પ્રશ્નમાં વ્યવહારિક કામમાં તકલીફ અનુભવાય.

 

- વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં ઘ્યાન રાખવું પડે, આરોગ્ય સાચવવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને ઓફિસેથી આવીને પત્ની લીલીને પૂછ્‌યું, ‘‘જમવાનું તૈયાર છે ? બહુ ભૂખ લાગી છે...’’
‘‘બસ, દસ-પંદર મિનિટની વાર છે,’’ લીલી બોલી.
‘‘તો પછી હું બહાર જ હોટલમાં ખાઈ લઉં છું,’’ છગન બોલ્યો, ‘‘બહુ ભૂખ લાગી છે.’’
‘‘તો પછી પાંચ મિનિટ થોભો,’’ લીલી બોલી.
‘‘કેમ, પાંચ મિનિટમાં ખાવાનું તૈયાર થઈ જશે ?’’ છગન બોલ્યો.
‘‘ના,’’ લીલી બોલી, ‘‘હું તૈયાર થઈ જઈશ.’’

[Top]
 

આજ ની રેસીપી

પૌષ્ટિક મકાઈની મજેદાર વાનગીઓ

મકાઈનાં વડાં

 

 

સામગ્રી ઃ ..૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણા, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલ , મીઠું સ્વાદ મુજબ

 

રીત ઃ ૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણાને કરકરા દળાવવા, તેમાં મીઠું, મરચું, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલનું મોેણ નાંખી, છાસથી ખીરુ બાંધવું. ચાર કલાક રહેવા દઈ પછી તેમાં એક ચમચો ગરમ તેલ નાંખી પાટલા ઉપર ભીનો રૂમાલ પાથરી વડાં થાપી, તળી ે લેવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved