Last Update : 03-August-2012, Thursday

 
 

ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની ટીન બાયુનને ૨૧-૧૫,૨૨-૨૦થી હરાવી
સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

મેન્સ ટેનિસમાં ભૂપતિ-બોપન્ના બાદ પેસ-વિષ્ણુ પણ બહાર

ડબલ ટ્રેપ શૂટિંગમાં રોંજન સોઢી ફાઇનલમાં પણ ક્વોલિફાય ન થયો

 

લંડન,તા.૨
ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે ડેનમાર્કની ટીન બાયુનને ૨૧-૧૫,૨૨-૨૦થી હરાવીને ઓલિમ્પિક વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશીને ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે બેડમિંટનમાં અનેક કિર્તિમાન સ્થાપિત કરનારી સાયના ઓલિમ્પિક બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ હતી.હવે આજે તે સેમિ ફાઇનલમા વર્લ્ડ નંબર વન ચીનની વાંગ સામે રમશે.
લંડન ઓલિમ્પિકમાં ભારતનો શૂટિંગ અને ટેનિસમાં કંગાળ દેખાવ જારી રહ્યો હતો. આજે યોજાયેલી મેન્સ ડબલ ટ્રેપ શૂટિંગમાં મેડલનો દાવેદાર મનાતો ભારતનો રોંજન સોઢી ફાઇનલમાં પણ ક્વોલિફાય થઇ શક્યો નહતો.
જ્યારે ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતનો વિજય કુમાર પણ નિર્ણાયક મુકાબલામાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો.મેન્સ ડબલ્સ ટેનિસમાં પણ ભારતના પડકારનો અંત આવી ગયો છે.
મહેશ ભુપતિ અને રોહન બોપન્નાની જોડી બાદ લિએન્ડર પેસ અને વિષ્ણુ વર્ધનની જોડીનો ગઇકાલે મોડી રાત્રે રમાયેલી મેચમાં પરાજય થયો હતો.
ઓલિમ્પિકમાં ભારતને સૌથી વધુ મેડલની આશા શૂટિંગમાંથી હતી, જેમાંથી એકમાત્ર ગગન નારંગ જ બ્રોન્ઝ મેડલ જીતવા માટે સફળ રહ્યો હતો. ૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકમાં ભારતને રાજ્યવર્ધન રાઠૌરે જે ઇવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવ્યો હતો, તે મેન્સ ડબલ ટ્રેપમાં ભારતનો રોંજન સોઢી કંગાળ દેખાવ સાથે બહાર ફેંકાયો હતો. પ્રથમ રાઉન્ડમાં સયુક્ત રીતે ટોચના સ્કોરર તરીકે સ્થાન મેળવનારા રોંજનનો દેખાવ બીજા રાઉન્ડમાં છઠ્ઠા ક્રમે ફેંકાયો હતો.
જ્યારે ત્રીજા અને ફાઇનલ અગાઉના રાઉન્ડમાં તે ૧૫૦માંથી ૧૩૪ના સ્કોર સાથે છેક ૧૧માં ક્રમે રહ્યો હતો અને ફાઇનલમાં સ્થાન મેળવી શક્યો નહતોે. આજે યોજાયેલી ૨૫ મીટરની રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતનો વિજય કુમાર ત્રીજા સ્ટેજમાં ૨૯૩ના સ્કોર સાથે બહાર ફેંકાયો હતો.
દરમિયાનમાં મેન્સ ડબલ્સ ટેનિસમાં ભારતનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો. ભારતના લિએન્ડર પેસ અને વિષ્ણુ વર્ધનની જોડીને ગઇકાલે મોડી રાત્રે રમાયેલી મેચમાં ફ્રાન્સના સોંગા અને લોડ્રાની જોડીએ ૬-૭, ૬-૪, ૩-૬થી પરાજય આપ્યો હતો. પેસ અને વિષ્ણુ જોરદાર ફોમમાં દેખાતા હતા. જ્યારે સોંગા ખુબ જ થાકેલો અને ઇજાગ્રસ્ત હોય તેમ લાગતું હતુ, તેમ છતાં ફ્રેન્ચ જોડીએ અપસેટ અટકાવ્યો હતો.
અગાઉ ભારતના મહેશ ભુપતિ અને લિએન્ડર પેસની સાતમો સીડ ધરાવતી જોડીને ફ્રાન્સના રિચાર્ડ ગેસ્કુટ અને જુલીયન બેનેટેયુની જોડીએ સીધા સેટોમાં ૩-૬, ૪-૬થી પરાજય આપ્યો હતો.
હવે ટેનિસમાં ભારતની એકમાત્ર આશા મિક્સ ડબલ્સમાં ભારતના લિએન્ડર પેસ અને સાનિયા મિર્ઝા પર ટકેલી છે. જો કે તેમને પ્રથમ રાઉન્ડમાં જ મુશ્કેલ ડ્રો મળ્યો છે. તેમનો સામનો સર્બિયાના નેનાદ ઝિમોન્જીક અને એના ઇવાનોવિચની જોડી સામે થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved