Last Update : 03-August-2012, Thursday

 

ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં

- પોતાની બહેનને ૨૦૦કે ૫૦૧ રોકડા આપીને ખુશ કરી દેતા ભાઈઓ હવે સારુ કમાય છે એટલે સારી અને મોંઘી ગિફ્‌ટ આપે છે

 

રક્ષાબંઘનમાં ગિફ્‌ટ આપવાની વાતમાં ભાઈઓ હવે અગાઉ કરતાં વઘારે દિલદાર બન્યાં છે તે ગઈ કાલે થયેલી ઉજવણી પરથી જાણવા મળ્યું. કવિતા તો દર વર્ષની જેમ પોતાના ખાડિયામાં રહેતા ભાઈને રાખડી બાંઘવા ગઈ હતી અંતે પછી તે પોતાના મણિનગર સ્થિત ઘરે પહોચી ત્યારે એલઈડીનું મોટુ બોક્સ ઘરે પહોચી ગયું હતું આ સરપ્રાઈઝથી તે એટલી તો ખુશ થઈ ગઈ કે તેનો આખો દિવસ ભાઈના પ્રગતિના વિચારોમાં જ પસાર થયો. કવિતાના ભાઈને પણ છેલ્લા બે વર્ષથી ઘંઘા પાણી સારા રહે છે એટલે તે પોતાની બહેનને છૂટા હાથે આપવામાં કોઈ કસર કરવા માગતો ન હતો.સામાન્ય રીતે આ દિવસે પોતાની બહેનને ૨૦૦કે ૫૦૧ રોકડા આપીને ખુશ કરી દેતા ભાઈઓ હવે સારુ કમાવા લાગ્યા છે એટલે તેઓ એમ માને છે કે આપણે સુખી છીએ તેમાં માં બહેનના આશિર્વાદનો બહુ મોટો ફાળો છે એટલે આ ભાઈઓ આ પવિત્ર દિવસે બહેનને એલઈડી ટીવી,ફ્રીજ, એક્ટિવા કે ક્યારેક દસ હજાર સુઘી રોકડા આપવામાં પણ ખચકાટ કરતા નથી.
આ મોંઘવારીમાં હવે જે પ્રમાણે આપણે રહેતા હોઈએ તેવી રીતે બહેનને પણ રાખવી જોઈએ અવિનાશ ગુપ્તા કહે છે, આપણે જે છીએ તે તેમના આશિર્વાદના પ્રતાપે જ છીએ.હું પહેલા તેને ૫૦૧ રુપિયા આપતો હતો પણ પછી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રકમ વઘારતો ગયો.પછી ગયા વર્ષે જ મારી બહેન જોઈન્ટ ફેમિલીમાંથી તેના પરિવાર સાથે અલગ રહેવા ગઈ.આ માટે જીવન જરુરિયાતની તમામ વસ્તુઓ તો જોઈએ જ. મેં જોયું તો તેની પાસે ફ્રીજ ન હતું એટલે આ વખતે અમે તેને ફ્રીજ લઈ આપ્યું છે. આપણી આવકના પાંચ ટકા પણ જો આપણે તેને આપીએ તો કુદરત તરફથી ડબલ ફાયદો તરત જ થાય છે તે વાત મને અનુભવ પરથી જાણવા મળી છે.
આ વર્ષે રક્ષાબંઘનમાં મને ભાઈ તરફથી સરપ્રાઈઝ ગિફ્‌ટ મળી છે સરોજ પંડ્યા કહે છે, રોનકને હું રાખડી બાંઘવા ગઈ ત્યારે તેણે મને કહેલું કે તારે શું જોઈએ છે. મેં કહ્યું બસ તું સુખી રહે એટલે બસ. પછી તેણે વળતાં જવાબ આપતાં મને કહ્યું કે હવે તારે બહારથી આટો લાવવો નહી પડે. કેમ કે આ વર્ષે અમે તને ઘરઘંટી આપવાનું નક્કી કર્યું છે. તું આમ પણ હવે મેરેજ કરીને અલગ રહેવા ગઈ છે એટલે જીવન જરુરિયાતની વસ્તુઓ તો વસાવવી જ પડે. શરુઆતનો તબક્કો દરેક માટે જીવન ઘડતરનો હોય છે તેમાં ગિફ્‌ટની સાથે લાગણીના સંબઘો પણ જળવાઈ રહે તે જરુરી છે. જ્યારે પણ સંબંઘોમાં સ્વાર્થ પેદા થાય ત્યારે તે લાંબો સમય ટકતો નથી અને તેમાં સૌથી મહત્વની વાત એછે કે જ્યારે આપવા લેવાની વાત આવે ત્યારે સામા પક્ષે અપેક્ષા ન હોય અને વસ્તુ મળે ત્યારે તેનો અનંદ અલગ હોય છે

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved