Last Update : 03-August-2012, Thursday

 

મનોજ બાજપાઈ ઃ લંપટતાની હદ વટાવી ગયો..

 

‘‘પડદા પર કમીના બનવું એ સહેલું નથી’’
આવાત માન્યમાં આવશે નહીં પરંતુ એક હકીકત છે.મનોજ બાજપાઈ જેવા ટેલન્ટેડ કલાકરને ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ એ ચાર વાર દરવાજો દેખાડી દીધો હતો. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગેન્ગ ઑફ વાસેપૂર’એ ચોક્કસ વર્ગના દર્શકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી અને આ ફિલ્મના લંપટ સરદાર ખાનના પાત્રમાં તેને ઘણી વાહ-વાહ મળી હતી. પ્રસ્તુત છે મનોજ સાથેની એક નાનકડી પણ રસપ્રદ મુલાકાત...
આ પૂર્વે તુ ફિલ્મના પ્રમોશનમાં જોવા મળ્યો નહોતો...
પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. મારી કેટલીક ફિલ્મોની બોક્સ ઓફિસ પર જે હાલત થઈ હતી એ હું ભૂલ્યો નથી. મારી ફિલ્મો માટે નિર્માતા વઘુ પ્રચાર કરી શક્યા ન હોવાની પરિસ્થિતિનો પણ મેં સામનો કર્યો હતો. ૧૯૭૧ આનું આદર્શ ઉદાહરણ છે. મારી કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે આર્મી પર બનેલી આ પહેલી વાસ્તવિક ફિલ્મ હતી, પંરતુ રિસોર્સિસના અભાવને કારણે આ ફિલ્મ ક્યારે રિલિઝ થઈ અને ક્યારે થિયેટરોમાંથી ખેંચી લેવામાં આવી એની કોઈને ખબર જ પડી નહોતી. જે થિયેટરોમાં આ ફિલ્મ રિલિઝ થઈ હતી એ થિયેટરોની બહાર એ ફિલ્મના પોસ્ટરો પણ મૂકાયા નહોતા, અને એ જ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. પબ્લિસિટીના અભાવે મને નુકસાન થયું હોવાથી હવે મને પબ્લિસિટી કરવાનો વાંધો નથી.
શું તને લાગે છે કે કૌભાંડ, ઝઘડા જેવી વાતો મદદરૂપ થઈ શકે છે?
જાહેરમાં લાગણીનું પ્રદર્શન કરવું મને પસંદ નથી વઘુ લોકો સામે હું ખુલ્લા દિલથી વાત કરી શકતો નથી. આ મારા વ્યક્તિત્વની એક ખામી છે, પરંતુ હવે હું એ સુધારવાના પ્રયત્નો કરી રહ્યો છું હવે પબ્લિસિટી માટે હું મારી જાતને બદલવા તૈયાર છું.
‘ગેન્ગ ઓફ વાસેપુર’નું પાત્ર ઘણું ગ્રે હતું તો શું આ ભૂમિકા ભજવવાનું કામ મુશ્કેલ હતું?
આ પાત્ર માટે ગ્રે જ નહીં સંપૂર્ણ ગ્રે હતું. આ વ્યક્તિમાં એક પણ ગુણ હતો જ નહીં. આ કારણે આ ભૂમિકા રસપ્રદ હતી. તેને ખરા-ખોટાનું કોઈ ભાન જ નહોતું. તે સમયે તે જે કરે છે એ તેને માટે યોગ્ય હતું. અને આ પાત્ર ભજવવાનું કામ ઘણું મુશ્કેલ હતું.
આ પાત્રની લંપટતાને પડદા પર લાવવાનું કામ કેટલું મુશ્કેલ હતું?
કમીનાપણાનો રેફરન્સ શોધવાનું કામ ઘણું મુશ્કેલ છે. મને ફિલ્મનું એક દ્રશ્ય યાદ છે. આ દ્રશ્ય માટે ઘણું મુશ્કેલ હતું. રીમા રસોઈ કરે છે અમે હું તેની પીઠ પર તાકુ છુ અને એ સમયે મારે ઓર્ગેસ્મિક લુક લાવવાનો હતો. હું આમ કરી શકું તેમ નથી. મારા સંસ્કારોથી આ વિરુદ્ધ છે. અમે જે દુનિયામાંથી આવીએ છીએ અને જે દુનિયામાં રહીએ છીએ ત્યાં મને કોઈ છોકરી આકર્ષક લાગે તો એ કહેવાની ઘણી વાર હંિમત કરીએ છીએ. ઘણી વાર ફોન દ્વારા સંપર્કમાં રહી ધીરે ધીરે મિત્રતા બાંધવામાં આવે છે, પરંતુ કોઈ પાછળ કામાંધ બનવું અને આવા હાવભાવ લાવવા એનો અનુભવ મને મારા જીવનમાં ક્યારે પણ થયો નહોતો. આ કમીનપણાની પણ હદ હતી.
‘ગેન્ગ ઑફ વાસેપૂર’ પછી હવે તુ ‘ચક્રવ્યુહ’ અને બીજી એક ફિલ્મમાં વ્યસ્ત છે...
આટલો વ્યસ્ત હું ક્યારે પણ નહોતો. મારી કારકિર્દી અને જીવનમાં એક વર્ષ દરમિયાન આટલું કામ મેં ક્યારે પણ કર્યું નહોતું. ‘સત્યા’માં ભીખુ મ્હાત્રેની ભૂમિકા ભજવ્યા પછી મારા જેવા કલાકારો માટે કોઈ દિગ્દર્શક નહોતા. આજના દિગ્દર્શકો તે જમાનામાં નહોતા. મને ઘણી વાર લાગે છે કે આ બઘુ મારે માટે ઘણું મોડું આવ્યુ ંહતું. આજે આવા દિગ્દર્શકો સાથે કામ કરનારા યુવા કલાકારોની મને અદેખાઈ આવે છે.
નવાઝ, ઇરફાન અને તારા જેવા કલાકારો માટે રૂા. ૧૦૦ કરોડની કલબમાં સ્થાન નથી...
અમારે માટે ત્યાં જગ્યા જ નથી. ઘણી વાર અમને ત્યાં બોલાવવામાં આવે છે, પરંતુ આ પાછળ માત્ર ખાલી જગ્યા પુરવાનો ઉદ્દેશ હોય છે અમને ત્યાં આવકાર મળતો નથી. અને હવે આ વાત સાથે મેં સમાધાન સાધી લીઘું છે. કોઈ મને આવકાર આપે નહીં તો મને માઠું લાગતું નથી. એને બદલે હું બીજો દરવાજો ખટખટાવવાનું પસંદ કરીશ. પરંતુ, એક જ દરવાજો ખુલ્લો હોય અને બાકીના બંધ હોય અથવા તો એક પણ દરવાજો ખુલ્લો હોય નહીં ત્યારે ઘણું દુઃખ થાય છે. આજે પણ મને કોઈ દિગ્દર્શકનું કામ ગમે તો ફોન કરીને તેની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા મને શરમ આવતી નથી.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved