Last Update : 03-August-2012, Thursday

 

કલમાડી ઓલિમ્પિક્સમાં ગયા હોત તો?

- મન્નુ શેખચલ્લી
કોમનવેલ્થ ગેઈમ્સના મહાકૌભાંડી નેતા સુરેશ કલમાડી તો લંડન ઓલિમ્પિક્સમાં જવા માટે થનગની રહ્યા હતા!
આ તો સારું થયું કે કોઈએ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી અને સુપ્રિમ કોર્ટે કલમાડીને મનાઈ ફરમાવી, પણ ધારોકે સુરેશ કલમાડી જો ખરેખર લંડન ઓલિમ્પિક્સમાં પહોંચી ગયા હોત તો?...
* * *
કલમાડીની ઝડતી અંદર જતી વખતે નહિ, પણ બહાર નીકળતી વખતે જ થતી હોત!
* * *
સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં જ્યાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો રાખ્યા છે એ જગાની આસપાસના વિસ્તારમાં સુરેશ કલમાડીના ફોટાવાળા પોસ્ટરો લાગી ગયાં હોત કે
‘‘સાવધાન! આ માણસને અહીં ભૂલથી યે ફરકવા દેવાનો નથી!’’
* * *
એ તો ઠીક, પણ લંડનની રિઝર્વ બેન્કે પણ એમના બિલ્ડીંગની આસપાસ સિક્યોરીટી વધારી દીધી હોત!
* * *
બ્રિટનના રમત-ગમત મંત્રાલયે રેડ કોર્નર નોટિસ જારી કરીને બધા કર્મચારીઓને ચેતવી દીધા હોત કે ‘‘આ માણસ સાથે કોઈએ કશી વાતચીત કે લેવડ-દેવડ કરવી નહિ. અને જે કરશે એને કૌભાંડમાંથી છોડાવવાની કોઈ જવાબદારી બ્રિટીશ સરકારની રહેશે નહિ.’’
* * *
છતાં કલમાડીએ ત્યાંના સ્પોર્ટસ મિનીસ્ટરને હાથ મિલાવવાને બહાને કહી દીઘું હોત ઃ ‘‘બોસ, બઘું બહુ સસ્તામાં પતાવી નાંખ્યું! મને કીઘું હોત તો અનાથી ૨૦ ગણું બજેટ પાસ કરાવી આપ્યું હોત...’’
* * *
સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારંભ પત્યા પછી જે ટ્રાફીક જામ થયો એમાં હજારો લંડનવાસીઓ છેક સવાર સુધી ઘરે પહોંચી શક્યા નહોતા. છતાં કલમાડીને હેલિકોપ્ટરથી ઉઠાવીને એમાંથી બહાર કાઢી લેવાયા હોત!
કેમ? કારણ કે એ માણસ ત્યાં હાજર રહે તો પ્રજાને ‘લૂંટાઈ જવાનું’ વધારે જોખમ હતું!
* * *
એ તો સારું થયું કે લંડનનો કોઈ બ્રિજ તૂટી ના પડ્યો. નહંિતર એનો વાંક કલમાડીને માથે જ આવ્યો હોત!
* * *
હા એક ફાયદો જરૂર થયો હોત! જો દોડની સ્પર્ધામાં કલમાડીને આગળ રાખીને આપણા ખેલાડીઓને એની પાછળ દોડાવ્યા હોત તો જરૂર ગોલ્ડ મેડલ લાવ્યા હોત!
Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved