Last Update : 03-August-2012, Thursday

 
ભાજપ પાસે જેમ વડાપ્રધાન બનવા માટે કોઈ ચહેરો નથી અથવા એકજ ચહેરો છે એમ કોંગ્રેસ પાસે પણ કોઈ ચહેરો નથી અથવા એકજ ચહેરો છે

- ભાજપના ચહેરા સામે ઘણા ચહેરા છે જ્યારે કોંગ્રેસના ચહેરા સામે એક પણ ચહેરો નથી
- ૪૨ વર્ષ સુધી રાહુલ ગાંધી કશી કમાલ દેખાડી શક્યા નથી એ શું હવે કમાલ દેખાડી શકશે?

રાહુલ ગાંધી
ગાંધી નેહરૂ કુટુંબના પાંચમી પેઢીના રાજકીય વારસદાર સૌથી વઘુ વર્ષો સુધી સાક્ષી રહેલા કોંગ્રેસ પક્ષના મહામંત્રી (૧૦૦ વર્ષ કરતાં વઘુ વર્ષો સુધી આપણા દેશની આઝાદી માટે લડનાર અને બલિદાનો આપનાર ફક્ત કોંગ્રેસ પક્ષ જ છે. ભાજપે કે એના જન્મદાતા આરએસએસએ આઝાદીની લડત માટે પરસેવાનું એક ટીપું પણ પાડ્યું નથી પછી બલિદાનની તો વાત જ ક્યાં રહી? આઝાદી મળ્યા પછી આરએસએસએ ભાજપને જન્મ આપ્યો. આરએસએસએ આઝાદીની લડતમાં ભાગ લીધેલો એવો હડહડતો જૂઠો પ્રચાર એ કરે છે. એના સ્થાપક ડો. હેડગેવારે સંઘની ૧૯૨૫માં શરૂઆત કરી એ પહેલાં કોંગ્રેસના સભ્ય રહેલા અને સંઘની સ્થાપના પછી કોંગ્રેસના સત્યાગ્રહમાં એકલા જ એક દિવસ માટે ગયેલા પણ જેલ પણ નહીં થયેલી કે લાઠી પણ નહીં ખાધેલી. બાકી સંઘની શાખામાં આઝાદી, સત્યાગ્રહ કે ગાંધીજી શબ્દો બોલી શકાતા નહીં. આજે પણ આઝાદી દિનની પ્રજાસત્તાક દિનની ઉજવણીથી એ દૂર રહે છે. દંભ અને જૂઠાણું આરએસએસનો પાયો છે.)
રાહુલ ગાંધી એવા કોંગ્રેસ પક્ષના મહામંત્રી છે પણ આપણા દેશ ભારતના રાજકારણને વીસ વીસ વર્ષથી એ રાજકારણના પડછાયામાં ઉછર્યા હોવા છતાં એને તેઓ પામી શક્યા નથી.
એના પિતા રાજીવ ગાંધી આ ઉંમરે તો વડાપ્રધાન બની ચુકેલા. રાહુલને ૪૨ વર્ષ થયા. રાજીવને તો રાજકારણનો અનુભવ નહોતો છતાં એણે ભારતના અને દુનિયાના રાજકારણીઓને પોતાની દૃષ્ટિ અને કાર્યથી ચોંકાવી દીધેલા.
રાહુલ ગાંધી ૨૦ વર્ષથી રાજકારણમાં છે મહેનત ઘણી કરે છે અને પરસેવો પણ ઘણો પાડે છતાં કશી કમાલ હજી સુધી દેખાડી શક્યા નથી. ૪૨ વર્ષએ કંઈ નાની ઉંમર ન કહેવાય. એના પિતાએ તો એ ઉંમર દેશનું વડાપ્રધાનપદ શોભાવેલું. (૪૦ની ઉંમરે એ વડાપ્રધાન થયેલા અને ૪૭માં વર્ષે તો એમની હત્યા થઈ ગયેલી) દુનિયાના બીજા કેટલાક રાજકારણીઓ પણ આ જ ઉંમરે વડાપ્રધાન થયા છે. દા.ત. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન ૪૪ વર્ષે વડાપ્રધાન થઈ ગયેલા. અમેરિકાના રાષ્ટ્રપતિ બારાક ઓબામા પણ લગભગ આ જ ઉંમરે રાષ્ટ્રપતિ બનેલા અને હવે બીજા તબક્કા માટે રાષ્ટ્રપતિ બનવા તૈયાર થઈ ગયા છે. રાહુલના કાકા સંજય ગાંધીએ પણ આ ઉંમર સુધીમાં દેશ અને પક્ષને પોતાના ઇશારે નચાવવાનો પ્રયત્ન કરેલો.
રાજીવ અને સંજય ગાંધીના રસ્તા અત્યારે રાહુલને છે એવા સરળ નહોતા. એમની સામે કોંગ્રેસના મહારથીઓ તો બેઠા જ હતા એ સાથે ભાજપ જેવા વિરોધપક્ષના, ડાબેરીઓના પણ મહારથીઓ હતા. રાહુલનો રસ્તો એ રીતે સીધો છે.
એવા રાહુલને કોઈક પ્રકારનો રાજમુકુટ પહેરાવવાની ક્વાયત શરૂ થઈ ગઈ છે. સવાલ એ છે કે એ રાજમુકુટ ક્યારે પહેરાવાશે? કઈ રીતે પહેરાવાશે? સરકારનો પહેરાવાશે? કે પક્ષમાં? કે બન્ને એક સાથે?
કોઈ માને કે ન માને પણ સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો ઇન્કાર કર્યા પછી કોંગ્રેસ પાસે એ પદ માટે ફક્ત રાહુલ ગાંધીનો જ ચહેરો છે. મનમોહનસંિહ ગમે તેમ તો ય કોંગ્રેસના તો નથી જ. એ ખૂણામાં ક્યાંય આરામ કરતા બ્યુરોકેટ હતા પણ એમની છબી કશા ડાઘ વિનાની હોવાથી અને દેશને એવા ડાઘ વિનાના વડાપ્રધાનની જરૂર હતી એટલે સોનિયા ગાંધીએ એમનો હાથ પકડીને બેસાડી દીધા. એ પછી મનમોહનસંિહ સાંસદ સભ્ય થયેલા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે આસામમાંથી એમને ચૂંટેલા એટલું જ! બાકી કોંગ્રેસને અને એમને સ્નાન સુતકનો પણ સંબંધ નહીં.
આથી દેશના ભાવિ વડાપ્રધાન તરીકે એમને કોંગ્રેસીઓએ ઉચકવા માડેલા. મનમોહનસંિહ પછી પ્રણવ મુખર્જીની છબી વડાપ્રધાનના સ્થાન માટે રાખવાની જે શક્યતા હતી એ હવે નથી રહી.
પ્રણવ મુખર્જીના બે નંબરના સ્થાને આવેલા એ. કે. એન્થનીની વડાપ્રધાન બનવાની હેસીયત જ નથી. મનમોહનસંિહના કારણે કોંગ્રેસ જે રીતે તળીયા તરફ જઈ રહી છે એને તળીયા ઉપર સીધી પટકવી હોય તો એન્થનીને વડાપ્રધાન બનાવાય!
જ્યારે રાહુલ ગાંધીએ ૨૦૦૯માં કોંગ્રેસ માટે કમાલ દેખાડેલી એટલે એના માટેની આશા ઘણી વધી ગયેલી. એ વખતે ઉત્તર પ્રદેશમાં રાહુલે લોકસભાની ચૂંટણીમાં કમાલ કરેલી. રાહુલની મહેનતના કારણે ત્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને લોકસભાની ૨૨ સીટ મળેલી. એ વખતે રાહુલે બિહાર, બંગાળ અને દક્ષિણમાં પણ ઘણો પરસેવો પાડેલો પણ ત્યાં ક્યાંય એ કમાલ દેખાડી શકેલા નહીં.
એ પછી રાહુલ નાની મોટી મીટીંગો લેવા માંડ્યા, યુવા વર્ગને ખેંચવા કોલેજોમાં મીટીંગો કરવા લાગ્યા, દલિતો અને ખેડૂતો વચ્ચે ફરવા લાગ્યા. દલિતોના ઝુંપડીમાં રાત રહીને અથવા એમને ત્યાં જમવાનું જમીને એ સમાચારોમાં રહીને પ્રચાર અને સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ એમણે જ્યારે બોલવાનું આવ્યું ત્યારે એમનુ અણઘડપણું, અપરિપકવતા ખુલ્લા પડી ગયા. તેઓ ઘણું ફર્યા, દોડ્યા પણ એમનામાં કોઈ ‘વીઝન’ દૂરદર્શિતા, દ્રષ્ટિકોણ છે એવું જણાયું નહીં. એમને યોગ્ય માર્ગે લઈ જવાની અથવા યોગ્ય દ્રષ્ટિબંિદુ દેખાડવાની જવાબદાર પેલા દિગ્વિજયસંિહ જેવા બધી રીતે નિષ્ફળ રહેલા નેતાએ ઉંઘી દિશાઓ જ દેખાડ્યા કરી. દરેક મુદ્દા ઉપર તેઓ પોતાનું મૌલિક કશું કહેવાના બદલે દિગ્વિજયસંિહ જેવાએ ગોખાવેલું જ બોલવા લાગ્યા.
માણસની કંપની વ્યક્તિને ક્યાંની ક્યાં લઈ જાય છે. અથવા ક્યાં પછાડે છે એ આ કિસ્સામાં પરિણામે તેઓ અત્યાર સુધી મળેલી તકોને લાભ લઈ શક્યા નહીં. સામાન્ય જનતાને લગતા પ્રશ્નો વિષે તેઓ સાંસદમાં કે સાંસદની બહાર ખાસ કંઈ બોલ્યા નથી. સામાન્ય જનતાને મળ્યા કરવાથી અમુક અંશે અસર ભલે પડે છે પણ એ કરિશ્મો હવે લાંબી અસર કરનારો નથી રહ્યો. હવે જનતા નેતાની દ્રષ્ટિ પણ જાણવા માંગતી હોય છે. દિગ્વિજયસંિહ જેવાઓની સલાહે એમને મીડીયાથી પણ દૂર રહેવાનું શિખવ્યું.
ઉત્તર પ્રદેશની હાર એમણે પોતાની જવાબદારી ગણવાની નિખાલસતા દેખાડી. એની અસરનો લાભ લેવાના બદલે તેમજ અખિલેશ યાદવને પડકારવાના બદલે એ જાતે જ એકદમ પડદા પાછળ સંતાઈ ગયા.
હવે એમને એકદમ બહાર કાઢીને મોટી જવાબદારી સોંપવાની તૈયારીઓ થવા લાગી છે. એટલે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે એમને મતદારોની સામે રાખવામાં આવશે. દસ જેટલા કોંગ્રેસીઓએ માંગણી પણ કરી છે કે હવે રાહુલ ગાંધી વહીવટ કરવાનો અનુભવ મેળવે. બીજા કેટલાક કોંગ્રેસીઓ એવું ઇચ્છે છે કે તેઓ પહેલાં સંસ્થાની મોટી જવાબદારી સંભાળીને સંસ્થાને મજબૂત કરે જેથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત થઈને ઊભી રહે અને પછી એમના ને તૃત્વ નીચે સરકાર રચાઈ.
જોઈએ તો રાહુલ ગાંધી છેલ્લા આઠ વર્ષમાં સંસ્થામાં કોઈ કમાલ બતાવી શક્યા નથી. ઉત્તર પ્રદેશમાં એમનો શો ફલોપ ગયો એ હજી ભૂલાયું નથી. કોંગ્રેસને એ અગાઉ કરતાં એક જ સીટ વધારે અપાવી શક્યા અને એય કેટલી દોડધામ અને કેટલી મહેનતના અંતે!
યુવક કોંગ્રેસને મજબૂત કરવાનું એમણે માથે લીધેલું પણ છેલ્લા દિવસોમાં યુવક કોંગ્રેસનું સંગઠન પણ ઢીલું પડ્યું છે અને એના સભ્યો પણ ઘટયા છે.
એટલે સંસ્થામાં મોટી જવાબદારી લઈને તેઓ કશી કમાલ કરી દેખાડશે એવું લાગતું નથી.
જ્યારે વહીવટી અનુભવની વાત પછી લાગે છે એવી સીધી નથી. દા.ત. એમને જયરામ રમેશની જગ્યાએ ગ્રામ્ય વિકાસ ખાતાના પ્રધાન બનાવવાની વાત ચાલે છે. એ ખાતાના પ્રધાન થાય તો મનરેગા અને બીજા જમીનને લગતા કાર્યક્રમોને લાગુ કરવામાં એ ભાગ ભજવી શકે જેનો લાભ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મળે.
એક બીજું સૂચન વડાપ્રધાનના હાથ નીચે રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવાનું છે જેથી એ સ્થાનની જવાબદારીઓએ તેઓ અનુભવી શકે. એ હોદ્દા ઉપર રહેવાથી સફળતા કે અસફળતાનો મુદ્દો જ ઊભો ન થાય.
ટૂંકમાં જોઈએ તો, ભાવિ વડાપ્રધાનપદ માટે ભાજપમાં ડઝન જેટલા વિકલ્પ છે એમ કોંગ્રેસ પાસે રાહુલ સિવાય બીજો એકપણ વિકલ્પ નથી. મતો ખેંચવાની ક્ષમતા બીજા એકપણ કોંગ્રેસીમાં નથી. બનવાનું એવું કે ભાજપ કોઈ એક જ ચહેરાને ઉપર રાખશે એટલે બીજા બધા ચહેરા પેલાના ટાંટીયા ખેંચવાના કામમાં લાગી જશે જ્યારે કોંગ્રેસમાં એ શક્યતા નથી કારણ કે ત્યાં કોંગ્રેસના અને પોતાના અસ્તિત્વનો સવાલ છે અને એ અસ્તિત્વનો આધાર ગાંધી જ છે.
કોંગ્રેસને નડે એમ હોય તો મોંઘવારી છે, વધી રહેલા ભાવો છે. વધી રહેલા ભાવોને મનમોહનસંિહ અંકુશમાં રાખીને ઘટાડી શકે તેમ છે પણ ‘એ માસ્તર મારેય નહીં અને ભણાવેય નહીં’ જેવા છે નહીંતર હમણાં પેટ્રોલના ભાવો વધારવાની એ છૂટ જ કેમ આપે? હજી હમણાં તો ભાવો ઘટાડ્યા હતા. એટલે મનમોહનસંિહ જ્યાં સુધી વડાપ્રધાન પદે હશે ત્યાં સુધી ભાવો ઘટવાની આશા રાખી શકાય નહીં અને ભાવો ન ઘટે તો કોંગ્રેસના એટલે કે રાહુલના વિજયની આશા પણ રાખી ન શકાય.
- ગુણવંત છો. શાહ

 

યુરેકા
ઇકોફ્રેન્ડલી, એન્ટી બેકટેરીઅલ, એન્ટીફન્ગલ, ઓર્ગેનિક ટુવાલ, ટી શર્ટ, બેડશીટ, મોજાં, અન્ડરવેર આપણા ભારતમાં પણ બને છે.
જર્મની સુધી લાંબા થવાની જરૂર નથી.
સમાચાર છે કે જર્મનીની કોઈ કંપનીએ પરસેવાની અસર ન થાય એવા વસ્ત્રો બનાવ્યા છે. પણ આપણે એ માટે જર્મની સુધી જવાની જરૂર નથી. આપણા દેશમાં જ એક કંપની વર્ષોથી ઓર્ગેનિક કોટન અને બામ્બુ ફાયબરના બનાવેલા ઇકોન્ફ્રેન્ડલી વસ્ત્રો બનાવે છે. એ એન્ટીફન્ગલ અને એન્ટી માઇક્રોબાયલ છે. એમાં પરસેવાની વાસ દિવસો સુધી પહેરવા છતાં નથી આવતી. એના રંગ પણ ઓર્ગેનિક છે. આથી એ પહેર્યા પછી ખજવાળ કે બીજી કોઈ અસર નથી થતી.
આ ઇકો-ફ્રેન્ડલી ટી શર્ટ આવે છે એટલું જ નહીં પણ ટુવાલ પણ આવે છે જે નાહ્યા પછી શરીર ઉપરનું પાણી ત્રણગણું ચુસી લે છે. વળી વઘુ દિવસો સુધી એ ધોવા પડતા નથી આ ઓગ્રેનિક કાપડના બનેલા મોજાં પણ દિવસો સુધી ચોખ્ખા અને ગંઘ વગરના હોય છે. એના અન્ડરવેર મહિલાઓ માટે બને છે જે સોફટ અને સમૃદ્ધ હોય છે. ગંઘ કે ખજવાળ એક પણ વસ્ત્રમાં નથી હોતા એટલે દિવસો સુધી ન ધોયા હોય તો પણ તાજા રહે છે. આવા ઈકો ફ્રેન્ડલી બેડશીટ પણ આ કંપની બનાવે છે.
આ બધા વસ્ત્રોમાં ૪૦ ટકા ઓર્ગેનિક કોટન અને ૬૦ ટકા બામ્બુ ફાયબર વપરાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved