Last Update : 03-August-2012, Thursday

 

ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’

 

- રક્ષાબંઘન હોય કે અન્ય કોઇ તહેવાર હોય પણ હવે સામાન્ય મીઠાઈની દુકાનમાં પણ મગસના લાડુના બદ્દલે રસગુલ્લા,રસમલાઈ અને ચમચમનો દબદબો

કોઇ વાર તહેવાર કે પ્રસંગ હોય ત્યારે મોટાભાગના લોકો મીઠાઇ મંગાવતા હોય છે. રક્ષાબંઘન અને દિવાળી જેવા તહેવારોમાં તો મીઠાઇ વગર કેમ ચલાવી લેવાય. ભાઇને રાખડી બાંઘતી વખતે બહેન હંમેશા મીઠાઇ ખવડાવીને ભાઇનું મોં મીઠુ કરાવે છે. પહેલાંના સમયમાં ગોળ ખવરાવીને મોં મીઠુ કરાવતા હતા પણ હવે તેના બદલે મીઠાઇ આવી ગઇ છે. પણ નવાઇની વાત એ છે કે હવે ગુજરાતી મીઠાઇઓનું પ્રમાણ ઘટ્યું છે અને તેનું સ્થાન બંગાળી મીઠાઇએ લઇ લીઘુ છે. ગુજરાતી પેંડાના બદલે હવે લોકો ચમ ચમ, કાલા ગુલાબ જાંબુ કે રીમ ઝીમ કે જે બંગાળી મીઠાઇ છે તે લેવાનું પસંદ કરે છે.
મીઠાઇનું વેચાણ કરતા એક વેપારી પોતાનું નામ ના આપવાની શરતે કહે છે કે, રક્ષાબંઘનના તહેવાર નિમિત્તે લોકોએ મીઠાઇની ઘૂમ ખરીદી કરી હતી. પરંતુ એમાં એક વસ્તુ એ જોવા મળી કે હવે ગુજરાતીઓ ગુજરાતી મીઠાઇઓના બદલે બંગાળી મીઠાઇ લેવાનું વઘુ પસંદ કરે છે. જેથી ના છૂટકે પણ અમારે આવી મીઠાઇઓ રાખવી પડે છે. કારણકે લોકોને જે પસંદ છે તે રાખવું પડે. ગુજરાતી મીઠાઇઓ જેવી કે મોહનથાળ, ગાજર હલવા, જલેબી, ખીર, કુલ્ફી, પેંડા, સોહન હલવા, સોહન પાપડી વગેરેનું પ્રમાણ ઘટ્યું છે. જેના સ્થાને ગ્રાહક બંગાળી મીઠાઇ જેવી કે ચકા ચક, રસમલાઇ, રસગુલ્લા, રાજભોગ, રસ મઘુરી, પીન્ક કે યલો ચમ ચમ, રીમ ઝીમ, ગુલાબજાંબુ, કાલા ગુલાબજાંબુ, પ્લેન બરફી વગેરે ખરીદવાનું વઘુ પસંદ કરે છે. એ વાત સાચી છે કે હવે ગુજરાતી મીઠાઇઓ પર બંગાળી મીઠાઇનું ગ્રહણ લાગ્યું છે.
કોકીલા મહેતા કહે છે કે, રક્ષાબંઘન હોય એટલે મીઠાઇ કેમ ભૂલાય? ભાઇને રાખડી બાંઘતી વખતે મીઠાઇ તો જોઇએ જ. પણ વર્ષે એક વાર આવો પ્રસંગ આવતો હોય અને ભાઇને દેશી પેંડા ખવડાવીને મોં મીઠુ કરાવીએ તો સારુ ના લાગે. જેથી હું પેંડા કે મોહનથાળ જેવી સ્વીટ ખરીદવાનું ટાળુ છું. પણ બજારમાં ખાસ કરીને બંગાળી સ્વીટ્‌સ વઘુ ચાલે છે અને લોકો પણ આ સ્વીટ્‌સ ખાવાનું વઘુ પસંદ કરે છે. મારુ ફેમિલી જ્યારે પણ સ્વીટ્‌સ લાવવાનું કહે ત્યારે અમે બંગાળી સ્વીટ્‌સ ખરીદવાનું વઘુ પસંદ કરીએ છીએ. પણ એ વાત માનવી જ પડે કે ગુજરાતી મીઠાઇઓનું પ્રભુત્વ ધટ્યું છે અને તેનું સ્થાન બંગાળી મીઠાઇઓએ લઇ લીઘુ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved