Last Update : 03-August-2012, Thursday

 

આમિર ખાન:સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયો

 

વિશ્વાસ મૂકો તો પુરેપુરો મુકો અને જો ન મુકો તો જરાપણ નહીં. અધકચરો વિશ્વાસ અણુબોમ્બ કરતા પણ વઘુ ખતરનાક છે. વિશ્વાસ મુકનારે જેના પર મુક્યો હોય તેના હાથ પકડી લેવાનો હોય છે અને તેના ભરોસે આંખ બંધ કરીને ચાલવાનું હોય છે. બોલીવૂડ અભિનેતા આમિર ખાન કોઇ પાછળ આ રીતે ચાલે એવું કોઇને સપનું પણ ન આવે. કારણ કે આમિર ખાન તેના કામ બાબતે અત્યંત ચૂઝી છે. સ્ક્રીપ્ટ વાંચવામાં લાંબો સમય લગાડે છે. ફિલ્મ માટે આમિરની ‘હા’ સાંભળતા ડિરેક્ટરોના નાકે દમ આવી જાય છે. તેની પરફેક્શનિસ્ટ તરીકેની છાપ કઇ એમ જ નથી પડી. ‘લગાન’ આવી ત્યારથી માંડીને ‘થ્રી ઇડિયટ્‌સ’ સુધીની તેની તમામ ફિલ્મો જોઇ લો. લગભગ બધી જ ફિલ્મો સફળ રહી છે. આમિરનું લેટેસ્ટ સાહસ ‘સત્યમેવ જયતે’. એ પણ અત્યંત સફળ નીવડી રહ્યું છે. ટેલિવિઝન પર આમિરને એવી જ એન્ટ્રી મળવી છે, જેવી મળવી જોઇતી હતી. આ બઘુ આમિરની તેના કામ પ્રત્યેની ચોકસાઈ અને કટીબદ્ધતા દર્શાવે છે.
પ્રોડ્યુસર તરીકે આમિરે આપેલી ફિલ્મો તારે ઝમીન પર, જાને તુ યા જાને ના, પીપલી લાઇવ, દિલ્હી બેલી આ બધી જ ફિલ્મો સુપરહીટ રહી છે. પ્રોડ્યુસર, એક્ટર અને ડિરેક્શન ત્રણે રોલમાં આમિર સક્સેલફુલ છે. આમિરનું પ્રત્યેક સાહસ ખૂબજ ગુણવત્તાસભર હોય છે અને એટલે જ એ મેગાહીટ નીવડે છે. એક દાયકા કરતા વઘુ સમયથી ભવ્ય સફળતાની લિજ્જત માણી રહેલો આ અભિનેતા સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ કોઇ ડિરેક્ટરની ફિલ્મમાં કામ કરવાની ‘હા’ કહી દે એવું બને ખરું?
આમિરને જાણતા લોકો ના જ કહેશે અને તેઓ નકારમાં જવાબ આપે એ સ્વાભાવિક છે, પરંતુ એક ડિરેક્ટર એવો છે કે જેની પ્રતિભા પર આમિરને આંધળો વિશ્વાસ છે. એ દિગ્દર્શક છે, રાજકુમાર હિરાની. આમિર ખાને રાજ કુમાર હિરાનીની આગામી ફિલ્મ ‘પીકે’માં કામ કરવાની ‘હા’ કહી દીધી છે અને એ પણ પટકથા વાંચ્યા વગર જ. રાજકુમાર હિરાની અને આમિર ખાને ‘થ્રી ઇડિયટ્‌સ’માં એકસાથે કામ કર્યું છે આ ફિલ્મ બોલીવૂડની અત્યાર સુધીની સૌથી વઘુ વકરો કરનારી ફિલ્મ છે. ‘થ્રી ઇડિયટ્‌સ’ ફિલ્મે ભારતમાં રૂ. ૨૦૦ કરોડથી વઘુનો વકરો કર્યો છે. આમિરને ‘થ્રી ઇડિયટ્‌સ’ના શૂટંિગ દરમિયાન રાજકુમાર હિરાનીની દિગ્દર્શન શૈલી ખૂબજ પસંદ પડી હતી. તે તેના પ્રોફેશનલ કમિટમેન્ટથી પણ પ્રભાવિત થયો હતો. આમિરની કેટલીક વિજ્ઞાપનોનું શૂટંિગ પણ રાજુ હિરાણીએ કર્યું હતું. બન્નેને એકબીજાની કાર્યશૈલી એટલી હદે ગમી ગઈ કે આમિરે તેની તમામ બ્રાન્ડ્‌સને રાજકુમાર હિરાની પાસે એડ્‌ શૂટ કરાવવાની ભલામણ કરવાનું શરૂ કરી દીધી.
બન્યુ એવું કે રાજુએ આમિરને ‘પીકે’ નામની એક ફિલ્મ ઓફર કરી. તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આમિર ખાનને વાંચવા માટે મોકલી, પરંતુ આમિર એ વખતે રીમા કાગતીની ફિલ્મ ‘પીકે’ના શૂટંિગમાં વ્યસ્ત હતો આથી તેણે સ્ક્રિપ્ટ વાંચવાનું મુલ્તવી રાખ્યું.
ત્યાર બાદ ટોક શો ‘સત્યમેવ જયતે’નું શૂટંિગ શરૂ થઈ ગયું એટલે મી. પરફેક્શનિસ્ટ એમાં ગૂચવાઈ ગયા. વચ્ચે સત્યમેવ જયતેના સેટ પર આગ લાગતા આમિર જરા વઘુ વ્યસ્ત થઈ ગયો. આ દરમિયાન ‘પીકે’ની પટકથા વંચાયા વિના જ પડી રહી. રાજકુમાર હિરાનીએ આમિરને બે-ત્રણ વખત કહેવડાવ્યું, પરંતુ આમિરના નરોવા કુંજરવા વલણથી તેઓ અકળાવા લાગ્યા. થ્રી ઇડિયટ્‌સ સિવાય મુન્નાભાઈ એમબીબીએસ અને લગેરહો મુન્નાભાઈ જેવી ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મો આપનારા આ નિર્દેશકે તેની રાઇટંિગ ટીમને પટકથામાં રણબીર કપૂરને કેન્દ્રમાં રાખીને ફેરફાર કરવાનો આદેશ આપ્યો. એ મૂજબ તૈયાર થયેલી સ્ક્રિપ્ટ રણબીર કપૂરને મોકલવામાં આવી, પરંતુ રણબીર ‘બરફી’ના શૂટંિગમાં વ્યસ્ત હતો. રણબીર કોઇ ફિલ્મનું શૂટંિગ ચાલતું હોય એ દરમિયાન બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતો નથી. તેનું માનવું છે કે આવું કરવાથી ચાલું ફિલ્મના પોતાના પાત્ર પર માનસીક ્‌અસર થાય છે. આવા કારણસર તેણે પણ ‘પીકે’ની સ્ક્રિપ્ટ પેન્ડંિગ રાખી દીધી. અહીં આમિરે તક ઝડપી લીધી.
જેમ આમિરને સફળતાની ગેરેન્ટી માનવામાં આવે છે એમ રાજકુમાર હિરાણી પણ સફળતાની સો ટકા ખાતરી છે. એ જે પ્રોજેક્ટ હાથમાં લે એ ઉમદા જ હોય અને એ સફળ જ નીવડે એવું બોલીવૂડના મોટાભાગના લોકો કબૂલ કરે છે. નાના મોટા તમામ સ્ટાર્સ રાજુની ફિલ્મમાં કામ કરવા તલપાપડ છે ત્યારે આમિર પણ પાછળ નથી.
જેવું આમિરને લાગ્યું કે ફિલ્મ હાથમાંથી જતી રહેશે એ સાથે જ તેણે રાજકુમાર હિરાણીને ફોન કરીને સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ‘પીકે’માં કામ કરવાની ‘હા’ કહી દીધી અને રણબીરની રાજુ હિરાણી સાથે કામ કરવાની તમન્ના અઘૂરી રહી ગઈ. તેની કિસ્મતમાંથી એક સારી ફિલ્મ છીનવાઈ ગઈ. તેણે જો તાત્કાલીક સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મ સ્વીકારી લીધી હોત તો પસ્તવાનો વખત ન આવત. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવાનું તેને ભારે મોંધુ પડી ગયું.
રણબીરની નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે ‘રણબીર આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબજ આતુર હતો. તે કોઇપણ ભોગે રાજકુમાર હિરાણી સાથે કામ કરવા માગતો હતો, પરંતુ તેની અબળખા હાલ પૂરતી અઘૂરી રહી ગઈ.’ આમિર ખાનની નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે ‘આમિર ખાનને રાજુની ક્ષમતા પર પુરેપુરો વિશ્વાસ છે. આથી તેણે સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ફિલ્મ સ્વીકારી લીધી છે. આમિર સત્યમેવ જયતે ઉપરાંત ઘુમ થ્રીની તૈયારીમાં પણ વ્યસ્ત રહે છે. આથી તેણ હજી સ્ક્રિપ્ટને હાથ સુદ્ધા લગાડ્યો નથી.’ આમિરે ભલે સ્ક્રિપ્ટ ન વાંચી અને જવાબ આપવામાં ઢીલ કરી, પરંતુ યોગ્ય સમયે પોતાના સિદ્ધાંતોમાં ભાંધછોડ કરીને ત્વરિત અને સાચો નિર્ણય લેવામાં તે હુકુમનો એક્કો સાબિત થયો છે.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved