Last Update : 03-August-2012, Thursday

 
દિલ્હીની વાત
 
વીજ મોરચે અંધાધૂંધી ઃ શું સરકાર જાગશે ?
નવી દિલ્હી,તા.૧
૬૮૪ ભારતીયોએ વિશ્વના સહુથી ખરાબ અંધાપટનો સામનો કરવો પડયો એ દર્શાવે છે કે, આપણા દેશમાં વીજક્ષેત્રે કેવી અંધાધૂંધી પ્રવર્તે છે. હકીકત એ થઈ છે કે વડાપ્રધાને ઉર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેને ગૃહ મંત્રાલયમાં ખસેડયા અને અન્ય પ્રધાન વીરપ્પા મોઈલીને ઊર્જા ખાતાનો વધારાનો હવાલો સોંપ્યો, જે દર્શાવે છે કે સરકાર વીજ સમસ્યા વિષે ગંભીર નથી. બીજી તરફ, દેશની વીજગ્રીડના સંચાલકો તાજેતરમાં પડી ભાંગેલી સિસ્ટમ બાબત હજી અંધારામાં ફાંફાં મારતા હોવાનું જણાય છે. હેરાન કરી મુકે એવો ઘટસ્ફોટ એ છે કે ૩૦ ટકાથી વધુ વીજશક્તિ ચોરી અને બિનકાર્યક્ષમતામાં વેડફાઈ જાય છે. રાજ્યના વિદ્યુત બોર્ડો એમની કામગીરીને ચાલતી રાખવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, પરિણામે એમની ક્ષમતા સુધારવા માટે એકમાત્ર નાણાં તરણોપાય બની રહેતા હોવાનું તથ્ય બાકી રહે છે. વળી, એક વધુ પરેશાનીસૂચક સમાચાર એ છે કે ૨૦૧૧ ની વસ્તીગણતરી માટેની વિગતો પરથી જણાય છે કે લગભગ ૪૦ કરોડ ભારતીયોને નિયમિતપણે સાવ થોડીક અથવા એટલી પણ વિદ્યુત ઊર્જા મળતી નથી.
બિન અસરકારક લોડ ડિસ્પેચ સેન્ટર
વરિષ્ઠ અધિકારીઓ પાવડર ગ્રીડનું ધ્યાન રાખતા પ્રાદેશિક લોડ ડીસ્પેચ સેન્ટર (એલડીસી) બિન અસરકારક નિવજ્યા હોવાનો ઇશારો કરેછે. આ સેન્ટરો ફાળવણીથી વધુ ઉર્જા પુરવઠો ગ્રીડમાંથી ખેંચતા રાજયોને શિક્ષા કરી શકતા નથી. હકીકતમાં તાજેતરની કટોકટીનું મુખ્ય કારણ જ આ હતુ. આ સેન્ટરો માત્ર ચેતવણી જ આપી શકે કે જે મોટાભાગે બહેરા કાને અથડાય છે. અધિકારીઓના મતે, આ સેન્ટરોની ભૂમિકા વિષે પુનઃ વિચારવાની જરૃર છે. કસુરવાર રાજયોને સજા કરવા માટે એમનેવધુ સત્તાની જરૃર છે, એમ તેઓ કહે છે.
ભારત '' પાવરવિહોણુ,'' શિંદે '' પાવરફુલ'' ?
ગઇકાલે જ્યારે ભારત અત્યંત વિષમ વીજ કટોકટી અનુભવી રહ્યુંહતું ત્યારે ઉર્જા પ્રધાન એવા પક્ષના દલિત નેતા સુશીલકુમાર શિંદેમાટે એ વરદાનરૃપ બની રહ્યું. કારણ કે એમને ઉર્જા પ્રધાનમાંથી ગૃહપ્રધાન બનાવાયા છે. આંતરિક વર્તુળોના જણાવ્યાનુસાર વડા પ્રધાને પૂર્વ મુખ્ય પ્રધાનને કેન્દ્રના ગૃહપ્રધાન બનાવવાની ઇંદિરાગાંધીની વ્યૂહરચના અપનાવી છે. કારણ કે તેો કેન્દ્ર- રાજયના સંબંધોને બહેતરપણે જાળવી શકે છે. શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન હોવાનું સુવિદિત છે. કોંગ્રેસી નેતાઓ માને છે કે બિનઅનામત બેઠકો પરથી ચૂંટણી લડતા રહેલા શિંદેની બઢતીથી પક્ષને લાભ થશે.
શિંદે સામેના પડકારો
એક પ્રચલિત અનુમાન એવું છે કે શિંદે લોકસભામાં ગૃહના નેતા પણ બની શક છે અને જો એનુ થાય તો શિંદે ટેકનીકલી પણ, વડાપ્રધાન પછીની સહુથી વધુ શક્તિશાળી વ્યક્તિ બની જઇ શકે. સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની 'નંબર ટુ' રહેશે, પરંતુ શિંદે સામે ઘણા પડકારો છે, જેમ કે સંસદના આવી રહેલા ચોમાસુ સત્ર ઉપરાંત, અન્નાનું વર્તમાન આંદોલન અને રામદેવની આવી રહેલી ચળવળ. એમની સામેનો સહુથી મોટો પડકાર આસામના વર્તમાન તોફાન છે. ત્યાં વંશીય હિંસાના વળતા પાણી થઇ રહ્યા છે પરંતુ એ ભવિષ્યમાં ગમે ત્યારે ભડકી શકે છે. એ પછી, માઓવાદીની ચળવળ પણ છે કે જે શમવાના કોઇ ચિન્હો દર્શાવી રહી નથી.
રમેશની ટિપ્પણીથી રેલભવન શુધ્ધ
ગ્રામવિકાસ પ્રધાન એમની ટૂંકી પણ ચોટદાર વક્રોક્તિઓ માટે જાણીતા છે. આ વાકબાણનો ભોગ બનનારાનો ક્રોધ ભભૂકી ઉઠે છે. ભારતીય રેલવે વિશ્વના સહુથી મોટા સંડાસ હોવાની એમની તાજેતરની ટીકાથી રેલ ભવનના સાહેબો વ્યગ્ર બની ગયા છે. એમને મન વિશ્વના સહુથી મોટા અને એટલા જ સસ્તા પરિવહન નેટવર્ક પરનો આ શાબ્દિક હુમલો અન્યાયી છે. આ અધિકારીઓ હવે ઇચ્છે છે કે રેલવે પ્રધાન મુકુલ રોય વડાપ્રધાન સમક્ષ રમેશ વિરૃધ્ધ ધા નાખે.
મોબાઇલ ક્ષેત્રે કાર્યરત ૧.૩ અબજ લોકો
ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સેક્ટરે (આઇડીસી)એ હાથ ધરેલા અભ્યાસમાં જણાવ્યું છે કે મોબાઇલ ફોનની દુનિયામાં કામ કરતા નોકરિયાતોની સંખ્યા ઇ.સ. ૨૦૧૫માં ૧.૩ અબજને સ્પર્શી જશે. ૧૦ થી ૫ ના દરમિયાન કામ કરનારાઓની પ્રોફાઇલ વ્યાપક પ્રવાસ અને વાદળાં મારફતનાં કોલાબોરેશનના પરિણામે બદલાઇ રહી છે, એમ અભ્યાસમાં જણાવાયું છે. આનાથી પ્રેરાઇને હેડસેટ સોલ્યુશન્સના ક્ષેત્રના વૈશ્વિક અગ્રણી ''જબરા'' દ્વારા મોબાઇલ વર્કર્સ ઇનોવેટિવ કમ્પેનિઅન પ્રસિધ્ધ કરાયું છે.
- ઇન્દર શાહની
Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved